Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : ગુજરાત સરકાર દ્વારા પોતાની સરકારમાં પાંચ દિવસ અગાઉ જ બે મંત્રી પાસેથી ખાતા આંચકી લેવામાં આવ્યા હતા. ત્યારે વડોદરા શહેરના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી અને સુરતના ધારાસભ્ય પુર્ણેશ મોદી પાસેથી પોત પોતાના ખાતા આચકી લીધા હતા. તેવામાં રાજ્યના કાયદા મંત્રી અને વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીના PA અને ભાજપના અગ્રણી પ્રેમલ મોદીની CBI દ્વારા અટકાયત થઇ હોવાની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું હતું. જયારે આ વિષે પ્રેમલ મોદી પૂછતા જણાવ્યું હતું કે, મારી બેંક લોન બાબતે CBI દ્વારા કોઈ અટકાયત કરવામાં નથી કે કોઈ પૂછપરછ કરવામાં આવી નથી. મારી CBIએ તો શું ટ્રાફિક પોલીસે પણ પૂછપરછ કરી નથી. હું મારી ઓફિસમાં જ છું. માત્રને માત્ર વડોદરા શહેરના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીની છબી ખરડવા માટે કોઈ ઈસમો દ્વારા આવી અફવાઓ શહેરમાં ફેલાવી રહ્યા છે.

મેં કોઇ પણ જાતનો અશાંત ધારાના કાયદાનો ભંગ કર્યો નથી કે મેં કયા હિન્દુની મિલકતો લઈને મુસ્લિમોને વેચીને અશાંત ધારાના કાયદાનો ભંગ કર્યો છે? મેં કોઇ હિન્દુની મિલકતો ખરીદી નથી અને કોઇ હિન્દુની મિલકત ખરીદી મુસ્લિમને વેચી નથી જો એમની પાસે કોઈ તો પુરાવા હોય તો આપે હું જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છુ તેમ જણાવ્યું હતું. આમ તો પ્રેમલ મોદી રાજેન્દ્ર ત્રિવેદીના પીએ અને શહેર ભાજપના અગ્રણી કાર્યકર પણ છે. તેમને જે તેમની પર આક્ષેપ થયા છે તે પાયાવિહોણા છે મેં એવી કોઈ બેન્કમાંથી લોન લીધી છે તે બેન્કોના નામ આપો તેમ જણાવ્યું હતું.તેમને વધુમાં જણાવ્યું હતું કે મારી સામે જે કોઈ આક્ષેપો મુકાયા છે તે આફવાઓ ચાલી રહી તે માત્ર રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીની છબી ખરડવા માટે મારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે લોકો સીધી રીતે રાજેન્દ્ર ત્રિવેદીને બોલી શકતા નથી તે લોકો મારો ઉપયોગ કરી ને તેમને બદનામ કરવાનું કરશો રચી રહ્યા છે.

અગામી સમયમાં જયારે વિધાનસભાની ચુંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે તેમને રાવપુરા બેઠક ઉપરથી ટીકીટ ન મળે તે માટે મારી સામે ખોટા આક્ષેપો મૂકી રહ્યા છે. અને તેમને ટીકીટ મળે કે નહી તે અંગે હું કશું પણ કહી શકું નહિ. ટીકીટ આપવી કે ન આપવી ભાજપના મોવડી મંડળ નક્કી કરશે તે વિષે હું કશું પણ ન કહી શકું તેમ જણાવ્યું હતું. તેમને વાત કરતા વધુ ઉમેર્યું હતું કે મેં કોઈ પણ બેંકમાંથી લોન લઈને કૌભાંડ આચર્યું નથી. રાજ્યના કાયદા મંત્રી અને વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતુ આંચકી લેવાયા બાદ બાદ તેમના પી.એ.ની સી.બી.આઇ. દ્વારા બેંક લોન બાબતે તેમની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી હોવાની ચર્ચાએ મોડી રાતથી વડોદરા શહેરમાં જોર પકડ્યું હતું.

આ ઉપરાંત તેઓએ હિંદુઓની મિલકતો ખરીદીને મુસ્લીમોને વેચી અશાંત ધારાના કાયદાઓનો ભંગ કર્યો હોવાની ચર્ચાઓ શહેરમાં ઠેર ઠેર જોવા મળી હતી. પ્રેમલ મોદીની CBI દ્વારા અટકાયત થઈ હોવાની ચર્ચાએ શહેરમાં ભારે હોબાળો મચાવ્યો છે. મોડી રાતથી વડોદરા શહેરમાં પ્રેમલ મોદીની CBI દ્વારા અટકાયત કરીને પૂછપરછ કરીને અટકાયત કરવામાં આવી હોવાની વાતો વહેતી થતાં શહેર ભાજપામાં ભારે ચકચાર મચી ગઈ હતી.

તે સાથે આજે સવારથી શહેર ભાજપમાં આ મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો હતો. કેટલાક લોકો દ્વારા પ્રેમલ મોદીને સીધો ફોન કરીને સત્ય હકીકત જાણી હતી. તો કેટલાક લોકો પ્રેમલ મોદી ક્યાં છે તે અંગેની આડકતરી રીતે તેમના નિવાસ સ્થાન અને રાજેન્દ્ર ત્રિવેદીની બાજવાડા ખાતે આવેલી ઓફિસમાં તપાસ કરાવી હતી અને તપાસ કરી પણ હોવાનું જાણવા મળ્યું હતું. હું મારી ઓફિસમાં સમયસર આવ્યો છુ અને મારી કામગીરીમાં જોતરાયો છુ.
બદનામ કરવાનું આ ખોટું ષડ્યંત્ર ઉભું કરાયું છે ફોજદારી અને સિવિલ રાહે કાર્યવાહી કરીશું
મને આ બનાવની કોઈ જાણકારી નથી, બદનામ કરવાનું આ ખોટું ષડ્યંત્ર ઉભું કરવામાં આવ્યું છે અને જેએ પણ આ ખોટા સમાચાર પ્રસિદ્ધ કર્યા છે તેમની પર ફોજદારી અને સિવિલ રાહે કાર્યવાહી કરવામાં આવીશું.
-પ્રેમલ મોદી , પીએ. ધારાસભ્ય

To Top