National

IPS અધિકારી રવિ સિંહાને RAWનાં નવા ચીફ તરીકે નિયુક્ત કરાયા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે છત્તીસગઢ કેડરના IPS અધિકારી રવિ સિંહાને (Ravi Sinha) દેશની ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના નવા ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. રવિ સિંહા છત્તીસગઢ કેડરના 1988 બેચના IPS વર્તમાન ચીફ સામંત ગોયલ IPS (પંજાબ 84)નું સ્થાન લેશે જેઓ 30 જૂને નિવૃત્ત થઈ રહ્યા છે. રવિ સિંહા બે વર્ષ સુધી આ પદ સંભાળશે. રવિ સિંહા હાલમાં કેબિનેટ સચિવાલયમાં વિશેષ સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ સિંહાને આ પદ સંભાળવા માટે મંજૂરી આપી દીધી છે.

  • ઇન્દિરા ગાંધી સરકારમાં RAW અસ્તિત્વમાં આવ્યું હતું
  • RAW સીધા વડા પ્રધાનને રિપોર્ટ કરે છે
  • કેબિનેટની નિમણૂક સમિતિએ સિંહાને આ પદ સંભાળવા માટે મંજૂરી આપી દીધી

રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ની સ્થાપના 21 સપ્ટેમ્બર 1968ના રોજ કરવામાં આવી હતી. તેના મુખ્ય કાર્યો વિદેશી ગુપ્તચર માહિતી ભેગી કરવી, આતંકવાદ વિરોધી, પ્રસાર વિરોધી, ભારતીય નીતિ નિર્માતાઓને સલાહ આપવી અને ભારતના વિદેશી વ્યૂહાત્મક હિતોને આગળ વધારવી છે. એટલે કે જો કોઈ પણ દેશના વિકાસની અસર ભારત પર પડી શકે છે, તો RAW તેના પર નજર રાખે છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગની સ્થાપના પહેલા વિદેશી ગુપ્ત માહિતી સંગ્રહની જવાબદારી મુખ્યત્વે ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ની હતી જે બ્રિટિશ રાજ દરમિયાન ભારત સરકાર દ્વારા બનાવવામાં આવી હતી. ઇન્દિરા ગાંધી સરકારમાં RAW અસ્તિત્વમાં આવ્યું હતું. રામેશ્વર નાથ કાઓ તેના પ્રથમ વડા હતા. RAW સીધા વડા પ્રધાનને રિપોર્ટ કરે છે.

સામંત ગોયલ હાલ દેશની ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના ચીફ તરીકે કામ કરી રહ્યાં છે. ગોયલનો કાર્યકાળ ધણી ઉપલબ્ઘિઓથી ભરેલો છે. સામંત ગોયલ જ્યારે ચીફ હતા ત્યારે પાકિસ્તાનમાં બાલાકોટ એરસ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો આ ઉપરાંત જમ્મુ કશ્મીરમાં પણ કલમ 370 હટાવી હતી. જણાવી દઈએ કે સામંત ગોયલને સરકારે ધણીવાર એક્સટેન્શન પણ આપ્યું હતું.

Most Popular

To Top