ભારત તાજેતરમાં જ ચીનને પાછળ છોડી સૌથી વધુ વસતી ધરાવતો દેશ બન્યો છે. આજે વિશ્વની કુલ વસતી લગભગ ૮ અબજે પહોંચી છે...
સળગી રહ્યો છે, તેનો સેંકડો વર્ષ જૂનો આંતરિક સદભાવનાનો પાયો. અલગ-અલગ સમુદાયો વચ્ચેનો સુખેથી સાથે રહેવાનો તાંતણો પણ સળગી રહ્યો છે. મૈતેઈ,...
મુંબઈ: કૌન બનેગા કરોડપતિ સિઝન 15 (KBC) ટીવીનો લોકપ્રિય ક્વિઝ આધારિત ગેમ રિયાલિટી શો (Game reality show) છે. આ રિયાલિટી શોને બોલિવૂડના...
વડોદરા: વડોદરા શહેર મા રવિવારે દિવસભર છૂટોછવાયો વરસાદ બાદ ખાસ વરસાદ પડ્યો નથી. પરંતુ એક દિવસ પહેલા પડેલા ભારે વરસાદ ને કારણે...
વડોદરા: ચડ્ડી બનિયનધારી ગેંગ ફતેગંજ પોસ્ટ પાસેના બંગલામાં શનિવારે મોડી રાત્રે ત્રાટકી હતી.પાછળથી કમ્પાઉન્ડ વોલના સળિયા કાપીને ઘરમાં ઘુસી હતી. જોકે મહિલા...
નવી દિલ્હી: ભારત (India) સરકારે ચોખાની (Rice) નિકાસને (Export) લઈને મોટો નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકારે બાસમતી ચોખા સિવાય તમામ પ્રકારના ચોખાની...
ઠાસરા : ઠાસરા તાલુકાના આગરવા પ્રાથમિક શાળામાં શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળામાં આવેલા ત્રણ તાલીમાર્થી શિક્ષકોએ આઠ જેટલા વિદ્યાર્થીઓને લાકડી, લોખંડની...
બોરસદ : બોરસદ તાલુકાના ઝારોલા ગામે સહજ આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવતર અભિગમ સાથે વડીલોને માન સન્માન અને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા...
સુરત: ઓલપાડની (Olpad) એક કિશોરીએ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) 2 કિલો 200 ગ્રામના બાળકને જન્મ (Born) આપતા તબીબો (Doctor) પણ આશ્ચર્યમાં પડી...
ખેડા : ખેડાના ચાંદણા ગામમાંથી પસાર થતી કેનાલ ખેડૂતો માટે આફત બની ગઇ છે. આ કેનાલના કામમાં વેઠ ઉતારવાના કારણે તે તુટી...
પેટલાદ : આણંદ જીલ્લાની ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6થી પ્રવેશ મેળવવાને લઈ પ્રવેશ વંચિત 12 જેટલા વિદ્યાર્થીઓ માટે વિવાદ સર્જાયો હતો. પ્રવેશ...
વારાણસી: યુપીના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વે પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો હતો. મુસ્લિમ પક્ષ માટે આ રોકને મોટી રાહત...
સુરત : સુરતમાં (Surat) વહેલી સવારેથી જ વરસાદ વરસી રહ્યો છે. સવારથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે...
મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રના (Maharashtra) ગોંદિયામાં (Gondia) સ્થિત એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાબાજે (International cricket betting) એક બિઝનેસમેનને (businessman) નકલી સટ્ટાબાજીની એપ્સમાં રોકાણ કરવાની...
નવી દિલ્હી: ગુજરાત (Gujarat) પછી ફરીવાર દિલ્હીમાં (Delhi) વરસાદે (Rain) હાહાકાર મચાવ્યો છે. યમુના નદી (Yumna River) જોખમી ક્ષેત્રની ઉપરથી વહી રહી...
મુંબઈ: રણબીર-આલિયા, કેટરિના- વિકી પછી બોલિલૂડમાં હાલ અનન્યા પાંડે (Ananya Pandey) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur) વિશે અટકળો ચાલી રહી...
નાલંદા: બિહારના (Bihar) નાલંદાના (Nalanda) કુલ ગામમાં 3 વર્ષનો બાળક રમતા રમતા 40 ફૂટ ઉંડા બોરવેલમાં (Borewell) પડી ગયો હતો. આ બાબતની...
નવી દિલ્હી: ટ્વિટરના (Twitter) માલિક એલોન મસ્ક (Elon Musk) પોતાના ઓનલાઈન પ્લેટફોર્મને ટ્વિટરને રિબ્રાન્ડ (Rebrand) કરવાની યોજના કરી રહ્યા છે. એલોન મસ્ક...
અમદાવાદ: સમગ્ર રાજ્યને મેઘરાજાએ ઘમરોળ્યું છે. ભારે વરસાદના (Heavy Rain) કારણે અમદાવાદ (Ahmedabad) અને જૂનાગઢ (Junagadh) સહિત અનેક જિલ્લાઓમાં પૂર (Flood) જેવી...
રાજપીપળા : મણિપુરમાં બે આદિવાસી મહિલાઓ (Manipur Tribal Women Case) સાથે થયેલા અમાનવીય કૃત્ય બાદ આદિવાસી સમાજમાં ભારોભાર આક્રોશ ફેલાયો છે. ત્યારે...
નવી દિલ્હી: યુએસમાં (US) બે બહેનોએ ફ્યુનરલ હોમ્સ (Funeral Homes) પર $60 મિલિયનનો દાવો માંડ્યો છે. વાસ્તવમાં અંતિમ સંસ્કાર ગૃહોએ છોકરીઓના સ્વર્ગસ્થ...
મણિપુર : તાજેતરમાં મણિપુરમાં (Manipur) થઈ રહેલી હિંસા સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં...
ખેરગામ : છેલ્લા કેટલાય મહિનાઓથી મણિપુરમાં (Manipur) મૈતેઇ અને નાગા-કુકી સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી હિંસા (Violence) રોકાવાનું નામ નથી લેતી જેમાં અનેક...
ગુજરાત: આ વર્ષે વરસાદે તો ગુજરાત (Gujarat) સહિત સમગ્ર દેશને તેના કહેરનો ભોગ બનાવ્યો છે. ગુજરાતમાં એક પછી એક દરેક શહેર વરસાદને...
સુરત : વરસાદી સિઝનની શરૂઆતથી સુરત (Surat) શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સમગ્ર સુરત જિલ્લામાં વરસાદ...
સુરત : ભારતની પરંપરાગત ખેત પેદાશો મિલે્ટસ એટલે અન્ન નાગરિકો મિલે્ટસનો દૈનિક ખોરાકમાં મહત્તમ ઉપયોગ કરતા થાય તે માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ...
અમદાવાદ: બુધવારની ગોઝારી રાત્રે અમદાવાદના ઈસ્કોન બ્રિજ (Ahmedabad Iscon Bridge Accident) પર જેગુઆર કાર ચલાવતા 19 વર્ષના તથ્ય પટેલે (Tathya Patel) 9...
મુંબઇ: વિશ્વના સૌથી મોટા દિગ્દર્શકોમાંના એક ક્રિસ્ટોફર નોલાને ફિલ્મ ઓપેનહીમરથી (Oppenheimer) ખળભળાટ મચી ગયો છે. રિલીઝ (Realese) થતાની સાથે જ ફિલ્મનો (Film)...
મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રના (Maharashtra) યવતમાલમાં (Yavatmal) ભારે વરસાદના (Rain) કારણે પુર જેવી સ્થિતી સર્જાય છે. ભારે વરસાદના કારણે અનેક ઘરોમાં પાણી ભરાઈ...
બારડોલી : રાજસ્થાનથી (Rajshthan) મધ્યપ્રદેશ (MadhyaPradesh), મહારાષ્ટ્ર (Maharashtra) થઈ ગુજરાતમાં (Gujarat) ઘુસાડવામાં આવી રહેલા વિદેશી દારૂ (Liquor) ભરેલી કારનો (Car) સુરત જિલ્લા...
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
ભારત તાજેતરમાં જ ચીનને પાછળ છોડી સૌથી વધુ વસતી ધરાવતો દેશ બન્યો છે. આજે વિશ્વની કુલ વસતી લગભગ ૮ અબજે પહોંચી છે ત્યારે લગભગ અડધી વસતી એવા દેશોમાં રહે છે કે જ્યાં આરોગ્ય અથવા શિક્ષણ પર થતાં ખર્ચ કરતાં દેવા પર ચૂકવવાના થતાં વ્યાજ પર વધુ ખર્ચ થાય છે, એવું યુનાઈટેડ નેશન્સનો એક અહેવાલ કહે છે. સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના અહેવાલ મુજબ આશરે ૩.૩ અબજ લોકો, એટલે કે કુલ વસતીનો લગભગ અડધો ભાગ હવે એવા દેશોમાં રહે છે, જેઓ શિક્ષણ અથવા આરોગ્ય કરતાં તેમના દેવા પર વ્યાજ ચૂકવવામાં વધુ નાણાં ખર્ચે છે. યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે વિશ્વની દેવાની સ્થિતિ પરનો એક અહેવાલ રજૂ કરતાં જણાવ્યું હતું કે, આપણું અડધું વિશ્વ આપત્તિમાં સપડાયેલું અને દેવાની કારમી કટોકટીથી પીડિત છે.
૨૦૨૨માં, વૈશ્વિક જાહેર દેવું વિક્રમી ૯૨ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું છે અને વિકાસશીલ દેશો પ્રમાણમાં વધુ ભારણ હેઠળ છે. આવી ‘ક્રશિંગ ડેટ કટોકટી’ મોટા ભાગે ગરીબ વિકાસશીલ દેશોમાં વધુ છે. ફાઇનાન્શિયલ માર્કેટ્સને હજુ સુધી આની અસર નથી થઈ પરંતુ અબજો લોકો અને સરકારોના જાહેર દેવાનું સ્તર વધી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, દેવાનું ઊંચું સ્તર ધરાવતા દેશોની સંખ્યા સતત વધી રહી છે. ૨૦૧૧માં આવા દેશોની સંખ્યા ૨૨ હતી જે ૨૦૨૨માં વધીને ૫૯ થઈ છે અને આ ૫૯માંથી ૫૨ દેશો, જે વિકાસશીલ વિશ્વના લગભગ ૪૦ ટકા થાય, તે ગંભીર દેવાની સમસ્યામાં સપડાયેલા છે.
આફ્રિકામાં, વ્યાજની ચૂકવણી પર ખર્ચવામાં આવતી રકમ શિક્ષણ અથવા આરોગ્ય પર ખર્ચ કરતાં વધુ છે. ચીનને બાદ કરતાં એશિયા અને ઓશનિયાના વિકાસશીલ દેશો આરોગ્ય કરતાં વ્યાજની ચૂકવણીમાં વધુ ભંડોળ ફાળવી રહ્યા છે. તે જ રીતે, લેટિન અમેરિકા અને કેરેબિયનના વિકાસશીલ દેશો વિકાસલક્ષી રોકાણને બદલે વ્યાજની ચૂકવણી માટે વધુ નાણાં ફાળવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં, દેવાનો વધતો બોજ દેશોને લાંબા ગાળાના વિકાસમાં રોકાણ કરતાં રોકી
રહ્યો છે. ગુટેરેસે જણાવ્યું હતું કે ઋણનો વધતો હિસ્સો ખાનગી લેણદારો પાસે છે જેઓ વિકાસશીલ દેશો પાસેથી ઊંચા વ્યાજદર વસૂલે છે. ઉદાહરણ તરીકે, ઘણા આફ્રિકન દેશો અમેરિકા કરતાં સરેરાશ ચાર ગણી વધુ અને સૌથી ધનાઢ્ય એવા યુરોપિયન દેશો કરતાં આઠ ગણું વધુ વ્યાજ ચૂકવે છે.
અહેવાલમાં જણાવાયું છે કે જાહેર દેવું મોટા ભાગે બે પરિબળોને કારણે ઊંચા સ્તરે પહોંચી ગયું છે: પ્રથમ, દેશોની નાણાંકીય જરૂરિયાતો વધી ગઈ કારણ કે તેઓ કોવિડ-૧૯ રોગચાળા, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની વધતી કિંમત અને જળવાયુ પરિવર્તન સહિત એકથી વધુ પડકારોની અસરનો સામનો કરી રહ્યા છે અને બીજું, વૈશ્વિક નાણાંકીય સિસ્ટમ જ એ રીતની છે કે વિકાસશીલ દેશોની ધિરાણ સુધીની પહોંચ અપૂરતી અને પ્રમાણમાં વધુ ખર્ચાળ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કહે છે કે ૩૬ દેશો એવા છે જે દેવાનું ઊંચું જોખમ ધરાવે છે. અન્ય ૧૬ દેશો ખાનગી લેણદારોને ઊંચા વ્યાજ દરો ચૂકવી રહ્યા છે અને અગાઉ કહ્યું તેમ કુલ ૫૨ દેશો દેવાની ગંભીર કટોકટીમાં છે.
યુએન ટ્રેડ ચીફ રેબેકા ગ્રિનસ્પેને ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર દેવું જે તીવ્રતા અને ઝડપથી વધ્યું છે તે ૨૦૦૦ની સ્થિતિથી પાંચ ગણાથી વધુ ઉછાળા તરફ નિર્દેશ કરે છે. આ ઉછાળો વૈશ્વિક જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) વૃદ્ધિ કરતાં પણ વધારે છે કેમ કે આ સમયગાળામાં જીડીપી માત્ર ત્રણ ગણી વધી છે. પ્રાદેશિક રીતે જોઈએ તો ૨૦૧૦ અને ૨૦૨૨ની વચ્ચે, એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં સરકારી દેવાની માત્રામાં લગભગ ચાર ગણો, આફ્રિકામાં ત્રણ ગણો, યુરોપ અને મધ્ય એશિયામાં અઢી ગણો અને લેટિન અમેરિકા તેમજ કેરેબિયનમાં ૧.૬ ગણો વધારો થયો છે.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.