National

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાબાજે મહારાષ્ટ્રના બિઝનેસમેનનાં 58 કરોડ ખંખેર્યા

મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રના (Maharashtra) ગોંદિયામાં (Gondia) સ્થિત એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાબાજે (International cricket betting) એક બિઝનેસમેનને (businessman) નકલી સટ્ટાબાજીની એપ્સમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. તેણે તે બિઝનેસમેનને રોકાણ કરવાના નામે રૂ.58 કરોડની છેતરપિંડી કરી હતી. નાગપુર પોલીસે કાકા ચોક ખાતેના તે સટ્ટાબાજના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસને દરોડો પાડતા 17 કરોડ રૂપિયાથી વધુ રોકડ રકમ, લગભગ 14 કિલો સોનું અને 200 કિલો ચાંદી મળી હતી. પોલીસે આ તમામ સોનું-ચાંદી તથા રોકડા જપ્ત કર્યા હતા.

આ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ બનાવનાર સટ્ટેબાજનું નામ અનંત ઉર્ફે સોંટૂ નવરતન જૈન છે. જે નાગપુરથી 160 કિમી દુર આવેલ ગોંદિયા શહેરમાં રહે છે. જો કે પોલીસ ત્યાં દરોડા પાડે તે પહેલા જ તે આરોપી સોંટૂ નવરતન જૈન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેની હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

નાગપુરના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે સોંટૂ નવરતન જૈને એક બિઝનેસમેનને નકલી સટ્ટાબાજીની એપ્સમાં રોકાણ કરવાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવી લીધો હતો. જે પછી તે બિઝસનેસમેન તેમની ઝાળમાં ફસાય ગયો અને એક હવાલા એજન્ટના માધ્યમથી તેણે 8 લાખ રૂપિયાનું ટ્રાંઝાક્શન કર્યું હતું. જે પછી જૈને તે બિઝનેસમેનને ઓનલાઈન સટ્ટાબાજી અકાઉન્ટ ખોલવા માટે વ્હોટસ્અપ પર એક લિંક આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે વેપારીએ તેના ખાતામાં રૂપિયા 8 લાખ જમા કરાવ્યા અને જુગાર રમવા લાગ્યો હતો.

જો કે તે પછી તે વેપારીને શરૂઆતમાં તો સારૂ પરીણામ મળ્યું પરંતું તે પછી તેણે ઝટકા લાગવાના શરૂ થઈ ગયા હતા. કારણ કે કારણ કે તેણે માત્ર 5 કરોડ રૂપિયા જીત્યા હતા પરંતુ તે 58 કરોડ રૂપિયા હારી ગયા હતા. જે પછી વેપારીને શક થવા લાગ્યો અને તેણે જૈન પાસેથી તેના પૈસા પાછા માંગ્યા હતા. પરંતુ તેણે આપવાથી ઈનકાર કર્યો હતો. પોતાના પૈસા પાછા ન મળતા વેપારીએ સાયબર પુલીસને શિકાયત કરી હતી. જૈન પર ધોકાધણી કરવાના મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસ દાખલ થયા પછી પોલીસ જૈનના ધરે પહોંચી હતી. જો કે જૈન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તે દુબઈ ભાગી ગયો હોવાની આશંકા છે.

Most Popular

To Top