SURAT

કુમાર કાનાણીને જોતા જ અલ્પેશ કથીરિયાએ એવું રીએક્શન આપ્યું કે લોકો જોતા રહી ગયા

સુરત: ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સુરતમાં પણ ઉત્સાહ પૂર્વક લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે આ મતદાન પ્રક્રિયા દરમિયાન અનોખી તસ્વીરો સામે આવી રહી છે. ત્યારે સુરતમાં કાકા-ભત્રીજાનો ભરત મિલાપ જોવા મળી રહ્યો છે. સુરતની વરાછા બેઠક પરના આપ અને ભાજપના ઉમેદવાર મતદાન મથક પર ભેગા થઈ ગયા હતાં. આ દરમિયાન એક સમયે એક વીજા પર આક્ષેપ બાજી કરનારા બે પાર્ટીના ઉમેદવારો ભેગા થઇ ગયા હતા. ભાજપનાં ઉમેદવાર કુમાર કાનાણી અને આપ પાર્ટીનાં ઉમેદવાર અલ્પેશ કથીરીયા સામ સામે આવતા જ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. અલ્પેશ કથીરિયાએ કુમાર કાનાણીના આશિર્વાદ લીધા હતાં. બાદમાં બન્ને ગળે મળીને ભેટી ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે વરાછા વિધાનસભા બેઠક પર રસાકસી જામી છે જેના કારણેરાજ્યભરની નજર આ બેઠક પર મંડાયેલી છે. 

બે ધારાસભ્યોએ એકસાથે મતદાન કર્યુ
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં બે વિધાનસભાના ઉમેદવારો એક જ મતદાન મથક ઉપર મતદાન કરતા હોય તેવો આ એક માત્ર બુથ છે. અને એ બુથ માત્ર ને માત્ર સુરતમાં છે. સુરતની ઉત્તર વિધાનસભા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 93માં પટેલ નગર ખાતે ભાજપના ઉત્તર વિધાનસભાના ઉમેદવાર કાંતિ બલર અને ભારતીય જનતા પાર્ટીના જ વરાછા બેઠકનાં ઉમેદવાર કુમાર કાનાણી મતદાન કરે છે.

સાળંગપુરના મહંત સાધુઓ સાથે ભાજપનાં ઉમેદવારનું મતદાન
સાળંગપુરના મહંત સાધુઓ સાથે સુરત ઉત્તર વિધાનસભા બેઠકના ઉમેદવાર કાંતિભાઈ બલર માટે મતદાન કરવા સુરત આવ્યા હતા. સાળંગપુરના મહંત હરિપ્રકાશ દાસજી મતદાન કરવા પહોંચ્યા હતા. ઉત્તર વિધાનસભાના ભાજપના ઉમેદવાર કાંતિ બલર સાથે મહંત મતદાન બુથ પર પહોંચ્યા હતા. મહંતે આડતકરી રીતે ભાજપને સમર્થન આપ્યું. આ દરમિયાન મહંતે જણાવ્યું હતું કે, કમળ ખીલશે તો સુગંધ અવશ્ય આવશે.

Most Popular

To Top