એક દિવસ જીનલ શાળામાંથી રડતી રડતી આવી અને ઘરે આવીને તો તેણે પોક જ મૂકી.બધાં તેને ઘેરી વળ્યાં અને પૂછવા લાગ્યાં. શું...
‘ખેલદિલી ’શબ્દ ‘ખેલ’ ઍટલે કે રમત સાથે સંકળાયેલો છે. રમતમાં અને રમતવીરમાં અપેક્ષિત ઍવી ઉદારતા અને મનનું ખુલ્લાપણું આ શબ્દ દ્વારા વ્યક્ત...
ચીનના સામ્યવાદી પક્ષની ૨૦મી કોંગ્રેસ અત્યારે બીજિંગમાં ચાલી રહી છે જેમાં ચીનના નેતા શી ઝિંગપીંગે અખંડ ચીનની રચના કરવાનું વચન આપ્યું હતું....
આખરે 24 વર્ષ બાદ કોંગ્રેસને ગાંધી પરિવારની બહારના રાષ્ટ્રીય પ્રમુખ મળશે. કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી મલ્લિકાર્જૂન ખડગે જીતી ગયા છે અને તેઓ કોંગ્રેસના...
સુરતઃ આર્મીના નામે ખોટી ઓળખ આપીને કુલ ૩૫ આર્મીના જવાનોનું (Army personnel) મેડિકલ ચેક અપ (Medical check Up) કરાવવાનું કહી ઓનલાઈ (Online)...
સુરત : દેશમાં જાણીતી મયંત્રા (Mantra) ઓન લાઇન (On line) શોપીંગ (Shoping) સાઇટના સ્થાનિક છ જેટલા કર્મચારીઓ દ્વારા કંપનીનો ગ્રાહકો દ્વારા પરત...
સુરત: રાંદેર ખાતે રહેતા 80 વર્ષીય વૃદ્ધાને (Old Men) તેમની પાસે 18 લાખની સોનાની બિસ્કીટ (Golden Biscuits) છે, જે 11 લાખમાં વેચવાની...
સુરત: સુરત શહેર ડાયમંડ સીટી, ટેક્સટાઈલ સીટી, ક્લીન સીટી, ગ્રીન સીટીની સાથે સાથે બ્રીજ સીટી (Bridge City) તરીકે પણ ઓળખાય છે. સુરત...
સાપુતારા : ગિરિમથક સાપુતારાનાં (Saputara) નવાગામ ખાતેનાં રહીશ ગિરીશભાઈ પટેલે પોતાની બલેનો કારને રિપેર માટે સાપુતારાનાં ગેરેજમાં મૂકી હતી. ગેરેજવાળો બુધવારે બલેનો...
વલસાડ: ધરમપુર (Dharampur) એસટીમાં (ST) ફરજ બજાવતા કંડકટર (Conductor) પાસે રજા મંજૂરી માટે રૂ.200ની લાંચ લેતા ધરમપુર એસટી ડેપોનો આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર...
સાઉદી અરેબિયામાં (Saudi Arabia) એક અમેરિકી નાગરિકને (US Citizen) વિવાદાસ્પદ ટ્વિટ કરવા બદલ 16 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અમેરિકી નાગરિકના...
શું તમે પણ ડોગ લવર (Dog Lover) છો? જો તમારી પાસે ઘરે પાલતુ પ્રાણી છે, તો થોડા દિવસની ટ્રિપ (Trip) પર જવું...
ઝઘડિયા: ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં (GIDC) આવેલી ડી.સી.એમ. (DCM Company) કંપનીમાંથી ૨૦.૯૭ લાખનો કોસ્ટિક સોડા (Caustic soda) લઇ મુંબઈ ખાતે નીકળેલા ટ્રકના ચાલકે બારોબર...
ભારતને કુદરત તરફથી ઘણી ભેટો (Gift) મળી છે, નદીઓ, તળાવ, ધોધ, પર્વતો, ઉચ્ચપ્રદેશ, દરિયાકિનારા અને સપાટ મેદાનો આપણને સશક્ત કરે છે. એવા...
ભરૂચ: આમોદના દેણવા ગામે પોલ્ટ્રી ફાર્મ (Poultry Farm) પાસે જાહેરમાં આવી ચઢેલા મગરને (Crocodile) જોઈ ગામલોકો ભયભીત બની ગયા હતા. જેથી દેણવા...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ ગાંધીનગર (Gandhinagar) મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સ્પો 2022નું ઉદઘાટન કર્યું હતું. પીએમ...
ગાંધીનગર : સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને તેમની ટીમ આજથી ગુજરાતના (Gujarat) બે દિવસના પ્રવાસે છે. આવતીકાલે એટલે કે 20 ઓક્ટોબરના...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ જૂનાગઢ (Junagadh) ખાતેથી જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાનાં રૂ.4155.17 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ...
અંકલેશ્વર, ભરૂચ: અંકલેશ્વરના (Ankleshwar) કાપોદ્રામાં પરિણીત મહિલા સાથેના પ્રેમસંબંધની (love Affair) શંકા રાખીને મહિલાના પતિ અને સાળાએ ઉમરવાડા ગામની સીમ પાસે તીક્ષ્ણ...
ગાંધીનગર : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી આવતીકાલે એકતાનગર (કેવડિયા) ખાતે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ (Lifestyle for Environment) અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં...
ગાંધીનગર : ડિફેન્સ એક્સ્પો 2022નું (Defense Expo 2022) ઉદઘાટન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પીએમ (PM) નરેન્દ્ર મોદીનું ગુજરાતીમાં (Gujarati) સ્વાગત (Welcome) કરતા...
કોંગ્રેસના (Congress) નવા અધ્યક્ષ (President) પદને લઈને ચાલી રહેલી ખેંચતાણનો અંત આવ્યો છે. પાર્ટીને 24 વર્ષ બાદ પ્રથમ બિન-ગાંધી અધ્યક્ષ મળ્યો છે....
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ આજે સવારે ગાંધીનગર (Gandhinagar) નજીક અડાલજ ત્રિમંદિર ખાતે દેશના સૌથી મોટા શાળાકીય શિક્ષણ અભિયાન – ૧૦,૦૦૦...
આકાશગંગાની (Galaxy) ઉત્પત્તિ અંગે સંશોધન કરતા ખગોળશાસ્ત્રી (Astronomer) ઓએ કદાચ આપણી આકાશગંગાનું ‘હૃદય’ શોધી કાઢ્યું હશે. આ હૃદય (Heart) એ પ્રાચીન ન્યુક્લિયસ...
સોશિયલ મીડિયાનો (Social Media) જમાનો ખૂબ ઝડપથી આગળ વઘી રહ્યો છે. લોકો પોતાની ભાવનાઓ વ્યકત કરવા માટે શબ્દ (Word) કરતા ઈમોજીનો (Emoji)...
મોસ્કોઃ (Moscow) રશિયાના (Russia) રાષ્ટ્રપતિ (President) વ્લાદિમીર પુતિને (Vladimir Putin) યુક્રેન સાથે જોડાયેલા ચાર પ્રદેશોમાં માર્શલ લૉ લગાવી (Martial Law) દીધો છે....
વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે કયા મનુષ્યો મચ્છરો (Mosquitoes) પ્રત્યે વધુ આકર્ષાય છે. મચ્છર કોની પાછળ વધુ પડે છે? તમે કોનું લોહી...
નવી દિલ્હી: કોઈકને કોઈક પ્રસંગે આપણને સૌને ભેટ (Gift) તો મળી જ છે. આ ભેટનો આપણે સૌ કોઈકને કોઈક જગ્યાએ ઉપયોગ કરીએ...
કોંગ્રેસના (Congress) સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બુધવારે કહ્યું હતું કે કોંગ્રેસમાં અધ્યક્ષ “સર્વોચ્ચ સત્તા” છે અને (પક્ષના) આગળના સ્ટેન્ડ અંગે નિર્ણય...
નવી દિલ્હી: (New Delhi) આ વર્ષે ફરી એકવાર દિલ્હીમાં દિવાળી (Diwali) પર ફટાકડા (Crackers) ફોડવાની મંજૂરી નથી. વધતા પ્રદૂષણને (Pollution) જોતા છેલ્લા...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
એક દિવસ જીનલ શાળામાંથી રડતી રડતી આવી અને ઘરે આવીને તો તેણે પોક જ મૂકી.બધાં તેને ઘેરી વળ્યાં અને પૂછવા લાગ્યાં. શું થયું, શું થયું? જીનલ હોંશિયાર છોકરી હતી અને સ્પોર્ટ્સમાં પણ અવ્વલ, પણ આજે સ્પોર્ટ્સના સીલેકશનની દોડમાં તે ચોથી આવી; એટલે ઇન્ટર સ્કુલ સ્પર્ધા માટે તેનું સિલેકશન ન થયું એટલે તે રડી રહી હતી.જીનલે રડતાં રડતાં બધી વાત કરી.તે બોલી, ‘તેને ખબર ન હતી કે આજે સિલેકશન છે. હવે મને કોઈ ચાન્સ નહિ મળે. છેક આવતા વર્ષે ચાન્સ મળશે, તેમાં પણ સિલેક્ટ થઈશ કે પછી આજ જેવું થશે, ખબર નથી.’તે બોલતી રહી અને રડતી રહી અને મમ્મી તેને શાંત કરતી રહી. થોડી વારે જીનલ શાંત થઇ એટલે દાદાએ કહ્યું, ‘બેટા, હવે રડીને કે કોઈ પણ કારણ કે બહાનાં કાઢીને કોઈ અર્થ નથી.’હજી દાદા કંઈ કહે તે પહેલાં જીનલ ફરી રડવા લાગી.દાદા બોલ્યા, ‘અરે બેટા, મારી વાત સાંભળ.ચલ, મારી સાથે ગાર્ડનમાં ચલ.’
દાદા જીનલને લઈને ગાર્ડનમાં ગયા.ધીમે ધીમે ચાલતા હતા અને પોતાના શાળાજીવનની વાત કરતા હતા.ત્યાં એક ફૂલ ડાળી પરથી ખરીને નીચે પડ્યું.જીનલે તે ફૂલ તરત જ હાથમાં લઇ લીધું અને દાદાને કહ્યું, ‘દાદા, જુઓ કેટલું સુંદર ફૂલ છે.’દાદા બોલ્યા, ‘સરસ છે.ચલ તેને ડાળી પર ફરી જોડી દે..’જીનલ હસવા લાગી અને બોલી, ‘દાદા, એક વાર જો ફૂલ ડાળીથી ખરીને છૂટું પડી જાય, પછી તેને કંઈ પાછું ડાળી પર લગાવી ન શકાય.’દાદા બોલ્યા, ‘બરાબર છે તારી વાત.તો શું હવે ડાળી ફૂલ છૂટું પડીને ગયું એટલે રડશે?’ જીનલ બોલી, ‘ના દાદા, ડાળી શું કામ રડે? તેની પર તો બીજું નવું ફૂલ ખીલશે થોડા સમયમાં …’
દાદા બોલ્યા, ‘વાહ મારી દીકરી, તું તો બહુ સમજદાર છે તો પછી તું હમણાં કેમ રડતી હતી?’ જીનલને કંઈ સમજાયું નહિ. તે દાદા સામે જોઈ રહી.દાદા બોલ્યા, ‘જો બેટા, એક વાર ફૂલ ડાળી પરથી ખરી જાય અને છૂટું પડી જાય તો પાછું જોડી શકાય નહિ.તેમ એક વાર મોકો, તક , સમય હાથમાંથી સરી તો ફરી જલ્દી મળે નહિ તે સાચું, પણ જેમ ડાળી અને છોડ મજબૂત હોય, લીલોછમ હોય, તો ડાળી પર નવું ફૂલ ચોક્કસ ખીલે, તેમ જો ઈચ્છાશક્તિ જીવંત હોય અને મહેનત મજબૂત હોય તો ફરી મોકો કે તક અવશ્ય મેળવી શકાય.એટલે તું રડવાનું અને ખોટાં ખોટાં કારણો બતાવવાનું છોડીને તારી ઈચ્છાશક્તિ જીવંત રાખ, મહેનત કર ,રોજ કસરત કર ,ખાવામાં શિસ્ત રાખ, રોજ દોડવાની પ્રેક્ટીસ કર તો ચોક્કસ બીજો મોકો તને મળશે.’ જીનલ દાદાની વાત સમજી ગઈ અને મનમાં આખું વર્ષ મહેનત કરી આવતા વર્ષે જીતવાનું નક્કી કર્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.