સુરત(Surat): છેલ્લાં ત્રણેક દિવસથી સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) સાંજ પડતા જ ભારે પવન સાથે વરસાદના (Rain) ઝાપટાં પડી...
નવી દિલ્હી: 48 વર્ષ પછી ભારત(India)માં વર્લ્ડ ડેરી સમિટ(World Dairy Summit) સોમવારથી ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટમાં શરૂ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર...
ઉત્તરપ્રદેશ: વારાણસીના શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે સોમવારે મોટો ચુકાદો આપ્યો છે. શ્રૃંગાર ગૌરીમાં પૂજા કરવાના અધિકાર...
અમેરિકા: અમેરિકામાં (America) કોરોના (Corona) સંક્રમણ બાદ હવે બીજી બીમારીનો ખતરો વધી રહ્યો છે. ખરેખર, ન્યૂયોર્કમાં (New York) પોલિયોના (Polio) કેસ ફરી...
અફઘાનિસ્તાન: શ્રીલંકા(Sri Lanka)એ પાકિસ્તાન(Pakistan)ને હરાવીને એશિયા કપ 2022(Asia Cup 2022 )નો ખિતાબ જીતી લીધો છે. દુબઈ(Dubai)માં રવિવારે રમાયેલી ટાઈટલ મેચમાં દાસુન શનાકાની...
નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની (Sidhu Musewala) હત્યાના (Murder) સંદર્ભમાં દિલ્હી-NCR, હરિયાણા અને પંજાબમાં (Punjab) અનેક...
કિવ: યુક્રેનના (Ukrain) સૈન્ય વડાએ રવિવારના રોજ જણાવ્યું હતું કે, યુક્રેનિયન સેના ખાર્કિવ ક્ષેત્રમાં ઉત્તર તરફ આગળ વધી રહી છે અને તેના...
દુબઇ: એશિયા કપ (Asia Cup) ક્રિકેટ ટૂર્નમેન્ટની આજે રવિવારે અહીં રમાયેલી ફાઇનલમાં (Final) ટોપ ઓર્ડરની નિષ્ફળતા છતાં ભનુકા રાજપક્ષેની નોટઆઉટ (Not Out)...
નવી દિલ્હી: એશિયા કપ-2022ની ફાઇનલમાં (Final) પાકિસ્તાન (Pakistan) અને શ્રીલંકા (SriLanka) વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. આ મેચ (Match) દુબઈ સ્ટેડિયમમાં રમાઈ...
સુરત : ભારત (India) અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ને લાગતી દ્વિપક્ષીય બેઠકોનો દૌર ચાલ્યા પછી આ કરાર ઓકટોબર સુધી...
સુરત : ડિંડોલી (Dindoli) વિસ્તારમાં ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધતા અને પોલીસની (Police) ધાક ઘટતી જોવા મળી છે. ચા ની દુકાનમાં...
સુરત : વરાછા (Varacha) ખાતે ગ્લોબલ માર્કેટમાં કરોડોની છેતરપિંડીના કેસમાં પોલીસ (Police) ચોપડે વોન્ટેડ રવિ ગોહીલને પોલીસે (Police) ભાવનગરથી (Bhavnagar) દબોચી લીધો...
સુરત : રાંદેરમાં રહેતો પરિવાર (Family) તેમની દિકરીના ઇલાજ માટે ચેન્નઈ (Chennai) ગયો છે ત્યારે તેમના મકાનમાંથી અજાણ્યાએ 15 તોલા સોનાની ચોરી...
સુરત : વિશ્વ સ્તરે પ્રતિષ્ઠિત ગણાતી ભારતની સર્વોચ્ચ એન્જિનિયરિંગ કોલેજ આઈઆઈટીમાં (IIT) પ્રવેશ (Addmission) માટે લેવામાં આવેલી જેઇઇ એડવાન્સ્ડનું (JEE Advanced) રવિવારે...
ગાંધીનગર : અમરેલીની (Amreli) અમર ડેરીના પટાંગણમાં વિવિધ ક્ષેત્રોની સાત સહકારી મંડળીઓની સંયુક્ત વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. આ પ્રસંગે સહકાર ક્ષેત્ર...
ગાંધીનગર : અમદાવાદ (Ahmedabad) શહેરમાં સાયન્સ સિટી (Science City) ખાતે આયોજિત બે દિવસીય સેન્ટર સ્ટેટ સાયન્સ કૉન્ક્લેવનો સમાપન સમારંભ કેન્દ્રીય સાયન્સ એન્ડ...
ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ સોમનાથ (Somnath) ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહે સોમનાથમાં મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી....
કામરેજ : કામરેજ (Kamrej) ગામની સ્વર્ણભૂમિીમાં રહેતા અને વરાછામાં (Varacha) હીરાનું કારખાનુ ચલાવતા યુવાને આર્થિક સંકડામણમાં તણાવમાં આવી જઈને ખેતરમાં આવેલા આંબાના...
ભરૂચ :વાલિયાના કોંઢ ગામે અન્ય તળાવમાં ગણેશ વિસર્જન (Ganesh Visarjan) બાદ ગામ તળાવ (Lake) પાસેથી ઘરે જતા મામા-ભાણેજ તળાવમાં ડૂબી ગયા હતા....
નવી દિલ્હી: હરિયાણાની (Hariyana) સર્વજાતિ સર્વખાપ મહાપંચાયતમાં ખાપ પ્રતિનિધિઓએ રાજ્યની ભાજપ (BJP) સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે જો 23 સપ્ટેમ્બર સુધીમાં સોનાલી...
નવી દિલ્હી: વારાણસીના (Varanasi) જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત શૃંગાર ગૌરીના નિયમિત દર્શન પૂજાના મામલામાં સોમવારે જિલ્લા અદાલતનો નિર્ણય આવશે. ડિસ્ટ્રિક્ટ જજ ડૉ. અજય...
વ્યારા: ઉચ્છલ તાલુકાની કન્ટ્રક્શન સાઇડો (Construction Side) પરથી લોખંડના સળીયાની ચોરી (Stealing) કરતી ગેંગનાં ચાર શખ્સોને રૂ.૮.૦૬ લાખના મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપી...
ભરૂચ : ભરૂચની (Bharuch) સરસ્વતિ વિદ્યાલયમાં ધોરણ ૧૦માં ભણતી એક વિદ્યાર્થિનીને (Stuednt) નાપાસ કરવાની ધમકી આપી શાળાનાં આચાર્ય રણજીત ઉર્ફે રાકેશ પરમાર...
નવસારી : નવસારી (Navsari) તાલુકાના મોલધરા ગામે ભારે પવનો ફૂંકાતા વૃક્ષો (Tree) ધરાશયી થયા હતા અને ઘણા ઘરોના પતરાઓ ઉડી જતા નુકશાની...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ડાંગમાં ક્યાંક ધોધમાર વરસાદ (Rain) તો ક્યાંક મધ્યમ વરસાદ...
બારડોલી : બારડોલીમાં (Bardoli) ગણેશ વિસર્જન (Ganesh Visarjan) યાત્રામાં બોલાચાલી બાદ બે યુવકોની વચ્ચે મારામારી થતાં ભાગદોડ મચી ગઈ હતી. રેલવે સ્ટેશન...
મુંબઈ: છેલ્લાં કેટલાક સમયથી હિન્દી સિનેમા ઠપ પડી ગઈ હોય તેવી સ્થતિ સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ વર્ષ 2022માં ભૂલ ભૂલૈયા-2 પછી...
મધ્યપ્રદેશ: ગુજરાતના દ્વારકા (Dwarka) અને શારદા પીઠના (Sarada Peeth) શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું (Shankaracharya Swaroopananda Saraswati) રવિવારે નિધન (Death) થયું હતું. તેઓ...
સુરત: રાજ્યમાં શિક્ષકોના પડતર પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરવા 7 જિલ્લાના શિક્ષકો આજે સુરત (Surat) ખાતે એકઠા થયા છે. સુરતમાં રાષ્ટ્રીય શૈક્ષણિક...
મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્રમાં શિવસેનાના (Shivsena) બે જૂથો (ઉદ્ધવ અને શિંદે જૂથ) વચ્ચેની રાજકીય લડાઈ ખતમ થવાનું નામ નથી લઈ રહી. સમાચાર આવી...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
સુરત(Surat): છેલ્લાં ત્રણેક દિવસથી સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) સાંજ પડતા જ ભારે પવન સાથે વરસાદના (Rain) ઝાપટાં પડી રહ્યાં છે. આવી જ સ્થિતિ ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ એરિયાની (Catchment Area) પણ છે. કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ વરસી રહ્યો હોવાના લીધે છેલ્લાં 24 કલાકથી ઉકાઈ ડેમની સપાટીમાં ધીમી ગતિએ પરંતુ સતત ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને હાલમાં ડેમની સપાટી 339.69 ફૂટ છે. જે માત્ર 5 ફૂટનો ઘટાડો દર્શાવે છે. વળી, ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં વરસાદને લીધે ઉકાઈ ડેમમાં પાણીની આવક છેલ્લાં 24 કલાકમાં વધી છે. ગઈકાલે રવિવારે તા. 11મી સપ્ટેમ્બર 2022ના રોજ બપોરે 12 કલાકે ઉકાઈ ડેમની સપાટી 339.41 ફૂટ હતી, જે સોમવારે તા. 12 સપ્ટેમ્બર 2022ના રોજ બપોરે 11 કલાકે 339.69 ફૂટ પર પહોંચી છે. રવિવારે બપોરે 12 કલાકે ઉકાઈ ડેમમાંથી 7761 ક્યૂસેક પાણી તાપીમાં છોડવામાં આવી રહ્યું હતું, જે પાણીની આવક વધતા રવિવારે 11 હજાર ક્યૂસેકથી 15 હજાર ક્યૂસેક કરાયું હતું, પરંતુ ઉપરવાસમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસતા ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી હોય સોમવારે સવારથી ડેમમાંથી 22 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
હથનૂર ડેમમાંથી 85 હજાર ક્યૂસેક પાણીનો આઉટફલો
ઉકાઈના ઉપરવાસમાં જોરદાર વરસાદ પડતા મહારાષ્ટ્રની હદમાં આવેલા હથનૂર ડેમમાંથી આજે સવારે 10 કલાકે 85 હજાર ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવતા ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. દરમિયાન સુરત શહેર અને જિલ્લામાં 16મી સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સુરતની તાપી નદી પર આવેલા કોઝવેની સપાટી પણ વધી છે. કોઝવે પર હાલ 6.26 મીટર સપાટી નોંધાઈ છે.
ઉકાઈમાંથી 1 લાખ ક્યૂસેક પાણી છોડાય તેવી શક્યતા
ઉપરવાસમાં સતત વરસાદને લીધે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી રહી હોય ઉકાઈ ડેમના ફ્લડ સેલના ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયર દ્વારા આજે સવારે સુરત જિલ્લા કલેક્ટર, સુરત મ્યુનિસિપલ કમિશનર, સુરત પોલીસ કમિશનર સહિત સંબંધિત વિભાગના વડાઓને એક એલર્ટ લેટર મોકલવામાં આવ્યો છે. આ લેટરમાં ઉકાઈ ડેમના ફ્લડ સેલના ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયર દ્વારા ઉકાઈ ડેમમાંથી સવારે 10 કલાકે 22,656 ક્યૂસેક પાણી તાપીમાં છોડવામાં આવી રહ્યું છે, અને જે રીતે ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં વરસાદ વરસી રહ્યો છે, તે જોતાં ડેમમાંથી 1 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી શકે છે. સંજોગોને આધીન તે નિર્ણય લેવામાં આવશે. સુરતનું તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી કરી લે તેવી સૂચના પણ ઉકાઈ ડેમના ફ્લડ સેલ દ્વારા આ પત્રના માધ્યમથી આપવામાં આવી છે.