દાહોદ: દાહોદમાં (Dahod) ગરબાડા-અલીરાજપુર હાઇવે (Highway) ગોઝારા અકસ્માતમાં (Accident) મરણચીસોથી ગુંજી ઉઠ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ગરબાડાના પાટીયાઝોલ તળાવ પાસે ટ્રક-રીક્ષા...
વડોદરા: વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ વડોદરા અંતર્ગત અહીંના પંડિત દીનદયાળ સભાગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૂડી રોકાણકારો વરસી પડ્યા છે અને વિવિધ ક્ષેત્રમાં મૂડી...
નવી દિલ્હી: વર્લ્ડ કપની (World Cup 2023) આઠમી મેચમાં પાકિસ્તાન (Pakistan) સામે શ્રીલંકાનો (Sri Lanka) પડકાર છે. હૈદરાબાદના (Hyderabad) રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ...
અમદાવાદ: (Morbi) મોરબીના ઝુલતા પુલ (Bridge) દુર્ઘટના મામલે સીટ દ્વારા 5000 પાનાનો તપાસ અહેવાલ આજે હાઈકોર્ટમાં (High Court) રજૂ કરવામાં આવ્યો છે....
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દેશભરમાં મની લોન્ડરિંગ સામે જોરદાર કાર્યવાહી કરી રહ્યું છે. હવે VIVO અને LAVA જેવી...
નવી દિલ્હી: સોશિયલ મીડિયા(Social Media) ઉપર કોઈપણ મુદ્દાને પ્રસરતા(Viral) વાર નથી લાગતી. ત્યારે એક અફવા(Fake News) પણ ખૂબ ઝડપથી પ્રસરી હતી કે...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા-ચીખલી માર્ગ (Road) નાંદરખા ઘાંચીવાડ ત્રણ રસ્તા ઉપર માર્ગ ઉપર દોડતાં ડમ્પરમાં આગ લાગી ગઈ હતી. મંગળવાર સવારે ૧૧:૩૦ કલાકે...
નવી દિલ્હી: ચીનમાં (China) યોજાયેલ એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) સમાપ્ત થઈ ગઈ છે. આ ગેમ્સના સમાપન સમારોહમાં (Closing Ceremony) ભારતીય...
નવી દિલ્હી: ઇઝરાયેલ(Israel) અને હમાસ(Hamas) વચ્ચે યુધ્ધનો(War) માહોલ છે. આ યુધ્ધની માહિતી મેળવવામાં ઈઝરાયેલની ગુપ્તચર(Intelligence) સંસ્થા ‘મોસાદ'(Mosad) પણ અસમર્થ(Failed) રહી હતી. ઇઝરાયેલનું(Israel)...
નવી દિલ્હી: આગામી વર્ષથી દેશની પ્રથમ મોટી ખાનગી સોનાની ખાણમાં (Gold Mine) ઉત્પાદન શરૂ થશે. આ ખાણ આંધ્ર પ્રદેશના (AndhraPradesh) કુરનૂલ (Kurnul)...
ભરૂચ(Bharuch) : ભરૂચથી દહેજ (Dahej) GIDCમાં આવેલી SRF કંપનીમાં નોકરીએ જતા કર્મચારીઓની બસ (Bus) મંગળવારે સવારે પલટી ખાઈ ગઈ હતી. એકાએક અકસ્માત...
નવી દિલ્હી: (New Delhi) મુકેશ અંબાણી (Mukesh Ambani) ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023 અનુસાર...
હમાસના (Hamas) હુમલા બાદ ઈઝરાયેલ ગાઝા પટ્ટી (Gaza Patti) પર સતત હુમલા (Attack) કરી રહ્યું છે. પેલેસ્ટાઈન અને ઇઝરાયેલ વચ્ચે વધતા સંઘર્ષ...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Election) નજીક આવતા ભારતનું રાજકારણ ગરમાયું છે. જેમાં અવારનવાર નેતાઓના વિવાદાસ્પદ બયાન સામે આવતા હોય છે. આવુંજ...
નવી દિલ્હી: ODI વર્લ્ડ કપની સાતમી મેચમાં ઈંગ્લેન્ડે બાંગ્લાદેશને 137 રનથી હરાવ્યું હતું. વર્તમાન વર્લ્ડ કપમાં આ તેની પ્રથમ જીત છે. ઇંગ્લેન્ડને...
સુરત: રાજ્ય સરકારે આરટીઓ પાસે સત્તા આંચકી લઈ હવે નંબર પ્લેટની જવાબદારી ડીલરોના શિરે નાંખી છે. નવા વાહનોમાં તો ડીલર્સ નંબર પ્લેટ...
નવી દિલ્હી: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન (Israel-Palestine War) આતંકવાદી સંગઠન હમાસ (Hamas) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ (PM Netanyahu)...
સુરત(Surat) : છેલ્લાં કેટલાંય સમયથી શહેરમાં મેટ્રો રેલ (MetroRail) માટે કામગીરી ચાલી રહી છે, જેના લીધે ઠેરઠેર ખાડાઓ ખોદવામાં આવ્યા છે, જેથી...
સુરત(Surat) : તાપી (Tapi) નદીના (River) કિનારે અશ્વનીકુમાર (Ashvinikumar) ખાતે આવેલા પાંડવ (Pandav) ઓવારા પર એક સાપ (Snake) ફસાયેલો (Trapped) મળી આવ્યો...
જામનગર(Jamnagar): ગુજરાતના (Gujarat) યુવાનો પર મોટી ઘાત બેઠી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. હાર્ટ એટેક (Heart Attack) ગુજરાતના યુવાનોને એક બાદ એક ભરખી...
વડોદરા: ઇઝરાયલ – હમાસ વચ્ચેના ભીષણ યુદ્ધમાં કેટલાય લોકો અટવાઈ પડ્યા હતા. હમાસ સંગઠન દ્વારા અણધાર્યો હુમલો કરવામાં આવ્યો હતો જેમાં નાગરિકો...
સુરત(Surat) : નશામાં ધૂત દારૂડિયા કાર ચાલકે (DrunkedCarDriver) મહિલા સહિત ચારને અડફેટે (Accident) લીધા હોવાનો બનાવ સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં બન્યો છે....
વડોદરા: શહેરમાં ઉજવાતા નવરાત્રી મહોત્સવમાં ગુજરાત સરકારની જમીન-ગ્રાઉન્ડ અને વડોદરા મહાનગર પાલિકાના પ્લોટોના ગરબા આયોજકો દ્વારા નાની બાળકીઓ થી લઈ 18 વર્ષ...
ચેન્નાઈ(Chennai) : ટીમ ઈન્ડિયાને (TeamIndia) વર્લ્ડકપના (WorldCup) પ્રારંભે જ મોટો ઝટકો લાગ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ (ShubhmanGill) બિમાર...
વડોદરા: વડોદરા શહેર એક સંસ્કાર નગરી છે. સાથે કલાનગરી છે.પરંતુ વડોદરા શહેર રમતગમતમાં દિવસે અને દિવસે પાછળ જતું હોય ત્યારે રમતવીરો સાથે...
વડોદરા: ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલ સંપન્ન થયું હતું તેવી જ રીતે નવલી નવરાત્રી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસ કમિશનર...
સુરત(Surat) : ‘બન્ને પાર્ટીઓ મારી ઉપર દબાણ કરી માનસિક ત્રાસ આપી રહી છે, જીવવા પણ નથી દેતા અને શાંતિ થી રહેવા પણ...
દેશની વિરુધ્ધ ચળવળ કરનાર વ્યકિતઓ દેશદ્રોહી ગણાય. એને તો ઊગતા જ ડામવા જોઇએ. દેશના ગદ્દાર માણસોને લીધે મુસ્લીમોએ આઠસોથી નવસો વર્ષ ભારત...
વર્ષો થયાં વિશ્વમાં સત્તા યુદ્ધો ચાલી રહ્યાં છે તેમાં એકંદરે ભારતની સ્થિતિ ઘણી સારી છે. હાલના યુક્રેન વગેરે યુદ્ધમાં પણ ભારતની તટસ્થ...
તાજેતરમાં પૂર્ણ થયેલા ભાદરવી પૂનમના મેળામાં જગતજનનીમાં અંબાજીના પવિત્ર સ્થળે લાખો ભક્તોને ભેળસેળયુકત ઘીનો ઉપયોગ કરીને મોહનથાળનો પ્રસાદ અપાયાના દુ:ખદાયક સમાચાર વાંચવા...
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
દાહોદ: દાહોદમાં (Dahod) ગરબાડા-અલીરાજપુર હાઇવે (Highway) ગોઝારા અકસ્માતમાં (Accident) મરણચીસોથી ગુંજી ઉઠ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ગરબાડાના પાટીયાઝોલ તળાવ પાસે ટ્રક-રીક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોને કાળ ભરખી (Death) ગયો, એક ગંભીરજમીન સંબંધી બાબતે કોર્ટની તારીખે હાજરી આપવા એક જ કુટુંબના 6 વ્યકતિઓ કાળના ખપ્પરમાં હોમાતા સમગ્ર ઝરીબુઝર્ગ ગામ હિબકે ચઢ્યો હતો.
ગરબાડા તાલુકાના પાટિયાઝોલ તળાવના વળાંક પર આજરોજ વહેલી સવારે ટ્રક અને ઓટોરિક્ષા જોશભેર ટક્કર થતા રાજકોટ થી ગરબાડા મુકામે જમીન સંબંધી બાબતે કોર્ટમાં તારીખે હાજરી આપવા આવેલા એક જ કુટુંબના છ વ્યક્તિઓ કાળના ખપ્પરમાં હોમાઈ જતા સમગ્ર હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. મરણ જનાર હતભાગીઓ મૃતદેહો વેરવિખેર તેમજ હાઇવે પર લોહીલુહાણ અવસ્થામાં નજરે પડ્યા હતા. વહેલી સવારે બનેલી હૃદય કંપાવનારી ઘટનામાં એક જ કુટુંબના 4 પુરુષો એક મહિલા તેમજ બાળકનું મૃત્યુ થતા સમગ્ર ઝરીબુઝર્ગ ગામમાં માતમની સાથે સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
જોકે બનાવની જાણ વાયુવેગે પંથકમાં થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાવ બાદ ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે ક્ષય વિક્ષય હાલતમાં પડેલા મૃતદેહોનો કબજો લઇ પીએમ અર્થે ગરબાડા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી હાઇવેને ખુલ્લું કરી આ બનાવ સબંધે વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ઝરી બુજુર્ગ ગામના ગુદરડી ફળિયાના એક કુટુંબના (૧)નરેશભાઈ કેશુભાઈ કટારા ઉ.વર્ષ.૩૫, (૨)પવનભાઈ કેશુભાઈ કટારા(ઉ.વર્ષ.૩૨),(૩)રાઘવભાઈ પવનભાઇ કટારા(ઉ.વર્ષ ૯), (૪)મુકેશભાઈ મૂડીયાભાઈ કટારા(ઉ.વર્ષ ૩૮), (૫) કેવનભાઈ ઈશ્વરભાઈ કટારા(ઉ.વર્ષ ૨૨)(૬) રેખાબેન ઈશ્વરભાઈ કટારા (ઉ.વર્ષ ૩૨) સહિતના વ્યક્તિઓ થોડાક સમય પહેલા રાજકોટ મુકામે મજૂરી અર્થે ગયા હતા. અને તેઓનો જમીન સંબંધી મામલે કોર્ટમાં કેસ ચાલતો હોય ગતરોજ કોર્ટ મુદતમાં હાજરી આપવા માટે રાજકોટ થી ગરબાડા આવવા નીકળ્યા હતા અને આજે વહેલી સવારે દાહોદ બસ સ્ટેશન પર ઉતર્યા હતા જ્યાં તેમના જ ગામનો રીક્ષા ચાલક પહેલેથી જ રિક્ષા લઈને હાજર હતો.
જે બાદ ઉપરોક્ત પરિવાર પરીક્ષામાં સવાર થઈ પોતાના ઘરે જવા નીકળ્યો હતો. પરંતુ એમને ક્યાં ખબર હતી કે તેઓની આ છેલ્લી સફર હશે. ઉપરોક્ત હતભાગી પરિવારની રીક્ષા ગરબાડા તાલુકાના પાટિયાઝોલ તળાવ નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે સામેથી અલીરાજપુર તરફથી આવતી કાળમુખી ટ્રક વચ્ચે જોશભેર ટક્કર થતા સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં ઉપરોક્ત એક જ કુટુંબના છ વ્યક્તિઓના પ્રાણ પખેરૂ ઘટના સ્થળે ઉડી જવા પામ્યા હતા. વહેલી સવારે બનેલા આ ગોઝારા બનાવમાં સમગ્ર હાઇવે ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.જેમાં સ્થળ પર મરણ પામેલા છ હતભાગીઓના મૃતદેહો ક્ષય વિક્ષય હાલતમાં પડેલા મૃતદેહો જોવા મળતા ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી.જયારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને 108 મારફતે નજીકના હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જોકે ઘટના બાદ ભેગા થયેલા લોકોએ પોલીસને જાણ કરતા થોડીક વારમાં પહોચેલી પોલીસે મરણ જનાર વ્યક્તિઓના મૃતદેહો કબજો લઇ પીએમ અર્થે ગરબાડા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી હાઇવેને ખુલ્લું કરી આ બનાવ સબંધે વધુ તપાસ હાથ ધરી છે.