Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર: (Gandhinagar) સમગ્ર રાજ્યમાં હાલ ઠંડીનો (Winter) ચમકારો જોવા મળી રહ્યો છે. હવે આ ઠંડી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની (Rain) વકી છે. ત્રણ દિવસના કોલ્ડવેવ બાદ આજે ઠંડીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 ડિસેમ્બર થી 26 ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. બીજી તરફ હવામાન અંગેની આગાહીના નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર દરમ્યાન ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદ થશે.

આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના વાતાવરણ પર થશે અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના પૂર્વ, ઉત્તર, મધ્ય, કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ થતાં અને અરબસાગરમાંથી ભેજ આવતા જેની અસર ગુજરાતના ભાગોમાં થશે. 23 ડિસેમ્બરથી વાદળો છવાઈ જવાની શક્યતા રહેશે. રાજ્યના અનેક ભાગોમાં 24 ડિસેમ્બર બાદ માવઠું થવાની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ વચ્ચે તાપમાન ઘટવાની શક્યતાને કારણે ઠંડીનો ચમકારો વધશે એટલે કે ઠંડી અને કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા છે.

બીજી તરફ સમગ્ર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આંશિક અસર જોવા મળશે તેવુ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે. ગુજરાતના અનેક ભાગોમા વાદળછાયુ વાતાવરણ રહેશે. ખાસ કરીને પૂર્વ, ઉત્તર, મધ્ય, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠુ થવાની શક્યતા છે. તો 24 ડિસેમ્બરે પણ માવઠુ થશે. આ માવઠાને કારણે વાતાવરણમાં ઠંડીનુ પ્રમાણ વધશે. સાથે જ ગુજરાતના તાત માટે આ સૌથી ચિંતાજનક સમાચાર છે. માવઠાથી ખેતરોમાં ઉભા રવિ પાકને ભારે નુકસાની થઈ શકે છે. ખેડૂતોને ફરી નુકસાની સહન કરવાનો વારો આવી શકે છે. 

To Top