મણી રત્નમની દિગ્દર્શક તરીકેની 27મી ફિલ્મ ‘પોન્નિયીન સેલ્વન-1’ રજૂ થઇ રહી છે. તેમણે જે ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે યા ફકત નિર્માણ પણ...
૧૯૯૮માં સીતારામ કેશરીની કોંગ્રેસ પ્રમુખ તરીકે અપમાનજનક રીતે હકાલપટ્ટી કરીને શ્રીમતી સોનિયા ગાંધીને પક્ષની સત્તા સોંપવામાં આવી ત્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન પી.વી....
દૃશ્ય પહેલુંએક સોસાયટીના ગાર્ડનમાં બે પડોશણો વાતો કરી રહી હતી.હેમાએ કહ્યું, ‘સ્નેહા, લાગે છે મારું વજન થોડું થોડું કરતાં ઘણું વધી ગયું...
રાધિકાને નસીબદાર તો ગણવી જોઇએ. ‘વિક્રમ વેધા’માં તે સૈફ અલી ખાનની પત્ની તરીકે જોવા મળશે. રાધિકાએ ધાર્યુ ન હશે પણ તે શરૂથી...
સુરત(Surat): વડાપ્રધાન મોદી આજે સુરતની મુલાકાતે આવ્યા છે. તેઓ સુરતવાસીઓને વિવિધ વિકાસનાં કાર્યોની ભેટ આપી હતી. તેમજ તેઓએ રોડ શો કરી લીંબાયતમાં...
ગયા અઠવાડિયે બે ઘટના બની. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત દિલ્હીમાં મસ્જીદ અને મદરસાની મુલાકાતે ગયા અને ત્યાં તેમણે મૌલવીઓ સાથે...
જમ્મુ કાશ્મીર(Jammu Kashmir): કાશ્મીરના ઉધમપુરમાં ડોમેલ ચોક ખાતે પેટ્રોલ પંપ(Petrol Pump) પાસે ઉભેલી પેસેન્જર બસ(Bus)માં રાત્રે વિસ્ફોટ(blast) થયો હતો. જેમાં બે લોકો...
આખરે કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મુકી જ દીધો. કેન્દ્ર સરકારે પ્રતિબંધ મુકતા હવે પીએફઆઈ દ્વારા...
ગુજરાતી ફિલ્મોદ્યોગ માટે આ ગૌરવનો સમય છે કે નહીં તે ખબર નથી પણ ગુજરાતી ફિલ્મ માટે આ ગૌરવનો સમય જરૂર છે. પાન...
અપૂર્વા અરોરા હકીકતે તો સ્મોલ સ્ક્રિન રોમાન્સ કરે છે અને સાથે સાથે જ ફિલ્મો માટે તૈયાર રહે છે. 2011માં તે ‘બબલ ગેમ’માં...
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ઉલ્ટી ગિનતી શરૂ થઇ ચૂકી છે. અમુક વર્ષ પછી આપોઆપ ગમે તેવો શો હોય તો ય તે...
કોઇ કાયમી સ્ટાર નથી. બે ફિલ્મોથી ટોપ પર આવી જનારા ત્રીજી ફિલ્મથી વળી સ્ટ્રગલર બની શકે છે. અત્યારે શ્રધ્ધા કપૂર, અનુષ્કા શર્મા...
ઐશ્વર્યા રાય – બચ્ચન હજુ પણ બ્યુટીફૂલ છે એવું હિન્દી ફિલ્મવાળા નથી માનતા પણ મણી રત્નમ માને છે. ઐશ્વર્યાની વેલ્યુ સમજવા માટે...
ઋતિક રોશનની ઇમેજ એક ટૉપ કલાસના સ્ટાર તરીકેની છે પણ અત્યારે તેની એ ઇમેજ હોલ્ટ પર મુકાયેલી છે. ‘વિક્રમ વેધા’ વડે તેણે...
તિરૂવનંતપૂરમ : બુધવારે અહીં રમાયેલી પ્રથમ ટી-20 ઇન્ટરનેશનલમાં (T20 International) ઝડપી બોલર અર્શદીપ સિંહ અને દીપક ચાહરની વેધક સ્વીંગ બોલીંગ વચ્ચે કેશવ...
અમદાવાદ : પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ થી શરૂ કરવામાં આવેલી કોંગ્રેસની માતા કે દ્વાર યાત્રા આજે કાગવડ ખોડલધામ પહોંચી હતી. જ્યાં ખોડલધામના...
સુરત: સુરતના (Surat) કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટને (Customs Notified Airport) સરેરાશ એક લાખથી વધુ પેસેન્જર (Passenger) મળી રહ્યાં હોવા છતાં સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ...
સુરત: સુરત (Surat) શહેર માટે અતિ મહત્વના તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Tapi Riverfront Development Project) માટે વર્લ્ડ બેંકની (World Bank) ટીમ સુરત...
સુરત : પાંડેસરા (Pandesara) પ્રેમનગરમાં રહેતા અને મુળ મહારાષ્ટ્રના વતની 25 વર્ષિય યુવાને સગાઇ થયાના છ મહિનામાં જ ગળે ફાંસો ખાઇ જીવન...
સુરત : સરથાણામાં બે અજાણ્યાઓએ રસ્તે (Road) ચાલતા જતા એક વૃદ્ધને અટકાવીને ‘આગળ ચેકીંગ શરૂ છે, તમારા દાગીના કાઢી નાંખો’ તેમ કહીને...
સુરત : કતારગામના (Katargam) ઉત્કલનગરમાંથી કતારગામ પોલીસે (Police) બંધ ઝૂંપડપટ્ટીના ચોરખાનામાંથી પોલીસે રૂા.30.58 લાખની કિંમતનો 305 કિલો ગાંજો (Cannabis) પકડી પાડ્યો હતો....
સુરત : મહિધરપુરામાં (Mahidharpura) જ્વેલર્સનું ગોડાઉન ધરાવતા વેપારીને ત્યાં કામ કરતો કારીગર જ ચાર દિવસ પહેલા રૂા.9 લાખની કિંમતના દાગીના ચોરીને જતો...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) ત્રણ દિવસની ધામા નાંખી નિરીક્ષણ કરવા આવેલી નેકની (NAAC) પીયર ટીમે આજે વિદાય લેતા સાથે...
સુરત: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જૂન-2022માં લેવામાં આવેલી કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ એટલે કે સીએમએની (CMA) ફાઇનલ અને...
દમણ : સંઘપ્રદેશ દમણ (Daman) એક્સાઈઝ વિભાગ દ્વારા પ્રદેશના વિવિધ વિસ્તારોમાં અવૈદ્ય અને ગેરકાયદે દારૂની (Alcohol) હેરાફેરી તથા તેના વેચાણ કાર્ય કરનારાઓ...
સુરત: (Surat) આશરે અઢી વર્ષ બાદ સુરત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા આવતીકાલે સુરતમાં રૂ.૩૪૭૨.૫૪ કરોડના વિવિધ ૫૯ વિકાસકાર્યોનું...
વ્યારા: સોનગઢ (Songadh) તાલુકામાં પીવાનું પાણી (Drinking Water) પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગ, વાસ્મોની કચેરી ઉપરાંત ટ્રાઇબલની કચેરીમાંથી કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા...
ભરૂચ : છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેરના વોર્ડ નંબર-૯માં આવેલા કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં પાલિકાના વોટર વર્કસ કમિટી દ્વારા પાણી પુરવઠો આપવામાં આવે...
જંબુસર : જંબુસરમાં (Jambusar) આગામી તા.૧૦મી ઓક્ટોબરે પ્રધાનમંત્રી (PM) દેશના પહેલા બલ્ક ડ્રગ્સ પાર્કનું ભૂમિપૂજન કરવાના છે. જોકે તે પહેલા જ ૬...
દેલાડ: ઓલપાડ (Olpad) તાલુકાના સાયણ ટાઉનમાં ફરી તસ્કરો પેધા પડ્યા છે. સાયણ (Sayan) ટાઉનમાં ત્રણ અજાણ્યા તસ્કરોએ ગોથાણ રેલવે સ્ટેશન (Railway Station)...
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
મણી રત્નમની દિગ્દર્શક તરીકેની 27મી ફિલ્મ ‘પોન્નિયીન સેલ્વન-1’ રજૂ થઇ રહી છે. તેમણે જે ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે યા ફકત નિર્માણ પણ કર્યું છે ત્યારે તે ફિલ્મ તેમણે જ લખી છે. જે પોતે લેખક પણ હોય તે દિગ્દર્શન કરવા પહેલાં આખી ફિલ્મ જોઇ શકે છે. મણી રત્નમની ફિલ્મો શા માટે પ્રેક્ષકો પર પકડ ધરાવે છે તેનું આ એક ઉદાહરણ છે. ‘પોન્નિયીન સેલ્વન-1’ બની છે તમિલ ભાષામાં પણ હિન્દી સહિત કુલ પાંચ ભાષામાં રજૂ થઇ રહી છે. આ અઠવાડિયે દક્ષિણની જ ‘વિક્રમ વેધા’ની રિમેક પણ રજૂ થાય છે એટલે કહી શકો કે દક્ષિણની બે ફિલ્મો રજૂ થઇ રહી છે અને નવરાત્રિ શરૂ થવા છતાં તેઓ પ્રેક્ષકો મેળવી લેશે એવી આશા છે.
રાજા-રાણીની વાર્તા છે અને મણી રત્નમ છે તો ભવ્યતા સાથે તેમાં ઉંડાણ પણ હોવાની આશા રાખી શકાય. તેમણે ‘રાવણ’ જેવી નિષ્ફળ ફિલ્મ જરૂર બનાવેલીપણ તેમની સફળ ફિલ્મોનો આંકડો મોટો છે. હિન્દીમાં તેમનો પહેલો પરિચય ‘નાયકન’ની રિમેક ‘દયાવાન’થી થયેલો પણ તેમની પહેલી ફિલ્મ ‘પલ્લવી અનુ પલ્લવી’માં અનિલ કપૂર અને લક્ષમી અને કિરણ વૈરાલે હતા. મણી રત્નમ આ પહેલી ફિલ્મથી જ પ્રેક્ષકોમાં જાણીતા થઇ ગયેલા. ત્યાર પછી તો તેમની ઘણી ફિલ્મો પરથી હિન્દી ફિલ્મો બની છે.
‘મૌના રાગમ’ પરથી ‘કસક’ બનેલી તેમાં રિશી કપૂર, નીલમ કોઠારી, ચંકી પાંડે હતા. એ ‘દયાવાન’ પહેલાની રિમેક છે. ‘અગ્નિ નચથીરમ’ પરથી ‘વંશ’, ‘ગીથાંજલી’ પરથી ‘યાદ રખેગી દૂનિયા’, ‘અંજલી’ ફિલ્મ હિન્દીમાં ડબ થઇ રજૂ થયેલી જે રીતે ‘રોજા’ રજૂ થયેલી. ‘થલપથી’ તો તેમની બહુ જ જાણીતી ફિલ્મ જેના રિમેકના અધિકાર ભરત શાહે મેળવેલા. આ ફિલ્મને ટાઇમલેસ માસ્ટરપીસ ગણાય છે. આ બધી ફિલ્મો પછી હિન્દીના પ્રેક્ષકો તેમની ફિલ્મોને રિમેક તરીકે જોવાના બદલે ઓરીજિનલ જ જોતા એટલે જ ‘બોમ્બે’ ને પણ સફળતા મળેલી.
પણ મણી રત્નમે સીધી હિન્દીમાં ‘દિલ સે’, ‘સાથિયા’, ‘યુવા’, ‘ગુરુ’, ‘રાવન’, ‘ઓકે જાનુ’ બનાવી પણ ‘પોન્નીયીન સેલ્વન-1’ ડબ્ડ સ્વરૂપે જ જોવા મળશે. આ શીર્ષકનો અર્થ થાય છે પોન્નીનો દિકરો. આ એક એપિક પિરીયડ એકશન ફિલ્મ છે. ફિલ્મમાં પોન્નીયીન સેલ્વન છે જયરામ રવિ જયારે રાજાની ભૂમિકા વિક્રમે અને રાણીની ભૂમિકા ઐશ્વર્યા રાયે ભજવી છે. આ ફિલ્મમાં એવા અનેક છે જે સાઉથમાં મોટા સ્ટાર છે અને તેમાં શોભિતા ધૂપેલીયા પણ પ્રિન્સેસ તરીકે દેખાશે. મણી રત્નમની આ ફિલ્મમાં ફરીવાર એ.આર. રહેમાનનું સંગીત છે. એ.આર. રહેમાનને આખા ભારતમાં વિખ્યાત કરનાર ફિલ્મો મણીની જ છે. 500 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ મણી રત્નમને ફરી પ્રશંસા મેળવી આપશે.
આ એવી પ્રથમ તમિલ ફિલ્મ છે જે આઇમેકસ ફોર્મેટમાં રજૂ થશે. આ ફિલ્મ કેટલી મોટી છે તેનો અંદાજ એ વાતથી પણ સ્પષ્ટ થશે કે એમેઝોન પ્રાઇમ વિડીયોએ તેના ડિજીટલ સ્ટ્રિમિંગના અધિકાર 125 કરોડ રૂા. આપી ખરીદયા છે. મણી રત્નમ કહે છે કે આ પહેલો ભાગ ભજૂ થશે તેના છથી નવ મહિનામાં જ બીજો ભાગ રજૂ કરીશું. ચૌલા વંશની કથા રજૂ કરતી આ ફિલ્મ જો સફળ જશે તો ફરી હિન્દી ફિલ્મો બનાવનારા મુંબઇના નિર્માતા-દિગ્દર્શક માટે પડકાર ઊભો થશે. લાગે છે હમણાં પછડાટનો સમય છે. પ્રેક્ષકો તો ફિલ્મ જોશે. ભલેને કોઇ પણ ભાષામાં બની હોય.•