National

AAPનાં તમામ ધારાસભ્યો પાર્ટીનાં સંપર્કમાં આવ્યા

નવી દિલ્હી: આજકાલ દેશની રાજકીય પાર્ટીઓમાં ફાટ-ફૂટ થઇ રહી હોવાની ઘટનાઓ છેલ્લા ઘણા દિવસથી સામે આવી છે. પહેલા મહારાષ્ટ્રમાં અને પછી બિહારમાં સત્તા પરીવર્તન થયું અને હવે પછીનો વારો આમ આદમી પાર્ટી સાથે આવું થતા થતા રહી ગયું. કારણ કે આમ આદમી પાર્ટી (AAP)ના કેટલાક ધારાસભ્યો પાર્ટીનાં સંપર્કમાં નહી હતા. આ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) આજે પોતાના ઘરે ધારાસભ્યો(MLAs)ની બેઠક બોલાવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના 62માંથી માત્ર 52 ધારાસભ્યો જ મીટીંગમાં હાજર રહ્યા હતા. જેથી 12 ધારાસભ્યો સંર્પકમાં નહિ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ મીટીંગ(Meeting) શરુ થયાનાં 40 મિનીટ બાદ તમામ ધારાસભ્યો સાથે પાર્ટીનો સંપર્ક થયો હતો. જેથી કેજરીવાલે રાહત અનુભવી હતી.

8 ધારસભ્યો દિલ્હી બહાર
AAPના 53 ધારાસભ્યો ધારાસભ્ય દળની બેઠકમાં પહોંચ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે એક ધારાસભ્ય રસ્તામાં છે. તેમજ 8 ધારાસભ્યો દિલ્હીની બહાર છે. જે ધારાસભ્યો દિલ્હીની બહાર છે તેમાં સતેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને રામ નિવાસ ગોયલનો પણ સમાવેશ થાય છે. મનીષ સિસોદિયા આજે હિમાચલની મુલાકાતે છે જ્યારે રામ નિવાસ ગોયલ અમેરિકામાં છે. કેજરીવાલના નિવાસસ્થાને યોજાનારી બેઠકમાં AAPના 50 ધારાસભ્યો પહોંચ્યા હતા.

ભાજપ દિલ્હી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે: આતિશી માર્લેના
AAP ધારાસભ્ય આતિશી માર્લેનાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ દિલ્હી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે . અમારા ધારાસભ્યોને પૈસાની ઓફર કરવામાં આવી રહી છે અને તેમને ધમકાવવામાં આવી રહ્યા છે. દિલ્હીના ડેપ્યુટી સીએમને પણ ધમકી આપવામાં આવી છે. આ પહેલો પ્રયાસ નથી. આ પહેલા પણ ભાજપ ઓપરેશન લોટસ અજમાવી ચૂક્યું છે. પરંતુ તેઓ હંમેશા નિષ્ફળ રહ્યા છે. કેજરીવાલના નિવાસસ્થાને આયોજિત બેઠકમાં પહોંચેલા તિમારપુરના AAP ધારાસભ્ય દિલીપ પાંડેએ દાવો કર્યો છે કે 40 ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો . તેમણે કહ્યું કે EDએ આ મામલે તપાસ કરવી જોઈએ કે આ 40 ધારાસભ્યોને તોડવા માટે 20 કરોડના હિસાબે 800 કરોડ ક્યાંથી આવ્યા?

દિલ્હી વિધાનસભામાં AAPના 62 ધારાસભ્યો
70 સભ્યોની દિલ્હી વિધાનસભામાં AAPના 62 ધારાસભ્યો છે. આ સિવાય શુક્રવારે દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર યોજાશે. બુધવારે વિધાનસભા દ્વારા બહાર પાડવામાં આવેલા દસ્તાવેજમાં આ માહિતી આપવામાં આવી છે. આ સત્ર દિલ્હી સરકારની આબકારી નીતિના સંબંધમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહી અને આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્યોને ભાજપ દ્વારા આકર્ષિત કરવાના આરોપો પર ચાલી રહેલા રાજકીય ગરબડ વચ્ચે થવા જઈ રહ્યું છે.

Most Popular

To Top