Vadodara

સયાજીબાગમાં વાઘ જોવા હવે 1 કિમીનો ધક્કો ખાવો પડશે

વડોદરા: ગાયકવાડી શાસનના ભેટ સમા કમાટીબાગ ઝૂ નજીકના 100 વર્ષ જૂનો બ્રિજ બંધ કરાયો છે. પરિણામે ઝૂ નિહાળવા આવતા સહેલાણીઓને વાઘ ઘરથી પંખી ઘર તરફ જવા કમાટીબાગનો 1 કિમી લાંબો આંટો ફરજિયાત મારવોનો વારો આવ્યો છે. કમાટીબાગ ઝૂના વાઘ ઘર અને પંખી ઘરની વચ્ચે વિશ્વામિત્રી નદી વહે છે અને તેની પર 100 વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં બ્રિજ બનાવાયો હતો. જેમાં ફૂટપાથ પણ લાકડાંનાં પાટિયાંનો બનેલો હતો. સમયાંતરે આ બ્રિજ પર ડામરનો રોડ બનાવ્યો હતો. અને સમારકામ પણ કરાયું હતું.

તેમ છતાં સમય પસાર થતા બ્રિજનું સ્ટ્રક્ચર નબળું પડી રહ્યું છે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા ગાયકવાડી બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે વિધાનસભાની ચૂંટણી પહેલાં મોરબીનો ઝૂલતો પુલ તૂટી જવાની ગમખ્વાર દુર્ઘટના થઇ હતી. જે બાબતને ધ્યાનમાં લઈ કમાટીબાગ ઝૂનો વર્ષો જૂના બ્રિજનું ઇન્સ્પેક્શન પાલિકા દ્વારા કરાવવામાં આવ્યું હતું. જેમાં બ્રિજ જોખમી હોવાનો અહેવાલ આવતા બ્રિજ પરથી વાહન વ્યવહાર બાદ રાહદારીઓની પણ અવર-જવર બંધ કરાઈ છે. સ્થાયી સમિતિના ચેરમેનને જણાવ્યા પ્રમાણે હાલ બ્રિજ ચાર પાંચ મહિના માટે બંધ કરાયો છે અને આવનાર દિવસોમાં તેનું પૂરતું સમારકામ કરી પરત ચાલુ કરાશે.

Most Popular

To Top