National

દેશમાં સોશિયલ મિડીયા માટે જારી થઈ નવી માર્ગદર્શિકા: OTT અને ડિજિટલ ન્યુઝ પર સરકારની લગામ

નવી દિલ્હી (New Delhi): કેન્દ્ર સરકારે ગુરુવારે સોશિયલ મીડિયા (Social Media), ઓટીટી પ્લેટફોર્મ (OTT Platforms) અને ડિજિટલ સમાચાર (Digital News Content) માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે કહ્યું કે ટીકા અને પ્રશ્નો કરવાની સ્વતંત્રતા છે, પરંતુ સોશિયલ મીડિયાના કરોડો વપરાશકર્તાઓની ફરિયાદોને પહોંચી વળવા માટે એક મંચ પણ હોવો જોઈએ. IT પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે જો સોશિયલ મીડિયા પર કોઈ ખોટી સામગ્રી મુકવામાં આવે તો જે તે સાઇટે સરકારના સૂચનો પછી તેને 24 કલાકમાં દૂર કરી દેવી જોઈએ. તેમણે કહ્યું કે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે પ્રથમ વખત કોણે ખોટું ટ્વીટ અથવા કન્ટેન્ટ મૂક્યું છે. માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ઓટીટી અને ડિજિટલ ન્યૂઝ પોર્ટલો વિશે કહ્યું હતું કે આત્મ-નિયંત્રણની સિસ્ટમ હોવી જોઈએ. જેમ મૂવીઝ માટે સેન્સર બોર્ડ (Censor Board) હોય છે, તેવી જ વ્યવસ્થા ઓટીટી માટે પણ હોવી જોઈએ. તેના પર બતાવેલ સામગ્રી વય મુજબની હોવી જોઈએ.

રવિશંકર પ્રસાદે કહ્યું, “અમારી પાસે ફરિયાદ આવી હતી કે સોશિયલ મીડિયા ગુનાહિત, આતંકવાદી, હિંસક ગુનેગારોને પ્રોત્સાહન આપવા માટેનું એક મંચ બની ગયું છે. ભારતમાં 50 કરોડ વોટ્સએપ વપરાશકર્તાઓ છે. ફેસબુકના 41 કરોડ વપરાશકર્તાઓ છે, ઇન્સ્ટાગ્રામ યુઝર્સની સંખ્યા 21 કરોડ જેટલા છે. ટ્વિટરના કરોડ વપરાશકર્તાઓ પાસેથી આ સોશિયલ મીડિયાના ખોટા ઉપયોગની અને ફેક ન્યૂઝની ફરિયાદો આવી છે. આ ચિંતાનો વિષય છે. તેથી અમારી સરકારે આવા પ્લેટફોર્મ માટે માર્ગદર્શિકા (guidelines) તૈયાર કરવાનું નક્કી કર્યું. “

સોશ્યલ મીડિયા કંપનીઓએ વપરાશકર્તાઓની ફરિયાદો માટે અધિકારીની નિમણૂક કરવાની રહેશે અને તેનું નામ પણ જણાવવું પડશે. આ અધિકારીએ 15 દિવસમાં ફરિયાદનો ઉકેલ લાવવો પડશે. જો નગ્નતાના કેસોમાં ફરિયાદ હોય, તો 24 કલાકની અંદર આવા કન્ટેન્ટ દૂર કરવું પડશે. આ કંપનીઓએ દર મહિને કેટલી ફરિયાદો આવી હતી અને તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી છે તેનો અહેવાલ રજૂ કરવો પડશે. ફરિયાદને 24 કલાકની અંદર ધ્યાનમાં લેવી પડશે અને 15 દિવસની અંદર તેનો ઉકેલ લાવવો પડશે.

પ્રથમ વખત કોઈ અફવા અથવા ખોટી સામગ્રી કોણે મૂકી છે તે જાણવું પડશે. જો કોઈ ભારતની બહારથી ખોટી માહિતી પોસ્ટ કરે છે, તો તમારે કહેવું પડશે કે પહેલીવાર આવું ટ્વિટ કે માહિતી કોણે અપલોડ કરી છે. જો તમે કોઈ સોશ્યલ મીડિયા વપરાશકર્તાની સામગ્રીને કાઢવા માંગો છો, તો તેને તમારે તેનું કારણ જણાવવું પડશે. જણાવી દઇએ કે હવે દેશમાં OTT પ્લેટફોર્મસ માટે પ્રોગ્રામ કોડ આવશે. કોઈપણ કાર્યક્રમ વયની દ્રષ્ટિએ બતાવવામાં આવશે. એટલે કે જો કોઇ પ્રોગ્રામમાં કોઈ પુખ્ત દ્રશ્ય હોય તો તે બાળકોને બતાવવું જોઈએ નહીં.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું, “ડિજિટલ મીડિયા ન્યૂઝ પોર્ટલની જેમ, કરોડો લોકો ઓટીટી પ્લેટફોર્મ પર આવ્યા છે. જે લોકો પ્રેસમાંથી આવે છે તેઓએ પ્રેસ કાઉન્સિલની કોડનું (Press Counselling Code) પાલન કરવું પડે છે, પરંતુ ડિજિટલ મીડિયા માટે કોઈ બંધન નથી. કોડ્સ કેબલ નેટવર્ક એક્ટ (Codes Cable Network Act) હેઠળ અનુસરો પરંતુ ઓટીટી પ્લેટફોર્મ માટે આવો કોઈ નિયમ નથી. સરકારે વિચાર્યું છે કે બધા મીડિયા પ્લેટફોર્મ માટે એક જ જ્યુડિશિયલ સિસ્ટમ હોવી જોઈએ. કેટલાક નિયમોનું પાલન કરવું પડશે અને સિસ્ટમનું પાલન કરવું પડશે. “

તેમણે કહ્યુ કે, ‘આ માટે બંને ગૃહોમાં ઓટીટી પર 50 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તે પછી અમે દિલ્હી, મુંબઇ અને ચેન્નાઇમાં ઓટીટી સાથે સંકળાયેલા તમામ લોકોની મીટિંગો બોલાવી. અમે તેમને સેલ્ફ રેગ્યુલેશન વિશે કહ્યું, પરંતુ આ બન્યું નહીં. બીજી મીટિંગમાં અમે 100 દિવસમાં વ્યવસ્થા કરવાની વાત કરી, તેમ છતાં તે બન્યું નહીં. તે પછી અમે બધા માધ્યમો માટે સંસ્થાકીય સિસ્ટમ બનાવવાનું વિચાર્યું. મીડિયા સ્વતંત્રતા (Freedom of Press) એ લોકશાહીનો (Democracy) આત્મા છે. પરંતુ, દરેક સ્વતંત્રતા જવાબદારીથી ભરેલી હોવી જોઈએ.’.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top