Sports

ખુશીના એક ટીપાની ઝંખના વચ્ચે શ્રીલંકામાં આવ્યું લાગણીઓનું ઘોડાપૂર

કોલંબો : કહેવાય છે કે રણમાં (Desert) વરસાદનું (Rain) એક ટીપું પણ રાહત આપે છે. આવું જ કંઈક શ્રીલંકામાં (Srilanka) પણ થયું હતું જ્યારે તેમની ક્રિકેટ ટીમે (Cricket Team) એશિયા કપ ટ્રોફી જીતી હતી અને કટોકટી તેમજ ભૂખથી પિડાતી શ્રીલંકન પ્રજા માટે જાણે કે ખુશીનો એક મહાસાગર લહેરાયો હતો. એશિયા કપની શરૂઆત પહેલા કોઈએ વિચાર્યું પણ ન હતું કે શ્રીલંકા તેની વિજેતા બનશે. શ્રીલંકાએ 8 વર્ષ પછી એશિયા કપમાં ચેમ્પિયન બનીને સાતમી વખત ટ્રોફી જીતી અને હાલની સ્થિતિમાં આ જીત શ્રીલંકાના લોકો માટે આનંદોત્સવથી ઓછી નથી.

  • એશિયા કપ જીતીને સ્વદેશ પરત ફરેલી શ્રીલંકન ટીમને આવકારવા માટે શ્રીલંકન લોકોએ કટુનાયકેથી સિડુઆ, જાએલા, વટ્ટાલા સહિત કોલંબો શહેર સુધી માનવ સાંકળ બનાવી
  • કટોકટી તેમજ ભૂખથી પિડાતી શ્રીલંકન પ્રજા માટે જાણે કે ખુશીનો એક મહાસાગર લહેરાયો
  • શ્રીલંકાએ 8 વર્ષ પછી એશિયા કપમાં ચેમ્પિયન બનીને સાતમી વખત ટ્રોફી જીતી

એશિયન ક્રિકેટનો તાજ જીતનાર લંકન લાયનના હુલામણા નામે જાણીતી શ્રીલંકાની ક્રિકેટ ટીમ આજે મંગળવારે સવારે 4.40 વાગ્યે કાટુનાયકે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરીને શ્રીલંકન ધ્વજ લહેરાવતા હજારો રમતપ્રેમીઓના ઉલ્લાસ વચ્ચે સ્વદેશમાં પ્રવેશી હતી. કટુનાયકેથી કોલંબો શહેર સુધી સિડુઆ, જાએલા, વટ્ટાલા, પેલિયાગોડા શહેરો સુધી માનવ સાંકળની જેમ લાઇન લગાવીને, રમતપ્રેમીઓએ ક્રિકેટ હીરોને પ્રોત્સાહિત કર્યા હતા. આ દરમિયાન અભિનંદનના બેનરો વચ્ચે સતત ફટાકડા ફૂટવાનો અવાજ, તાળીઓના ગડગડાટ સંભળાતા રહ્યા હતા. એશિયન ક્રિકેટ ચેમ્પિયન્સ ડબલ-ડેકર ઓપન-એર બસની બંને બાજુએ લાઇનમાં ઉભા હતા અને આનંદી સ્મિત સાથે બંને બાજુના લોકોનો આભાર વ્યક્ત કરતાં દેખાયા હતા. વહેલી સવારે કટુનાયકે પહોંચેલી શ્રીલંકાની ટીમનું રમતગમત અને યુવા બાબતોના રાજ્ય મંત્રી રોહાના દિસાનાયકે, શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમ્મી સિલ્વા, સ્પોર્ટ્સ ડાયરેક્ટર જનરલ અમલ એદિરીસૂર્યા, શ્રીલંકન ક્રિકેટના ઉપપ્રમુખ જયંતા ધર્મદાસા, દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top