Top News

More Posts

   The Latest

Most Popular

બેંગલુરુ: (Bengaluru) બેંગલુરુમાં એક દર્દનાક અકસ્માત થયો છે. અહીં મેટ્રોનું (Metro) નિર્માણ કાર્ય (Construction Work) ચાલી રહ્યું છે અને આ દરમિયાન એક નિર્માણાધીન મેટ્રોનો પિલ્લર પડી ગયો (Merto Pillar Fell) હતો. જેની નીચે દબાઈ જવાથી એક મહિલા અને તેના પુત્રનું મોત થયું. આ દુર્ઘટના આજે એટલે કે મંગળવાર 10 જાન્યુઆરીની સવારે બેંગલુરુના નગવારા વિસ્તારમાં બની હતી.

  • બેંગલુરુમાં નિર્માણાધીન મેટ્રો પિલર તૂટી પડતાં એક મહિલા અને તેના 3 વર્ષના બાળકનું મોત
  • પરિવાર ટુ-વ્હીલર પર અહીંથી પસાર થઈ રહ્યો હતો તે જ સમયે મેટ્રોનો નિર્માણાધીન પિલ્લર તેમના પર પડ્યો હતો

જે સમયે મહિલા અને તેનો પરિવાર નિર્માણાધીન પિલ્લર નજીકથી પસાર થઈ રહ્યા હતા તે જ સમયે લોખંડનો થાંભલો તેમના પર પડ્યો હતો. આ અકસ્માતમાં મહિલા તેજસ્વીની અને તેના ત્રણ વર્ષના પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા.

નિર્માણાધીન મેટ્રોનો પિલ્લર પડી જવાને કારણે આ અકસ્માતમાં મહિલા અને તેના ત્રણ વર્ષના પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે તેના પતિ અને પુત્રીને ઈજાઓ પહોંચી છે. સત્તાવાર માહિતી અનુસાર જ્યારે આ પરિવાર ટુ-વ્હીલર પર અહીંથી પસાર થઈ રહ્યો હતો તે જ સમયે મેટ્રોનો નિર્માણાધીન પિલ્લર તેમના પર પડ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર તેજસ્વીનીનો પતિ બાઇક ચલાવતો હતો અને તે બે બાળકો સાથે પાછળ બેઠી હતી. પોલીસે જણાવ્યું કે તેજસ્વી અને તેના પતિ બંનેએ હેલ્મેટ પહેર્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા પતિ અને પુત્રીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

To Top