National

UP: દેવરિયામાં જમીની વિવાદમાં પૂર્વ પંચાયત સભ્ય સહિત 6 લોકોની હત્યા, લોકોમાં અશાંતિનો માહોલ

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) દેવરિયા જિલ્લામાં જમીન વિવાદને (Land Dispute) લઈને જૂની અદાવતના કારણે છ લોકોની હત્યા (Murder) કરવામાં આવી છે. હત્યાની આ મોટી ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. મળતી માહિતી મુજબ દેવરિયા જિલ્લાના રૂદ્રપુર નજીક ફતેહપુર ગામમાં જૂની અદાવતના કારણે છ લોકોની હત્યા કરવામાં આવી છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. વિસ્તારમાં ભારે પોલીસ (Police) બંદોબસ્ત તૈનાત છે. આખા ગામમાં હોબાળો મચી ગયો છે. ઘટનાને લઈને ચારેબાજુ વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.

આ સમગ્ર મામલો રૂદ્રપુર પોલીસ સ્ટેશન પાસેના ફતેહપુર ગામનો છે. જ્યાં જમીનના વિવાદને લઈને બંને પક્ષો વચ્ચે જૂની અદાવત ચાલી રહી હતી. જેના કારણે આજે સવારે તેમની વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. જેમાં 6 લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. હાલ ગામમાં તંગદિલીનો માહોલ છે. પોલીસે કેટલાક ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

ઘટના સોમવારે સવારે લગભગ 7.00 વાગ્યાની આસપાસની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વહેલી સવારે બંને પક્ષો વચ્ચે વિવાદ શરૂ થયો અને વિવાદ એટલો વધી ગયો કે ઝડપી ફાયરિંગ શરૂ થઈ ગયું. ગોળીબારના કારણે અનેક લોકોના મોત થયાના અહેવાલ છે. મૃતકોમાં એક જ પરિવારના 5 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે બીજી બાજુના એક વ્યક્તિનું મોત થયું છે. ગોળીબાર અને તિક્ષ્ણ હથિયાર વડે આ હત્યાઓ કરવામાં આવી છે. જો કે પોલીસ ઘટનાસ્થળે હાજર છે. ઘટના બાદ ગામમાં તણાવ વધી ગયો છે અને અરાજકતાનો માહોલ છે.

મળતી માહિતી અનુસાર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પ્રેમ યાદવની પહેલા જમીન વિવાદમાં હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ ગુસ્સે થયેલા લોકોએ તે જ ગામના સત્ય પ્રકાશ દુબેના ઘરમાં ઘૂસીને પાંચ લોકોની ગોળી મારી હત્યા કરી હતી. આ ઘટનામાં ઘાયલ એક બાળકીની હાલત નાજુક છે. કહેવાય છે કે સત્ય પ્રકાશ દુબે અને પ્રેમ યાદવ વચ્ચે લાંબા સમયથી જમીન વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદમાં આ લોહિયાળ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top