Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતનો (Gujarat) પ્રવાસ પૂર્ણ કરીને ગયા, તેવામાં આજથી કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે રાત્રીથી જ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. તેઓ તા.૨૬મી ઓકટો. સુધી ગુજરાતમાં રહેશે, પ્રદેશ ભાજપના (BJP) કાર્યકરોની સાથે દિવાળી પણ ઉજવશે, એટલું જ નહીં ચાર ઝોનમાં ભાજપના જિલ્લા સંગઠ્ઠનની સાથે મહત્વની બેઠકો પણ કરશે. જેમાં ઉત્તર ગુજરાત ઝોનની બેઠક પાલનપુરમાં, મધ્ય ગુજારતની બેઠક વડોદરામાં યોજાશે. સૌરાષ્ટ્ર ઝોનની બેઠક સોમનાથ તથા દક્ષિણ ગુજરાત ઝોનની બેઠક વલસાડમાં કરશે. આ બેઠક દરમ્યાન ચૂંટણીની રણનીતિની ચર્ચા તથા સંબોધન કરશે.

To Top