Gujarat

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે નગરપાલિકા પ્રમુખની પૂછપરછમાં થયા મોટા ખુલાસા

મોરબી: મોરબી બ્રિજ અકસ્માત(Morbi Bridge Accident) અંગે પોલીસ(Police) એક્શનમાં છે. વિપક્ષના દબાણ અને સરકાર પર સતત સવાલો ઉઠવા વચ્ચે આ મામલે તપાસ સઘન બનાવી દેવામાં આવી છે. જેને લઇ પોલીસે મોરબી શહેરના નગરપાલિકા પ્રમુખની(Municipality President)ચાર કલાક પૂછપરછ(inquiry) કરી હતી. આ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ સંદીપસિંહ ઝાલાને બ્રિજના નવીનીકરણ માટે ગુજરાત સ્થિત ઘડિયાળ બનાવતી કંપની ઓરેવા સાથે થયેલા કરાર અંગે પૂછપરછ કરવામાં આવી હતી.

કોન્ટ્રાક્ટરે સમારકામનાં નામે કર્યું બ્રિજ પર પેઇન્ટિંગ અને પોલિશ
સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો દર્શાવે છે કે સમારકામના કામ માટે નિયુક્ત કરાયેલા કોન્ટ્રાક્ટરો આવા કામ માટે લાયક ન હતા. પેટા કોન્ટ્રાક્ટરે ફક્ત નવીનીકરણ માટે કેબલને પેઇન્ટિંગ અને પોલિશ કર્યું હતું. પેઢીને સંપૂર્ણપણે અયોગ્ય જાહેર કરવામાં આવી હતી, તેને 2007માં કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો હતો. પોલીસે ઝાલાને પૂછપરછ દરમિયાન પૂછ્યું કે શું ઓરેવા સાથેના કરાર પર હસ્તાક્ષર કરતી વખતે નાગરિક સંસ્થાએ નક્કી કર્યું હતું કે પુલ કેટલા લોકો ક્ષમતા ધરાવે છે.

ધરપકડ પર ઉભા થયા સવાલો
તપાસકર્તાઓએ આ બાબતે જણાવ્યું હતું કે કોઈપણ બિડિંગ પ્રક્રિયા વિના સીધા ઓરેવા સાથે કરાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ આ કેસમાં અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડ સહિત ઓરેવા ગ્રુપના ટોચના સ્થાને બેઠેલા લોકોની ધરપકડ ન કરવા બદલ પોલીસની પણ ટીકા થઈ રહી છે. આ કેસમાં અત્યાર સુધી જે નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે તે ઓરેવાના કેટલાક કર્મચારીઓ અને સુરક્ષા ગાર્ડ છે, જેમને પુલ પર ભીડને નિયંત્રિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. વિપક્ષે પણ આ અંગે અનેક સવાલો ઉઠાવ્યા છે.

પોલીસે આરોપોને નકારી કાઢ્યા હતા
જો કે પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા છે. પોલીસનું કહેવું છે કે તેઓ કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા નથી, પરંતુ વાસ્તવમાં નાગરિક સંસ્થા અને એક પેઢી વચ્ચેના કરારના મૂળને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે જેને આવા પ્રોજેક્ટનો કોઈ અનુભવ નથી. મોરબી પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે તેઓ દરેક પાસાઓની તપાસ કરી રહ્યા છે. અમે ઘટનાની શરૂઆતથી લઈને ઘટના બની ત્યાં સુધી બધું શોધી રહ્યા છીએ. દોષિત તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે.

બ્રિજ અંગે અનેક મોટા ખુલાસા
જણાવી દઈએ કે, ગુજરાતના મોરબી બ્રિજ દુર્ઘટનામાં 130 થી વધુ લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. પીએમ મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. આ અકસ્માતમાં અનેક પરિવારો બરબાદ થઈ ગયા હતા. બ્રિજને લઈને અનેક બાબતો સામે આવી છે. આ પુલને સરકારની પરવાનગી લીધા વિના નવીનીકરણ બાદ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર આવા કામ માટે લાયક ન હોવાનું પણ બહાર આવ્યું છે.

Most Popular

To Top