સુરતઃ ‘અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત (Surat) શહેરમાં ફરીવાર સફળ અંગદાન થયું છે. મૂળ ઉતરપ્રદેશના ભિંદ પરિવારના નિલમદેવી ભિંદેએ સુરતની નવી...
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) આજે જે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, એવી જ સ્થિતિ ગયા વર્ષે શ્રીલંકામાં (Sri Lanka) જોવા મળી...
અમદાવાદ: (Ahmedabad) ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો (World Cup 2023) અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે આરંભ થઈ ચુક્યો છે. પ્રથમ...
નવી દિલ્હી: 2024ની લોકસભા ચૂંટણી (Loksabha Elelction) પહેલા કોંગ્રેસ-ભાજપનો (Congress) પ્રચાર સતત નવો વળાંક લઈ રહ્યો છે. ભાજપના (BJP) નેતાઓ વિપક્ષી ગઠબંધન...
નવી દિલ્હી: ચીનમાં (china) યોજાયેલી એશિયન ગેમ્સમાં (Asian Games) ભારતે (India) અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારતે અત્યાર સુધીમાં કુલ...
સુરત(Surat): રિંગરોડ (RingRoad) સહારા દરવાજા નજીક શ્રમિકને પાઈપ અને લોખંડની ખુરશીથી દોડાવી દોડાવીને માર મારતો વિડીયો વાઇરલ (ViralVideo) થતા ચર્ચાનો વિષય બન્યો...
નવી દિલ્હી: આ વખતે કેન્દ્રીય કેબિનેટ નવરાત્રિ દરમિયાન કર્મચારીઓના ડીએ અને ડીઆર અંગે જાહેરાત કરી શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષો પર નજર...
સુરત(Surat): સુરત મનપા (SMC) સંચાલિત સ્મીમેર (SMIMER) હોસ્પિટલના કર્મચારી સાથે આપના (AAP) કોર્પોરેટરે (Corporator) ગેરવર્તન કર્યાની ફરિયાદ સામે આવી છે. આપના કોર્પોરેટરે...
સુરત: ગોવા, મધ્યપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, મહારાષ્ટ્ર અને દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા રહે છે. મોટા ભાગે ખેપિયાઓ ટ્રક,...
નવી દિલ્હી: જાપાનમાં (Japan) ભૂકંપના (Earthquake) જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા 6.6 હોવાનું કહેવાય છે. ભૂકંપ બાદ જાપાનની હવામાન એજન્સીએ (Weather Department)...
સુરત: સુરત (Surat) શહેરમાં રોજ એટલા લોકોના મોત થઈ રહ્યાં છે કે સ્માર્ટ સિટી સુરતની સ્માર્ટ મહાનગરપાલિકાની શબવાહિનીઓ પણ ઓછી પડી રહી...
નડિયાદ: સ્વચ્છ ભારત મિશનને 9 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તારીખ 1-10-2023 ના રોજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં...
ખંભાત : ખંભાત શહેરના ચકડોળ ગ્રાઉન્ડમાં દિવાળી પર્વ દરમિયાન ખૂબ જ મોટો પરંપરાગત લોકમેળો યોજાય છે. જેમાં ખંભાત શહેર તાલુકા સહિત દૂર...
બાલાસિનોર: સરકાર દ્વારા વૃક્ષારોપણ માટે લાખો રૂપિયાની ફાળવણી કરીને શાળા – કોલેજોમાં અને જાહેર સ્થળોએ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે...
સુરત(Surat) : ડ્રાઈવિંગ લાયસન્સ (Driving Licence) માટેના ટેસ્ટમાં સમય ઓછો પડતો હોવાની તથા વેઈટિંગ પીરિયડ ખૂબ જ લાંબું હોવાની ફરિયાદો ઉઠતા સુરત...
વડોદરા: ઉંડેરા થી ગોત્રી તરફ જતા વરસાદી કાંસમાં શાળાએ લઈ જતા ભૂલકાઓની સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો.સદનસીબે બાળકોનો આબાદ બચાવ થયો હતો....
વડોદરા: અલકાપુરીની આંગડિયા પેઢીમાં 36 લાખ રૂપિયા લઇને આવતા એચ એમ આંગડિયા પેઢીના કર્મચારીઓના જેતલુપર બ્રિજ નીચે ચાર શખ્સોએ પોલીસની ઓળખ આપી...
સુરત: નાની ઉંમરમાં હાર્ટ એટેકથી (Heart Attack) મોતના (Death) બનાવ ચિંતાજનક હદે વધ્યા છે. આવો જ એક આઘાતજનક બનાવ સુરત (Surat) શહેરના...
અંધશ્રધ્ધાને ભણતર સાથે કોઈ લેવાદેવા નથી. સામાન્ય માન્યતાછે કે ગ્રામ્ય વિસ્તારોમા અશિક્ષિત અર્ધશિક્ષિત અને ગરીબ લોકોમાં અંધશ્રધ્ધાનું પ્રમાણ વદુ હોય છે. અભણ...
વડોદરા: માથાભારે અને બુટલેગર હુસેન સુન્ની અને તેના મિત્રો જાવેદ વચ્ચે થયેલી મારામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.પહેલા કારેલીબાગ વિસ્તારમાં ફિલ્મી...
તા.07-09-233ના ગુ.મિ.નો તંત્રી લેખ ખૂબ જ માનનીય રહ્યો છે. દેશનું નામ ‘ઈન્ડિયા’માંથી ભારત થયું. તેની પરોજણમાં વિરોધપક્ષ પડી ગયો. વિરોધપક્ષ નામ બદલવાનો...
સરકાર કહે છે ભણો. વડીલો પણ ભણવા-ભણાવવાની વાત કરે છે પણ ભણ્યા પછી ભણતરનું કરવું શું તે સરકાર કહી શકતી નથી. સરકારે...
એક ધનવાન માણસ એક સદ્ગુરુ પાસે ગયો અને તેમના પગે પડીને બોલ્યો, ‘ગુરુજી પરેશાન છું …દુઃખી છું …જાણે અગ્નિમાં તપી રહ્યો હોઉં...
પક્ષી આદિકાળથી મનુષ્યનું પ્રિય રહ્યું છે. નાનકડું, નિર્દોષ અને નાજુક જણાતું પક્ષી ખાસ કશો ઉપદ્રવ કરતું નથી. ઘણાં પક્ષીઓ આંગણે, સીમમાં તેમજ...
દિલ્હી પોલીસે મંગળવારે એક સાથે છ પત્રકારોની ધરપકડ કરી છે અને છ એ પત્રકાર વચ્ચે સમાનતા એ છે કે તેઓ ડર્યા વિના...
ભૂતકાળમાં જ્યારે અંગ્રેજો ભારત પર રાજ કરતાં હતા ત્યારે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવતા હતા. આઝાદી આવી અને અંગ્રેજો જતા...
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિપક્ષોનું સરકારવિરોધી અભિયાન તેજ બની રહ્યું છે. સરકાર અને તેમનાં સમર્થકો દ્વારા...
સુરત: (surat) સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) જટિલ સર્જરી (Surgery) કરવામાં સર્જીકલ વિભાગના ડોકટરોએ સફળતા મેળવી છે. એસિડ પીવાના કારણે બે મહિલાઓની...
ગાંધીનગર: સૌરાષ્ટ્રમાં રાસ ગરબામની (Garba) પ્રેકિટસ કરતી વખતે ત્રણ ખેલૈયાઓના હાર્ટ એટેકના (Heart Attack) કારણે મૃત્યુ (Death) થયા હતાં. ત્યારે રાજકોટ (Rajkot)...
ગાંધીનગર: આગામી જાન્યુઆરી 2024માં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં (Vibrant Summit) કેનેડા (Canada) પાર્ટનર કંન્ટ્રી તરીકે નીકળી જાય તેવી સંભાવના વધી રહી છે. ખાસ...
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં વહેલી સવારે 2.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું, સ્થાનિકોમાં ભયનો માહોલ
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
મધ્યપ્રદેશમાં તપાસ કર્યા વિના જ એચઆઈવી પોઝિટિવ લોહી છ બાળકોને ચડાવી દેવાયું!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં હસમુખ ભટ્ટનો ભવ્ય વિજય
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
ગુજરાતમાં SIR ના આંકડા જાહેર થયા: 73.73 લાખ મતદારોના નામ મતદારયાદીમાંથી દૂર કરાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
સુરતઃ ‘અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત (Surat) શહેરમાં ફરીવાર સફળ અંગદાન થયું છે. મૂળ ઉતરપ્રદેશના ભિંદ પરિવારના નિલમદેવી ભિંદેએ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) સારવાર દરમિયાન બ્રેઈન ડેડ (Brain Dead) થયેલા પોતાના પતિ સ્વ.રામજીભાઇ સંતલાલ ભિદેની બે કિડની, લીવર અને બે આંખોનું મહાદાન (Organ Donation) કરીને માનવતા મહેંકાવી છે.
સુરત શહેરના કડોદરા સ્થિત જોલવા પાટીયાની બાલાજી સોસાયટી ખાતે રહેતા ( મુળ.મહદેપુર ભોરી સંત રવિદાસનગર, ઉતરપ્રદેશ) 43 વર્ષીય યુવાન રામજીભાઇ સંતલાલ ભિંદ સંચાના ખાતામાં કામ કરીને આજીવિકા મેળવતા હતા. ગત તા 19મી સપ્ટેમ્બરના રોજ સાંજે પોતાના ઘરના બાથરૂમમાં ચક્કર આવતા પડી ગયા હતા. જેથી પરિવારજનો તત્કાલ નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. વધુ સારવાર માટે તા.૨૦મીએ બપોરે સુરત નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં તેઓને હેડ ઈન્જરી થયાનું નિદાન થયું હતું. આઇસીયુમાં 17 દિવસની સધન સારવાર બાદ આજરોજ તા.૦૫મી ઓક્ટોમ્બરના રોજ બપોરે 1:15 વાગે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિમેષ વર્મા, ડો.જય પટેલ, ડો.કેયુર પ્રજાપતિની તબીબી ટીમ દ્વારા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા. તેમના પરિવારજનોને આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઇકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડે બ્રેઈનડેડ સ્વ.રામજીભાઈના અંગોના દાનથી અન્ય જરૂરિયાતમંદને નવજીવન મળી શકે તેમ સમજાવી અંગદાનની માહિતી આપી હતી.
બ્રેઇનડેડ યુવાનના પરિવારમાં પત્નિ નિલમદેવી ભિંદ, મોટો દિકરો સુરજ ભિંદ,નાના દિકરો પવન ભિંદ અને દિકરી કાજલ ભિંદ છે. સ્વ.રામજીભાઇ ભિંદને બ્રેઇન ડેડ જાહેર કરતાં પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કરી અન્ય જરૂરિયાતમંદ પરિવારના બાળકોના પિતાની છત્રછાયાના ન ગુમાવે એવી ભાવના વ્યક્ત કરી હતી.
દુઃખદ ઘડીમાં બ્રેઈનડેડ રામજીભાઈના પત્ની નિલમદેવીએ અંગદાનનો નિર્ણય કરી સમાજ માટે પ્રેરણારૂપ બન્યા હતા. આમ પરિવારની સંમતિ મળતા સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. સુરત સિવિલ ખાતેથી બ્રેઈનડેડ યુવાનની બંન્ને કિડની અને લીવરનું દાન સ્વીકારીને અમદાવાદની ઝાડટસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તથા બન્ને આંખોનું દાન નવી સિવિલ હોસ્પિટલની આઇસ બેંકે સ્વીકાર્યું હતું.
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ, સફાઈ કર્મીઓ જહેમત ઉઠાવી હતી. આમ, સુરત સિવિલમાં આજે 46મું સફળ અંગદાન થયું હતું.