છત્તીસગઢ : છત્તીસગઢના (Chhattisgarh) કોરબામાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં (Commercial Complex) ભીષણ આગ લાગી હતી. આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. કોમર્શિયલ...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર-ઉમરવાડા રોડ ઉપર નૌગામાથી મોપેડ લઇ કોસંબા જતી માતા-પુત્રીને બાઈક (Bike) લઈને આવેલો એક શખ્સ પુત્રીના (Daughter) ગળામાંથી અઢી લાખનું...
રાજપીપળા: (Rajpipla) સાગબારા તાલુકાના દેવમોગરા મંદિરે (Temple) દર્શન માટે આવેલી યુવતીની એક યુવકે છેડતી કરતાં યુવક વિરુદ્ધ ફરિયાદ કરતાં ગુનો દાખલ થયો...
મુંબઇ: ‘બિગ બોસ’ના (Bigg Boss) ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ સ્પર્ધકને શો શરૂ થયાના 12 કલાકની અંદર તેની હરકતોને કારણે બહાર...
નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 (National Highway) ઉપર નવસારી નિરાલી હોસ્પિટલ પાસે બાઈક (Bike) સ્લીપ થતા મુંબઈના યુવાનનું મોત નીપજ્યું હતું....
ગાંધીનગર : અમદાવાદના (Ahmedabad) જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર (Maa Umiya Mandir) વિશ્વઉમિયાધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં...
નવી દિલ્હી : ભારતમાં (India) યોજનારા ODI વર્લ્ડ કપ (World Cup) પહેલા એશિયા કપનું (Asia Cup) પાકિસ્તાન અને શ્રીલંકામાં આયોજન થવાનું છે....
અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) એક દંપતિએ અમેરિકામાં (America) ગેરકાયદે જવા માટે એક એજન્ટની મદદ લીધી હતી. આ એજન્ટે તેમની સાથે અમેરિકા જવા...
નવી દિલ્હી: ઉત્તરાખંડમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી જેવા પવિત્ર ધામો આવેલા છે. અહીં ભક્તોની આસ્થા જોડાયેલી છે. ત્યારે ઉત્તરાખંડના કેદારનાથ ધામનો...
મુંબઇ: સની દેઓલના (Sunny Deol) દિકરા કરણ દેઓલ 18 જૂને દ્રિશા આચાર્ય સાથે લગ્ન સંબંધમાં બંધાયો છે. લગ્ન થયા બાદ સાંજે મુંબઇમાં...
ફિલ્મ ‘આદિપુરુષ’નો (Film Adipurush) નો ફુગ્ગો બે જ દિવસમાં ફૂટી ગયો છે. ફિલ્મના (Film) રિલીઝ પહેલા જેટલી આતુરતાથી તેની રાહ જોવાતી હતી...
નવી દિલ્હી: વિશ્વમાં (World) સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની લિસ્ટમાં વિરાટ કોહલીનું (Virat Kohli) નામ સામેલ છે. કોહલી માત્ર ક્રિકેટમાંથી (Cricket) જ...
નવી દિલ્હી: AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ની મદદથી શાળા, કોલેજ કે ઓફિસ વગેરેનું કામ ઝડપથી અને સચોટ રીતે કરી શકાય છે....
ગોરખપુર: ભગવદ ગીતા (Bhagavad Gita) સહિત સનાતન હિન્દુ ધર્મ માટે છેલ્લાં 100 વર્ષથી વિવિધ પુસ્તકોનું (Books) પ્રકાશન કરનાર સૌથી મોટી સંસ્થા ગીતા...
સુરત: સુરતના (Surat) પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતો આઈ.ટી. સોફ્ટવેર યુવક હનીટ્રેપનો (HoneyTrap) શિકાર બન્યો છે. મહિલા સહિતની ટોળકીએ યુવકને વોટ્સઅપ કોલ કરી...
જયપુર: બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતમાં (Gujarat) ભારે તબાહી મચાવી હતી ત્યારપછી તે રાજસ્થાન (Rajasthan) તરફ ફંટાયું હતું. રાજસ્થાનમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ (Heavy...
ભોપાલ: મધ્યપ્રદેશની (MadhyaPradesh) રાજધાની ભોપાલનો (Bhopal) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો યુવકના ગળામાં ફાંસો...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે છત્તીસગઢ કેડરના IPS અધિકારી રવિ સિંહાને (Ravi Sinha) દેશની ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના નવા ચીફ...
ભરૂચ: સંસ્કારી પાર્ટીના અનેક કારનામાઓ બહાર આવી રહ્યા છે. હાલમાં ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી મહિલા નેતા છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ...
નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ (US President) જો બિડેનના આમંત્રણ વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) 21 જૂનથી 23 જૂન સુધી અમેરિકાની (America)...
મુંબઈ: ફિલ્મ આદિપુરુષ (Adipurush) હાલ ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓેફિસ (Box Office) પર ધમાલ મચાવી રહી છે. પ્રથમ દિવસે જ આ...
આણંદ: આણંદ જિલ્લામાં જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જે સંદર્ભે જિલ્લાના 400થી વધુ તળાવમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ...
વલસાડ : વલસાડમાં (Valsad) છેલ્લા એકાદ સપ્તાહથી નાનકવાડા અને મોગરાવાડી વિસ્તારમાં દીપડો (Deepado) દસ્તક દઈ રહ્યો છે. જેને પકડવા માટે વન વિભાગએ...
ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાય મંદિરમાંથી આગામી તા.21-6-23 ને બુધવારના રોજ 251 મી રથયાત્રા પરંપરા પ્રમાણે નીકળવાની છે....
ગાંધીનગર : રાજયના એક જિલ્લામાં દવા બનાવતી ફેકટરીના માલિક રાતોરાત કરોડપતિ થઈ જવાની લાલચમાં ડ્રગ્સની હેરફેરી કરવા લાગ્યા હતાં. જો કે, તાજેતરમાં...
આણંદ : ‘વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરીની સફળતા પાછળ ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (કેડીસીસી)નો સિંહફાળો રહેલો છે. સહકાર વડે છેવાડાના માનવીને...
નવી દિલ્હી: ખાલિસ્તાની (Khalistani) આતંકવાદી (Terrorist) હરદીપ સિંહ નિજ્જરને (HardisinhNiajjarMurder) કેનેડામાં (Canada) ઠાર કરવામાં આવ્યો છે. તેને ભારત સરકાર દ્વારા નિયુક્ત આતંકવાદી...
આણંદ : ચારુસેટના સિવિલ એન્જિનિયરીંગ વિભાગની એનએબીએલ એક્રીડીટેડ કોંક્રિટ ટેક્નોલોજી લેબોરેટરીને આઈઓએસ 9001:2015 સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. ચારુસેટ દ્વારા તાલીમબધ્ધ અને...
કપડવંજ : આણંદ – ખેડા જિલ્લામાં ત્રણ દિવસ સુધી ચાલેલા પ્રવેશોત્સવમાં અનેક પ્રકારના તાયફા કરવામાં આવ્યાં હતાં. ગાંધીનગરથી આવેલા ઉચ્ચ અધિકારીઓએ સરકારી...
સુરતમાં છેલ્લાં બે ત્રણ વર્ષથી સોસાયટીઓમાં CC રોડ બનાવવાનો ક્રેઝ લાગ્યો છે. પરંતુ ઘણી સોસાયટીઓમાં CC રોડ બનાવતાં જુના રોડ કરતાં નવો...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
છત્તીસગઢ : છત્તીસગઢના (Chhattisgarh) કોરબામાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં (Commercial Complex) ભીષણ આગ લાગી હતી. આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ઈલેક્ટ્રોનિકની દુકાનો, મોબાઈલની દુકાનો અને કપડાની દુકાનો આવેલી છે. જેમાંથી 8 જેટલી દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. જેનાથી કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આ સાથે કોમ્પ્લેક્સમાં ઇન્ડિયન બેંકની (Indian Bank) શાખા પણ બળીને રાખ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ભીષણ આગ લાગતા ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત વઘું ગંભીર છે. જોકે આ આગ કઈ રીતે લાગી તેનું કારણ સામે આવ્યું નથી.
છત્તીસગઢના કોરબામાં ટ્રાંસપોર્ટ નગરમાં આવેલ એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ આગ એટલી ભીષણ હતી કે લોકોએ પોતાનો જીવ બચાવવા માટે પહેલા માળ પરથી છલાંગ લગાવી હતી. આ અગ્નિકાંડની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જો કે આગ લાગતા ઘણા લોકો સીડીની મદદથી નીચે ઉતરી ગયા હતા. ઘટના સ્થળ પર કોરબા કલેક્ટર સંજીવ કુમાર ઝા અને પોલીસ અધિક્ષક ન્યુ ઉદય કિરણ પણ હાજર રહ્યા હતા.
આગમાં ફસાયેલા ત્રણ લોકોના મોત
આગ લાગતા ત્રણ કે ચાર લોકો ઉપર જ ફસાઈ ગયા હતા. તે લોકોનો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કરી તત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉપર ફસાયેલા લોકોમાં એક મહિલા અને બે પુરૂષો હતા. જેમનું મોત નિપજ્યું હતું. મૃત્યુ પામેલા લોકોની ઓળખ થઈ ગઈ છે. જેમાં એક મહિલાનું નામ રશ્મિ સિંહ (25 વર્ષ) છે. જ્યારે પુરૂષની ઓળખ શત્રુઘ્ન ધીરહે (42 વર્ષ) અને દેવેન્દ્ર કુમાર (45 વર્ષ) તરીકે થઈ છે. આ સાથે એક અન્ય વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
ખરીદી કરવા આવેલા લોકોમાં 12 લોકો ફસાઈ ગયા હતા
ઘટના બની તે સમયે ઇન્ડિયન બેંકની શાખામાં ઘણા લોકો હાજર હતા. સાથે ટાઈપ ક્લેક્શન નામના શો રૂમમાં પણ લોકો ખરીદી કરવા આવ્યા હતા. ટાઈપ ક્લેક્શનમાં ખરીદી કરવા આવેલા લોકોમાં 12 લોકો ત્યાં જ ફસાઈ ગયા હતા. ફસાયેલા લોકોને બચાવવા માટે ઇન્ડિયન બેંકના સિક્યોરિટી ગાર્ડ તેમને નીચે કુદવાનું કહ્યું હતું. જો કે તેમને ઈજા ન થાય તે માટે આજુબાજુના ઘરેથી ગાદલા ભેગા કરી નીચે પાથરી દેવામાં આવ્યા હતા. ગાદલા પર કુદવાથી લોકોને ગંભીર ઈજા થઈ ન હતી.
તક્ષશિલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા
આ પહેલા આવો જ એક બનાવ દિલ્હી અને સુરતમાં બન્યો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. આ આગ લાગતા તક્ષશિલા આર્કેડમાં આવેલ એક કોચીંગ કલાસમાં ભણતા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા ઉપરથી છલાંગ લગાવી હતી. જેમાં 22 જેટલા વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું હતું. દિલ્હીમાં પણ થોડા દિવસ અગાઉ કોચિંગ ક્લાસમાં આગ લાગી હતી. જેમાં જીવ બચાવવા યુવાનો વાયરના સહારે નીચે ઉતર્યા હતા.