Top News

More Posts

   The Latest

Most Popular

સુરત:સુરતના કાપડના વેપારી (Cloth Merchant) ઓની દિવાળી (Diwali) બગડી છે.દિવાળી પછી બહારગામના વેપારીઓએ મોટી માત્રામાં રિટર્ન ગુડ્ઝ (Return Goods) મોકલતા કાપડના વેપારીઓની ચિંતા વધી છે. કેટલાક વેપારીઓનો 25 ટકા સુધીનો માલ પરત આવ્યો છે. સુરત મર્કન્ટાઈલ એસોસિએશનની આજે યોજાયેલી સાપ્તાહિક મિટિંગમાં પ્રમુખ નરેન્દ્ર સાબુએ જણાવ્યું હતું કે,આજની બેઠકમાં 92 વેપારીઓ ફરિયાદ લઈ આવ્યા હતાં. 40 વેપારીઓએ લેખિત ફરિયાદ આપી હતી. 2 ફરિયાદનું સ્થળ પર નિરાકરણ લાવવામાં આવ્યું છે. બાકીની અરજીઓ પંચ પેનલ અને લીગલ ટીમને સોંપવામાં આવી છે.

વધેલો માલ રિટર્ન કરનારાઓ સાથે ધંધો નહીં કરવા નિર્ણય લેવાયો
સાબુએ વધુમાં જણાવ્યું હતું કે, પેમેન્ટની અનિયમિતતા અને દિવાળી પછી મોટી માત્રામાં રિટર્ન ગુડ્ઝ સુરતનના વેપારીઓને પરત મળી રહ્યું છે.જથ્થામાં માલ પરત આવતા વેપારી વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના વેપારીના ઉધાર માલ પર વેપાર કરી વધેલો માલ રિટર્ન કરનારાઓ સાથે ધંધો નહીં કરવા નિર્ણય લેવાયો છે. અગાઉ રિટર્ન ગુડઝના નિયમ બનાવવામાં આવ્યાં હતાં પણ વેપારી એનું પાલન કરતાં નથી.જો વેપારી “દુબત અને ડેડ સ્ટોક”ના નિયમોનું પાલન કરે તો ક્યારેય મુશ્કેલીમાં નહીં સપડાય. મિટિંગમાં રાહુલ અગ્રવાલ અને તરુણ અગ્રવાલે વેપારી સમુદાયને રોકાણનું મહત્વ સમજાવ્યું હતું. બેઠકમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતાં.

To Top