Columns

ઓપેક દેશોએ કાચા તેલના ઉત્પાદન પર લીધો મોટો નિર્ણય, દેશમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!

ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ અને તેના સાથીઓ પૈકી ઓપેક પ્લસ દેશોએ જણાવ્યું હતું કે તેઓ સપ્ટેમ્બરમાં કાચા તેલનું એક લાખ બેરલ પ્રતિ દિવસ ઉત્પાદન વધારશે, જે જુલાઈ અને ઓગસ્ટમાં 648000 બેરલ પ્રતિ દિવસ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઓપેક પ્લસના સહ-અધ્યક્ષ તરીકે રશિયા છે! પેટ્રોલિયમ નિકાસ કરતાં દેશોનાં સંગઠનના સભ્યો અને રશિયા સહિતના સહયોગીઓ, જેઓ ઓપેક તરીકે ઓળખાય છે. 23 રાષ્ટ્રીય જોડાણ તે રકમને સભ્યો વચ્ચે પ્રમાણસર વિભાજિત કરશે અને માત્ર સાઉદી અને યુનાઈટેડ આરબ અમીરાત જ ઉત્પાદનને વેગ આપવા સક્ષમ છે, તેનો માત્ર એક અંશ વિતરીત થવાની સંભાવના છે. ઉત્પાદન વધવાથી તેલની ઊંચી કિંમતોના ફુગાવાને કારણે પીડિત ગ્રાહકોને થોડી રાહત મળશે. ઘણા દેશોમાં લોકોને રાહત થશે.

સપ્ટેમ્બરમાં ઉત્પાદન પાછલા મહિનાઓની સરખામણીએ ધીમી ગતિએ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તેલના ભાવમાં વધારો થયો અને પુરવઠો અસ્થિર બન્યો. ઓપેક પ્લસે હવે આઉટપુટને આશરે પૂર્વ રોગચાળાના સ્તરે વધાર્યું છે, વિશ્વભરમાં આર્થિક મંદીથી માંગને સંભવિત અસરની ચિંતા વચ્ચે મર્યાદિત ફાજલ ક્ષમતા સાથે ઉત્પાદન સ્થિર રાખવાની અપેક્ષા રાખે છે. પરંતુ વૈશ્વિક તેલનો પુરવઠો હજુ પણ ઓછો છે, ઊર્જાના ઊંચા ભાવે સમગ્ર વિશ્વમાં આસમાની ફુગાવામાં ફાળો આપ્યો છે.

ઓપેકના સાથી દેશોએ પહેલાં આ વર્ષની મીટિંગમાં કથિતપણે કાચા તેલના ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો. બજાર સરપ્લસના અંદાજને લગભગ 2 લાખ બેરલ પ્રતિ દિવસ ઘટાડી તેને કારણે તમામ દેશોની અર્થવ્યવસ્થા ડગમગી ગઇ જે હજી સુધારા પર આવી નથી. ઓપેક અને તેના સાથીઓએ નિર્ણય લીધો છે કે તેઓ આવતા મહિનાથી ઉત્પાદન વધારશે તેના પરિણામે પુરવઠો બજારમાં વધતાં તેલ અને બળતણના ભાવોના ઉછાળા અટકે તેવી આશા છે. ઈંધણ નિષ્ણાતોનું કહેવું છે કે ઓપેક દેશોના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થશે. આનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવામાં મદદ મળશે કારણ કે આપણી જરૂરિયાતને પહોંચી વળવા આયાત પર વધુ નિર્ભર છીએ. સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકોએ વિક્રમી વ્યાજ દરમાં વધારો કર્યો એક રીતે બીમાર અર્થતંત્રને સાચવવાની કોશિશ કરી છે. જો કે તેની અસર મર્યાદિત રહેશે. મંદીનું જોખમ તેલ બજારની સ્થિતિ નોંધપાત્ર અનિશ્ચિતતાનું પ્રતિબિંબ છે.

ઓપેક પ્લસ તરીકે ઓળખાતા તેલ ઉત્પાદકોના જૂથે ઉત્પાદનમાં નાના વધારાને મંજૂરી આપી હતી, અમેરિકાના પ્રમુખ બિડેન અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મુલાકાતના બે અઠવાડિયા પછી જૂથ તેલબજારોને અંકુશમાં રાખવા માટે કાર્ય કરશે. તેઓ પ્રેસિડેન્ટ બિડેનની મુત્સદ્દીગીરીનો જવાબ ઓઇલ આઉટપુટના વધારા સાથે આપશે. ઓપેક દેશો હવે તેમના ઉત્પાદનને સામાન્ય સ્તરે લાવવા પ્રયાસ કરી રહ્યા છે. બળતણના અભાવે આખી દુનિયામાં વ્યાપક અસર ઊભી થઈ હતી. ઓપેક દેશો હવે તેમના ઉત્પાદનને વધારી બજારો સ્થિર થાય તે પગલું ભરવા તૈયાર થયા છે. વિશ્વભરની મોટી અર્થવ્યવસ્થાઓ ઉત્પાદન વધારીને કિંમતોને નિયંત્રિત કરવાની માંગ સતત કરતી રહી છે.

ભાવવધારાને સ્થિર કરવા માટે તેલ વપરાશકર્તા દેશોને અન્ય આવશ્યક વસ્તુઓની કિંમતોને નિયંત્રિત કરવામાં સફળતા મળી ન હતી. જો કે આ પગલાની લાંબાગાળાની અસર હતી. જેના ઉપાયરૂપે તેલ ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયાનો ઉત્પાદન વધુ ન વધારવાનો નિર્ણય તેના પોતાના રાજકીય અને રાષ્ટ્રીય સુરક્ષા હિતો પર આધારિત હતો, વોશિંગ્ટન પર નહીં, સાઉદી અરેબિયાની ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવાની ક્ષમતા છે, સાઉદી તેલની કેન્દ્રીય બેંક તરીકે તેમની ભૂમિકા ભજવી શકે તે માટે તેઓએ ખાતરી કરવી જરૂરી છે કે તેમની પાસે નોંધપાત્ર વોલ્યુમ છે કે તેઓ કટોકટીને નિવારી શકે છે.

સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના ઓપેક અને રશિયાની આગેવાની હેઠળના તેના સાથીઓએ રોગચાળા દરમિયાન ઓછી માંગને કારણે તેલના ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો તે કપાતનો સમયગાળો સપ્ટેમ્બરમાં સમાપ્ત થાય છે. ઓપેક અને સાથી દેશો ધીમે ધીમે તેલ અને ગેસનું ઉત્પાદન વધારી રહ્યા છે કારણ કે અર્થવ્યવસ્થા સુધરી રહી છે. ગયા મહિને ઓપેકના વડા મોહમ્મદ સાનુસી બાર્કિંડોના મૃત્યુ પછી આ જૂથની પ્રથમ સત્તાવાર માસિક બેઠક હતી. કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશનના હાશેમ અલ-ગેઝે તે પછી ઓપેકના મહાસચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. હાલના લક્ષ્યાંકોને પહોંચી વળવા માટે ઓઇલ સંસ્થા આઉટપુટ સમસ્યાઓનો સામનો કરે છે.

સાઉદી અરેબિયા દ્વારા ઉત્પાદન વધારવાનો નિર્ણય અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની વિનંતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. બિડેને તેલ ઉત્પાદક દેશોને ઉત્પાદન વધારવા અને પેટ્રોલના ભાવ નીચે લાવવા અપીલ કરી હતી. તાજેતરના સમયમાં ક્રૂડ ઓઈલની માંગમાં ઘટાડો થયો છે. વિશ્વમાં આર્થિક મંદીના ભયને કારણે કાચા તેલની માંગમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા છે.

આ વધારો વૈશ્વિક તેલની માંગની 86 સેકન્ડની સમકક્ષ અઠવાડિયાના અનુમાન પછી આવે છે. મધ્ય પૂર્વની અમેરિકાના પ્રેસિડેન્ટ બિડેનની યાત્રા અને રિયાધ અને સંયુક્ત આરબ અમીરાતને મિસાઇલ સંરક્ષણ પ્રણાલીના વેચાણની વોશિંગ્ટનની મંજૂરીથી વધુ તેલ આવશે. USએ ઓપેકના નેતાઓ, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત પર દબાણ કરી વધારો કરાવ્યો છે જેથી માંગમાં સમતુલા જળવાય અને યુક્રેન પરના આક્રમણને કારણે બગડેલી પરિસ્થિતિ સુધરે, વધેલા ભાવને અંકુશમાં લેવા માટે વધુ તેલ પંપ કરવામાં મદદ મળે!

રશિયા પર US અને પશ્ચિમી પ્રતિબંધોને કારણે તમામ પ્રકારની ઊર્જાના ભાવમાં વધારો થયો છે. જેના પરિણામે ફુગાવો બહુ-દશકાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો. વિશ્વના લગભગ બધા દેશો પર આર્થિક બોજ આવ્યો. જ્યારથી સંઘર્ષ ફાટી નીકળ્યો ત્યારથી ક્રૂડ ઓઇલની સપ્લાય ચેનમાં વિક્ષેપ યથાવત છે, જેના કારણે તેના ભાવમાં ઝડપી વધારો થયો છે. સંઘર્ષ પહેલાં, ક્રૂડ ઓઇલ બેરલ દીઠ 90 ડોલર આસપાસ હતું અને ફેબ્રુઆરીના અંતમાં સંઘર્ષ પછી એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં વધીને 115 ડોલર જેટલું ઊંચું હતું.

જો કે તાજેતરમાં ક્રૂડ ઓઈલની કિંમતો તેમની ઊંચી સપાટી પરથી ખસી ગઈ છે! ઓપેક તેલ ઉત્પાદક દેશોની તાજેતરની મીટિંગ દરમિયાન ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે સેક્ટરમાં અપૂરતું રોકાણ 2023 પછી બિન-ઓપેક ઓઇલ ઉત્પાદક દેશો, કેટલાક ઓપેક સભ્ય દેશો અને સહભાગી બિન-ઓપેક દેશો તે પછી વધતી માંગને પહોંચી વળવા માટે સમયસર પૂરતા પુરવઠાની ઉપલબ્ધતાને અસર કરશે. ભારતમાં પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવો સતત ઊંચકાતા યોજનાઓ વારંવાર બદલવાની ફરજ પડી હતી. અનેક દેશોમાં નેચરલ ગેસની કમીને કારણે વ્યવસ્થા હજી ગુંચવાયેલી છે. આધુનિક યુગમાં જ્યાં સુધી વિકલ્પ ન મળે ત્યાં સુધી આ ક્ષેત્રે તણાવપૂર્ણ સ્થિતિ રહેશે પણ નજીકના ભવિષ્યમાં રાહત તો મળશે!

Most Popular

To Top