Top News

More Posts

   The Latest

Most Popular

ભરૂચ: વાલીયા (Valiya) તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના (Women) પડોશમાં રહેતી કૌટુંબીક બેન કેટલાય સમયથી બીમાર રહે છે. જેથી બીમાર મહિલાના પતિએ પીડિતા મહિલાને તું ડાકણ (Witch) છે કહી તારા કારણે મારી પત્ની બીમાર રહે છે. એમ કહી પીડિતા પર હુમલો (Attack) કરવા જતાં પીડિતા ઘટના સ્થળેથી જીવ બચાવી ભાગી હતી અને રેસ્ક્યુ માટે 181 નો સંપર્ક કર્યો હતો.ગુરુવારે પીડિતા કૂવામાંથી પાણી ભરવા ગઈ હતી.

હુમલો કરવા જતાં પીડિતા સ્થળ પરથી ભાગી ગઈ હતી
બીમાર મહિલાના પતિએ હથિયાર લઈને અપશબ્દો બોલી પીડિતા બેનને તું ડાકણ છે અને તે જ મારી પત્નીને બીમાર કરી છે. હથિયાર વડે તેમના પર હુમલો કરવા જતાં પીડિતા સ્થળ પરથી ભાગી ગઈ હતી. ત્યારબાદ પીડિતાએ મહિલા હેલ્પલાઈન ૧૮૧ ઉપર મદદ માટે કોલ કર્યો હતો. જેથી કોલ મળતાં જ ૧૮૧ રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચી કાઉન્સિલરે મહિલાને સલામત રીતે બહાર લાવીને સામેવાળા ભાઈને બોલાવી સમજાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આવી રીતે કોઈ મહિલાને તેઓ ડાકણ છે તેમ કહી ના શકાય. તમારા પત્નીને સારા દવાખાને લઇ જઈને દવા કરાવો. ડાકણ કે એવી કોઈ અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન કરવો જોઈએ. જેથી તે ભાઈને તેમની ભૂલ સમજાતાં તેમણે પીડિતાની માફી માંગતાં ૧૮૧ની ટીમે બંને પડોશીઓ સુખદ મિલાપ કરાવ્યો છે.

મહિલાએ પણ 181 માં કોલ કરીને મદદની માંગ કરી
જ્યારે બીજા એક કેસમાં એક 30 વર્ષીય મહિલા બે બાળકો સાથે રહે છે. પરંતુ મહિલાનો પતિ રોજ દારૂ પીને મહિલા ઉપર વહેમ રાખીને અપશબ્દો બોલીને મારઝૂડ કરતો હતો. ઉપરાંત ઘર ચલાવવા માટે રૂપિયા પણ નહિ આપતો અને માનસિક અને શારીરિક હેરાન કરતો હતો. જેથી આ મહિલાએ પણ ૧૮૧માં કોલ કરીને મદદની માંગ કરી હતી. ટીમને કોલ મળતા જ ૧૮૧ની રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચી મહિલાના પતિને નશો કરવાથી તમારો પરિવારને તકલીફ સહન કરવી પડે છે, ઉપરાંત તમારું સ્વાસ્થ્ય બગડતું હોવાનું સમજાવ્યો હતો. જેથી પતિને તેની ભૂલ સમજાતાં તેણે દારૂ પીવાની આદત છોડી દેવાની અને સાથે ફરીથી આવું નહિ કરવાનું જણાવતાં પત્નીને આત્મસંતોષ થયો હતો.

To Top