Gujarat

GujaratElection2022: ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ

નવી દિલ્હી: ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં ચુંટણી યોજાશે. ગુજરાતમાં પહેલી અને 5મી ડીસેમ્બરનાં રોજ મતદાન યોજાશે. જ્યારે ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. હતી. ચુંટણી પંચે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ વખતે ગુજરાતમાં 4.9 કરોડ મતદારો છે. CEC રાજીવ કુમારે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં 142 સામાન્ય, 17 SC અને 23 ST મતવિસ્તાર છે. ગુજરાતમાં 4.9 કરોડ મતદારો મતદાન કરશે. જ્યારે 4.6 લાખ નવા મતદારો છે. આ વખતે ગુજરાતમાં 51782 મતદાન મથકો હશે. ચુંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં ચુંટણી કમિશનરે સૌ પ્રથમ મોરબીની દુર્ઘટના મામલે શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોને શ્રધાંજલિ પાઠવી

  • ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 તારીખે પરીણામ
  • ચૂંટણીપંચે મોરબી દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું
  • ગુજરાતમાં કુલ 4.9 કરોડ મતદાતા મતદાન કરશે
  • દિવ્યાંગો માટે 182 પોલિંગ બૂથ
  • ગુજરાતમાં કુલ 51,782 પોલિંગ બૂથ બનાવાયા છે : સીઈસી
  • 50% બૂથો પર વેબ કાસ્ટિંગની સુવિધા
  • શિયાળ બેટમાં એક વ્યક્તિના મતદાન માટે 15 લોકોની ટીમ મોકલાશે
  • ગુજરાત મતદાનમાં 1417 ટ્રાન્સજેન્ડરો
  • ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારે ન્યૂઝ પેપરમાં પોતાની સામે ગુનાઓ નોંધાયેલ છે તેવી જાહેરાતો આપવી પડશે
  • દરેક પોલિંગ બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે
  • ફેક ન્યૂઝ પર પણ નજર રાખવામાં આવશે: EC
  • દિવ્યાંગ મતદારોને અપાશે પોસ્ટલ બેલેટની સુવિધા, સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે
  • ગુજરાતમાં 100 વર્ષની ઉંમર ધરાવેતા 11,800 મતદાતા
  • જાફરાબાદના શિયાળબોટના 457 મતદારો માટે વિશેષ વ્યવસ્થા બોટમાં કરાશે

3,24,422 નવા મતદારો – ચૂંટણી કમિશનર
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 3,24,422 નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. કુલ મતદાન મથકોની સંખ્યા 51,782 છે. રાજ્યમાં સ્થાપિત મતદાન મથકોમાંથી ઓછામાં ઓછા 50% પર વેબકાસ્ટિંગની વ્યવસ્થા હશે. ગુજરાતમાં દર 1000 પુરુષની તુલનામાં 934 મહિલા છે. ગુજરાતમાં 11,800 મતદાતા 100 વર્ષની ઉંમર ધરાવે છે.

એક જ મતદાતા માટે 15 લોકોની ટીમ
ગજરાતનાં ગીર સોમનાથમાં એક એવું મતદાન મથક છે કે જેમાં માત્ર એક જ મતદાતા છે. ગીરમાં આવેલું એક મતદાન મથક એવું છે, જ્યાં 100 ટકા મતદાન થાય છે. એટલું જ નહિ એક બૂથમાં એક જ મતદાતા કરે છે મતદાન. એ મતદાન મથક છે ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનું બાણેજ મતદાન મથક. લોકશાહીનાં સૌથી મોટા દેશ ગણાતા ભારત દેશમાં એક મત માટે ચૂંટણી પંચ ગાઢ જંગલમાં આખે આખું મતદાન મથક ઉભું કરે છે. આ વખેત પણ અહિયાં એક વ્યક્તિનો વોટ લેવા માટે 15 લોકોની ટીમ મોકલાશે.

સિનિયર સિટીઝનો માટે પોસ્ટલ બેલેટની સુવિધા
80 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનો- દિવ્યાંગો- પીડબ્લ્યુડી- જે લોકો મતદાન મથકે આવી નથી શકતા તેમના માટે પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પડાશે. 4.08 લાખ પીડબ્લ્યુડી (દિવ્યાંગ) મતદારો માટે વિશેષ સુવિધા- પાર્કિંગથી લઈને મતદાનમાં પ્રાથમિકતા સુધીની સુવિધા- પીડબ્લ્યુડી અને 80થી વધુ વયના મતદારો માટે પીડબ્લ્યુડી એપ પર બુકિંગ કર્યે વિશેષ સુવિધા મતદાન મથકે મળી શકશે. ગુજરાતમાં 9.89 લાખ 80 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન મતદારો છે.

142 મોડલ મતદાન મથકો હશે
ચૂંટણી પંચના મતે 142 મોડલ મતદાન મથકો છે. 1274 મતદાન મથકો એવા હશે જેમાં માત્ર મહિલાઓને જ તૈનાત કરવામાં આવશે.

ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચુંટણીનું પરિણામ એક સાથે જ
આ અગાઉ ગઈ તા. 14મી ઓક્ટોબરે ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આમ બંને પ્રદેશોનું પરિણામ એક જ દિવસે જાહેર થશે. હિમાચલ પ્રદેશમાં 55 લાખ મતદારો છે. જેમાં 27 લાખ 80 હજાર પુરૂષો અને 27 લાખ 27 હજાર મહિલાઓ ભાગ લેશે. ચૂંટણીમાં સામેલ સેવા કર્મચારીઓની સંખ્યા 67 હજાર 532 હશે. આ સિવાય PWD 56,001 હશે. આ સિવાય 80 વર્ષથી વધુ ઉંમરના 1.22 લાખ મતદારો છે. આ સાથે 1184 એવા મતદારો છે જેમની ઉંમર 100 વર્ષથી વધુ છે.

2017માં ભાજપને બહુમતી મળી હતી
2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ 182 બેઠકોના પરિણામોની ઘોષણા બાદ ભાજપે 99 બેઠકો સાથે બહુમતીનો આંકડો પાર કર્યો હતો. જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. 2017માં ગુજરાતમાં બે તબક્કામાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરે મતદાન થયું હતું. ગુજરાતમાં બહુમતીનો આંકડો 92 છે. નોંધનીય છે કે વર્ષ 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે થયેલા મતદાનમાં 66.75 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કામાં 68.70 ટકા મતદાન થયું હતું. આ તબક્કામાં 93 બેઠકો પર મતદાન થયું હતું.

Most Popular

To Top