Health

દિલ્હીમાં ઓમિક્રોનનો ફરી વિસ્ફોટ, 10 નવા કેસથી આંકડો વધીને 20 થયો, સમગ્ર દેશમાં કેસ ઝડપથી વધી રહ્યા છે

નવી દિલ્હી: (New Delhi) દિલ્હીમાં કોરોનાનું ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટ ફૂટ્યું છે. શુક્રવારે રાજધાનીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 10 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દિલ્હીમાં ઓમિક્રોન ચેપના કુલ કેસ વધીને 20 થઈ ગયા છે. જોકે, રાહતની વાત એ છે કે આમાંથી 10 લોકોને હાલમાં રજા આપવામાં આવી છે. આ રીતે, રાજધાનીમાં ઓમિક્રોન વેરિઅન્ટના સક્રિય કેસોની સંખ્યા હાલમાં માત્ર 10 છે.

તમને જણાવી દઈએ કે જીનોમ સિક્વન્સિંગ માટે 40 લોકોના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા, જેમાં 10 લોકોમાં ઓમિક્રોનનું ઈન્ફેક્શન જોવા મળ્યું છે. હવે દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કુલ 97 કેસ સામે આવ્યા છે. જ્યારે દિલ્હીમાં આ આંકડો 20 પર પહોંચી ગયો છે. જણાવી દઈએ કે ગત દિવસે કોરોનાના (Corona) 85 નવા કેસ સામે આવ્યા હતા, જેમાં 40 જેટલાં લોકોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. આમા નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત આ તરફ દક્ષિણ ભારતમાં પણ ઝડપથી કોરોનાના દર્દીની સંખ્યા વધી રહી છે. અહીં તમિલનાડુમાં (Tamilnadu) કોરોનાના 28 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેનાથી ખળભળાટ મચી ગયો છે.

ગુજરાતમાં (Gujarat) પણ ગઈકાલે મહેસાણાના વિજાપુરની એક 43 વર્ષીય મહિલાને ઓમિક્રોનનું ઈન્ફેક્શન લાગ્યું હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાતમાં અત્યાર સુધી ઓમિક્રોનના 5 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં હોય આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે.

Most Popular

To Top