Dakshin Gujarat

કચરા ભરેલા ટેમ્પોમાં વલસાડ પોલીસને એવુંતે શું મડ્યું જે જોઈ તેઓ પણ ચોકી ગયા ?

વલસાડ : વલસાડના (Valsad) અબ્રામા ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પરથી વલસાડ સીટી પોલીસની ટીમે આઇસર ટેમ્પામાંથી (Icer Tampo) કચરાની આડમાં લઈ જવાતો રૂપિયા 1.36 લાખનો દારૂ સીટી પોલીસે (Police) ઝડપી પાડીને બેની ધરપકડ કરી છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા પ્રમાણમાં દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. ચૂંટણીમાં લાખો રૂપિયાના દારૂની વહેંચણી થતી હોય છે. વલસાડ સીટી પોલીસની ટીમ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળેલી હતી કે આઇસર ટેમ્પોમાં કચરાની આડમાં દારૂ લઈ જવાનો છે.

પોલીસે દારૂ ટેમ્પો મળીને કુલ્લે 7.42 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે હાઇવે ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળો આઇસર ટેમ્પો નંબર જીજે 19 એક્સ.9122 આવતા પોલીસે ટેમ્પો અટકાવી તપાસ કરતા કચરાની આડમાં લઈ જવાતો રૂપિયા 1.36 લાખનો ઇંગ્લિશ દારૂ બોટલ 1944 ઝડપી પાડી હતી. પોલીસે આઇસર ટેમ્પો ચાલક રાજસ્થાનમાં રહેતો ભુવારામ તોલારામ મેઘવાલ, ગણેશરામ મોટારામજી રાજપુરોહિતની ધરપકડ કરી છે. પોલીસે દારૂ ટેમ્પો મળીને કુલ્લે 7.42 લાખના મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોગામા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, 3 વોન્ટેડ
નવસારી, ઘેજ : નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે નોગામા ગામ પાસેથી 2.59 લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય ૩ને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે ચીખલી તાલુકાના નોગામા ગામ પાસે કંકુબા પેટ્રોલપંપ પહેલા એક ઈનોવા કારને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 2,59,200 રૂપિયાના વિદેશી દારૂની 324 નંગ બાટલીઓ મળી આવતા વલસાડના પારડી તાલુકાના સોધલવાડા મંદિર ફળીયામાં રહેતા વિક્કીભાઈ ભરતભાઈ પટેલ ઝડપી પાડ્યો હતો.

12,64,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી
પોલીસે વિક્કીભાઈની પૂછપરછ કરતા વલસાડ પારડી તાલુકાના ગોયમા ગામે રહેતા સુજીત પટેલે દારૂ ભરાવી આપ્યો હતો. સુરત બારડોલીમાં રહેતા કેયુર ભંડારીએ દારૂ મંગાવ્યો હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે સુજીત પટેલ, કેયુર ભંડારી અને ઇનોવા કારના ક્લીનરને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 10 લાખની કાર અને 5 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 12,64,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top