Madhya Gujarat

મલેકપુરના તાંતરોલી પુલ પર ખોડા ખાડાંથી અકસ્માતનો ભય

ખાનપુર : મહીસાગર જિલ્લાના મલેકપુર પાસે આવેલ તાંતરોલી મહીસાગર નદીના પુલ પર પડેલા મસમોટા ખાડા વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી બન્યો છે. આ અંગે રજુઆત છતા તંત્રની બેદરકારીના કારણે પુલ પરના ખાડા ઓનું મરામત કરવામાં આવતું નથી. મલેકપુર હાઇવેથી આંટલવાડા તરફ આવતા માર્ગ પર મહીસાગર નદી પરનો પુલ આવેલો છે. જે તાંતરોલી મહીસાગર નદીના પુલ તરીકે ઓળખાય છે. આ પુલ પરથી રોજના સેંકડો વાહનો પસાર થાય છે. સ્થાનિક વિસ્તારના લોકો પણ આ પુલનો ઉપયોગ અવરજવર માટે કરે છે. બીજી તરફ મલેકપુર ખાતે સુપ્રસિધ્ધ હનુમાનજી મંદિર આવેલું છે. દર શનિવારે તેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જતાં હોય છે. પુલની મધ્યમાં ખાડા પડીને સળીયા બહાર નીકળી ગયા છે. આ પુલ પર રાત્રી દરમિયાન અંધારામાં વધુ મુશ્કેલી પડે છે. જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ, આ તાંતરોલી મહીસાગર નદીનો પુલ તેની બંન્ને ઢાળની મર્યાદિત મુજબ  તંત્ર દ્વારા જે-તે સમયે બનાવ્યો તે ઉંચો ન હોવાથી ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ થતાં નદીમાં પાણી આવતા ડુબી પણ જાય છે. આંટલવાડાથી મલેકપુર તરફ વાહનોની અવર જવર સદંતર બંધ થઈ જાય છે. તંત્ર દ્વારા આ પુલના ખાડાંઓની મરામત કરી આગામી સમયમાં પુલ ઉંચો કરવામાં આવે તેવી  પણ પ્રબળ લોકમાંગ છે.

Most Popular

To Top