Top News

More Posts

   The Latest

Most Popular

સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે દુબઇ ખાતે ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે પહોચ્યા હતા. એટલું જ નહીં તેમણે દુબઇ વર્લ્ડ એક્સપોમાં યુએઈ પેવેલિયનની મુલાકાત લીધી હતી એટલુ જ નહીં યુએઈના મંત્રી શેક નહ્નાન બિન મબારક અલ નહ્નાન સાથે મુલાકાત પણ કરી હતી. આ ઉપરાંત સાંજે તેમણે યુએઈના અલ્ફનાર ગ્રુપના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર મિશલ અલ મુલ્તાક સાથે પણ વન ટુ વન બેઠક યોજી હતી.

મુખ્યમંત્રી તેમના દુબઇ પ્રવાસના પ્રથમ દિવસે શ્રેણીબદ્ધ કાર્યક્રમો અંતર્ગત ઓબેરોય હોટલમાં યુ.એ.ઇ ના આઠ જેટલા અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક યોજવાના છે અને ગુજરાતમાં રોકાણ સંભાવનાઓ સંદર્ભે ચર્ચા-પરામર્શ કરવાના છે.

આ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકોમાં ડી.પી વર્લ્ડ, શરાફ ગૃપ, અસફનાર ગૃપ, એસ્ટર ડી.એમ હેલ્થકેર, કોનરેસ, એમાર પ્રોપર્ટીઝ સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે. ભૂપેન્દ્ર પટેલ આજે બુધવારે સાંજે ઓબરોય હોટલમાં આયોજિત રોડ-શૉ માં ઉપસ્થિત વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરશે. આ રોડ-શૉ માં યુ.એ.ઇ ખાતેના ભારતીય રાજદૂત સંજય સુધિર વિશેષ ઉપસ્થિત રહેશે.

સીએમ અને ગુજરાત પ્રતિનિધિમંડળ અબુધાબીમાં નિર્માણાધિન બી.એ.પી.એસ મંદિરની તથા શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદની પણ મુલાકાત લેશે. મુખ્યમંત્રીશ્રીના વડપણ નીચે દુબઇની મુલાકાત પૂર્ણ કરી આ પ્રતિનિધિમંડળ ગુરૂવાર તા. ૯મી ડિસેમ્બરે મોડી રાત્રે ગુજરાત પરત આવશે

To Top