Business

ભારતની ત્રીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની HCLએ આટલા કર્મચારીઓની છટણી કરી દીધી

નવી દિલ્હી: (New Delhi) ભારતની અગ્રણી ટેકનોલોજી કંપની એચસીએલ ટેક્નોલોજીસ (HCL) Technologies એ વૈશ્વિક સ્તરે તેના ઘણા કર્મચારીઓને (Employee) બહારનો રસ્તો બતાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતની ત્રીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની HCL Technologies એ લગભગ 350 કર્મચારીઓની છટણી કરી છે. કંપની દ્વારા જે કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે તેમાં ગ્વાટેમાલા, ફિલિપાઈન્સ અને ભારતના ઘણા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

  • ભારતની અગ્રણી ટેકનોલોજી કંપની એચસીએલ ટેક્નોલોજીસે વૈશ્વિક સ્તરે તેના ઘણા કર્મચારીઓની છટણી કરી
  • HCLના આ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો જે માઇક્રોસોફ્ટના સમાચાર સંબંધિત પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા
  • કંપનીનો HCL સાથેનો કરાર સમાપ્ત થઈ ગયો છે, હવે આ કોન્ટ્રાક્ટ અન્ય કોઈ કંપનીને આપવામાં આવે તેવી શક્યતા છે
  • કંપની દ્વારા જે કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે તેમાં ગ્વાટેમાલા, ફિલિપાઈન્સ અને ભારતના ઘણા કર્મચારીઓનો સમાવેશ

અહેવાલો અનુસાર HCLમાંથી કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓ માટે કામનો છેલ્લો દિવસ 30 સપ્ટેમ્બર હશે. દિગ્ગજ કંપની દ્વારા લેવામાં આવેલા છટણીના આ પગલાથી આઈટી સેક્ટરમાં મંદી વધવાની શક્યતાઓ વધી છે. માહિતી અનુસાર HCLના આ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો જે માઇક્રોસોફ્ટના સમાચાર સંબંધિત પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપનીની તાજેતરની ટાઉન હોલ મીટિંગમાં આ કર્મચારીઓને દૂર કરવાની માહિતી આપવામાં આવી હતી. જોકે HCLએ છટણી અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.

બીજી તરફ કંપનીના એક કર્મચારીએ પણ કહ્યું છે કે માઇક્રોસોફ્ટને કામની ગુણવત્તાને લઈને થોડી સમસ્યા હતી. કર્મચારીએ કહ્યું કે તેઓ ભારત, યુરોપ અને અમેરિકા જેવા દેશો માટે માઈક્રોસોફ્ટના ન્યૂઝ પ્લેટફોર્મ MSM માટે કંટેન્ટની પસંદગી, એડિટિંગ અને તેનું ફોલોઅપનું કામ કરતા હતા. તાજેતરમાં આ સમગ્ર કાર્યપ્રણાલી સાથે વૈશ્વિક સમાચાર મોનિટરિંગ સ્વચાલિત કરવામાં આવ્યું હતું. તેણે એમ પણ જણાવ્યું કે આના બે વર્ષ પહેલા બીજી કંપની આ કામ કરી રહી હતી.

આ તરફ કેટલાક અન્ય અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કંપનીનો HCL સાથેનો કરાર સમાપ્ત થઈ ગયો છે. હવે આ કોન્ટ્રાક્ટ અન્ય કોઈ કંપનીને આપવામાં આવે તેવી શક્યતા છે. બે વર્ષ પહેલા બ્રુડા મીડિયા જે માઇક્રોસોફ્ટ માટે આવું જ કામ કરી રહ્યું હતું તેણે પણ ડીલના અંતે તેના ઘણા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો.

Most Popular

To Top