Dakshin Gujarat

અંકલેશ્વરમાં ગળામાંથી ચેઇન ખેંચનારનો યુવતીએ હિમ્મતપૂર્વક પીછો કર્યો પણ બની આ ઘટના

અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર-ઉમરવાડા રોડ ઉપર નૌગામાથી મોપેડ લઇ કોસંબા જતી માતા-પુત્રીને બાઈક (Bike) લઈને આવેલો એક શખ્સ પુત્રીના (Daughter) ગળામાંથી અઢી લાખનું મંગળસૂત્ર અને સોનાની (Gold) ચેઇન તોડી ફરાર થઇ ગયો હતો. પુત્રીએ એક્ટિવા લઇ હિંમતભેર ચેઇન સ્નેચરનો (Chain Snatcher) પીછો કર્યો હતો. જો કે આગળ પશુ આવી જતાં એક્ટિવા સાથે રોડ ઉપર પટકાતાં તેને મોં અને માથાના ભાગે ઈજા પહોંચતાં સારવાર (Treatment) હેઠળ ખસેડવામાં આવી હતી. શહેર એ ડિવિઝન પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

  • અંકલેશ્વરમાં ગળામાંથી ચેઇન ખેંચનારનો યુવતીએ પીછો કર્યો, ઢોર આવી જતાં અકસ્માત
  • નૌગામાથી માતા અને પુત્રી મોપેડ લઇ કોસંબા જઈ રહ્યા હતા
  • અંકલેશ્વર-ઉમરવાડા રોડ ઉપર મહિલાના ગળામાંથી અઢી લાખનાં મંગળસૂત્ર અને ચેઇન તોડી ગઠિયો ફરાર
  • ઘટનાનો ભોગ બનનાર પુત્રીએ એક્ટિવા લઇ હિંમતભેર ચેઇન સ્નેચરનો પીછો કર્યો

અંકલેશ્વર તાલુકાના નૌગામા ખાતે રહેતાં પિન્કીબેન ગુણવંતભાઈ પટેલ પોતાની માતા કપીલાબેન સાથે મોપેડ લઇ કોસંબા ગામ ખાતે પોતાના બીમાર મામાની ખબર લેવા માટે નીકળ્યા હતા. અંકલેશ્વરમાં કામ પતાવી ઉમરવાડા રોડ થઈ કોસંબા તરફ જવા નીકળ્યા હતા. દરમિયાન ગુજરાત ગેસ કંપની નજીક પહોંચતાં એક બાઈક પર આવેલો ગઠિયો પિન્કીબેનના ગળામાંથી સોનાની ચેઇન અને મંગળસૂત્ર મળી કુલ રૂ.૨.૫૦ લાખના દાગીના તોડી ફરાર થઇ ગયો હતો.

પિન્કીબેન મોપેડ પરથી પડી જતાં હિંમતભેર ઊભા થયાં હતાં અને મોપેડ લઇ ચેઇનસ્નેચરનો બૂમાબૂમ કરી પીછો કર્યો હતો. દરમિયાન અચાનક રોડ પર ઢોર-આવી જતાં મોપેડ સ્લિપ મારી જતાં રોડ પર પટકાયાં હતાં અને મોઢા તેમજ માથાના ભાગે ગંભીર પહોંચી હતી. જે ઘટનાને પગલે પરિજનો જાણ થતાં સ્થળ પર દોડી આવ્યા હતા તેમજ પિન્કીબેનને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

આ ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસમથકમાં કરવામાં આવતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને કંપની તેમજ નજીક આવેલા મદ્રેસાના સીસીટીવી ચેક કરતાં અંદર ચેઇન સ્નેચિંગની ઘટના કેદ થઇ ગઈ હતી. જે સીસીટીવીના આધારે પોલીસે ચેઇન સ્નેચરની બાઈકનો નંબર મેળવી અલગ અલગ ટીમ બનાવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top