Top News

More Posts

   The Latest

Most Popular

તાજેતરના ભાર્ગવ પંડયાના સોની ફળિયા વિસ્તારની સમસ્યા સભરનું ચર્ચાપત્ર યથાર્થ છે. મનપાનું દબાણ ખાતું અને શહેર ટ્રાફિક પોલીસ આ અંગે ઘટતુ કરશે એવી અપેક્ષા સાથે થોડી વિસ્તૃત ચર્ચા રજૂ કરું છું, વર્ષો પહેલા આજ સોનીફળિયા મેઈનરોડને ‘સેમી રાજમાર્ગ’ના નામે કંઈ કેટલીય દુકાનો-મકાનોનું ડિમોલેશન થયુ…. ચોર્યાસી ડેરી – જુના અંબાજી રોડથી લઈને સરિયામ ચોકબજાર ગાંધી બાગ તરફે જવાના માર્ગે આજની તારીખે પણ તમામ ત્રણ-ચાર રસ્તાઓ આસપાસ ટ્રાફિકની અડચણો અકબંધ નજરે પડે છે. લારી-ગલ્લા, ભંગારિયા ના કચરા તેમજ ધૂળખાતા વાહનોના ખડકલા બધુ જેમને તેમ જ રહેલ છે.

દુકાનદારોના દબાણો પણ જાહેર માર્ગ ઉપર માથાના દુ:ખાવા સમાન લાગે છે, જાણે…. કોઈ રોક ટોક કરનાર ‘જ આ’ શહેરમાં નથી, તમામ શેરીના નાકા ઉપર વાહનોના ટોળા અને પાર્કિંગની એકી બેકી તારીખોના નિયમો તો જાણે, અહિં લાગુ પાડવાનો જ નથી ?? રાહદારીઓ – સિનીયર સીટિઝનો – મહિલા- બાળકો માટે તો હવે સોની ફળિયા મેઈનરોડ સદંતર જોખમી બનતો જાય છે. સત્તાધીશો…જાતજાતના જાહેરમાર્ગેા ચાલતા નિકળીને અડચણોનો જાત અનુભવ એકવાર જરૂર કરે. આ વિસ્તારના જાહેર સેવકો – કોર્પોરેટરોને પણ સદર જાહેર ફરિયાદ સ્વરૂપ ચર્ચાપત્રને ધ્યાને લઈ લોકસુવિદ્યા હેતુ કર્તવ્યપાલન કરશે એવી અપેક્ષા છે.
સુરત     – પંકજ શાં. મહેતા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top