Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: સુરત ખવાજાદાના દરગાહ પકાડીવાડ નજીક(Athava, surat) મધરાત્રે કેટલાક હુમલાખોરોએ ડેકોરેશનના (Decoration) કામ સાથે સંકળાયેલા યુવકને ઘરેથી બોલાવી જાહેરમાં ઘા મારી પતાવી(Murder) દીધો હતો.
મિત્રોએ જણાવ્યું હતું કે હત્યા પાછળ પૈસાની લેતી દેતી નો મામલો કારણભૂત હોવાનું કહી શકાય છે.

હત્યાના 30 મિનિટ પહેલા થયેલા ઝગડાના સમાધાન માટે બોલાવી રજાઉસેનને ઘા મરાયા હતા. એટલું જ નહીં પણ ઇજાગ્રસ્ત હાલતમાં બાઇક ઉપર હોસ્પિટલ લઈ જવાતા રજાઉસેન ને 50 મીટર દૂર અટકાવી ફરી ઘા મરાતા એનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હુમલાખોર ઉમરવાડાથી બાઇક ઉપર આવ્યા હતા.

સોહેલ (મૃતકનો ભાઈ) એ જણાવ્યું હતું કે ઘટના લગભગ 12:30 વાગ્યા બાદ બની હોય શકે છે, સંગ્રામપુર તલાવડી નજીકના મોલવી સ્ટ્રીટમાં રહેતા રજાઉસેન ગુલામ અન્સારીને ઘરેથી બોલાવી પકાદીવાડમાં લઇ જવાયા બાદ ઉપરા ઉપરી જાહેરમાં ઘા મારી પતાવી દેવાયો હતો. હુમલાખોર અને ઉમરવાડાના રહેવાસી બાઇક ઉપર આવ્યા હતા. હુમલો કરાયા બાદ રજાઉસેનને તાત્કાલિક સારવાર માટે બાઇક ઉપર હોસ્પિટલ લઈ જવાતી વેળાએ હુમલાખોરોએ બાઇકને રસ્તે આતરી ફરી રજાઉસેન પર હત્યાના ઇરાદે હુમલો કર્યો હતો. જેને લઈ સાથી મિત્રોમાં ડરનો માહોલ ઉભો થઇ ગયો હતો.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રજાઉસેનના પરિવારમાં એક નાનોભાઈ અને માતા-પિતા છે ઘરની તમામ આર્થિક જવાબદારી રજાઉસેન પર હતી. મિત્રના રૂપિયાની ઉઘરાણીમાં રજાઉસેનનો જીવ લેવાયો છે. લગભગ 11:30 વાગે આ જ બાબતે ઝગડો થયા બાદ ઉજાઉસેન ઘરે ચાલી ગયો હતો. ત્યારબાદ હુમલાખોરોએ માણસો બોલાવી રજાઉસેનને ઘરેથી સમાધાન કરી લેવા બોલાવ્યો હતો. બાઇક પર આવેલા હુમલાખોરોએ ચાર ઘા મારી હત્યા કરી હતી. પરિવારનો હાલ શોકમાં ગરકાવ થઈ ગયો છે. અઠવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

To Top