Vadodara

અમદાવાદના ઇન્દિરા બ્રિજ નીચેથી કુખ્યાત બૂટલેગર હરિ સિંધી ઝડપાયો

વડોદરા : શહેરમાં બૂટલેગરો વચ્ચે ગેંગવોર થવાના એંધાણ વચ્ચે પીસીબી પોલીસે અમદાવાદના ઇન્દિરા બ્રિજ નીચેથી કુખ્યાત બૂટલેગર હરિ સિંધીને ઝડપી પાડ્યો હતો. તેને વડોદરા લાવી વધુ કાર્યવાહી માટે છાણી પોલીસને સોંપવામાં આવ્યો છે. તેની સામે શહેરના છાણી અને પાણીગેટ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ છે. વારસિયાનો નામચીન બૂટલેગર હરિ સિંધી આખરે પોલીસની ગિરફ્તમાં આવી ગયો છે. વોન્ટેડ હોવા છતાંય બિન્દાસ્ત રીતે દારૂનો ધંધો કરતા બુટલેગરની સામે પાણીગેટ તેમજ છાણી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા. ઉપરાંત આણંદ પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.

આ ત્રણેય ગુનામાં વોન્ટેડ હતો. પકડાયા પછી ફરાર થઈ જનાર વારસિયાના માથાભારે બૂટલેગર હરી સિંધી વોન્ટેડ હોવા છતાં તેની સામે દારૂના ત્રણ ગુના નોંધાયા હતા. ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીદાર થકી બાતમી મળી હતી કે પીસીબી એએસઆઇ અરવિંદ કેશવરાવને બૂટલેગર હરેશ ઉર્ફે હરિ ચંદ્રકાન્ત બ્રહ્મક્ષત્રિય અમદાવાદ ખાતે છે. જેના આધારે પીઆઇ એસ ડી રાતડા સહિતની ટીમે અમદાવાદના ઇન્દિરા બ્રિજ ખાતે ખાનગી રીતે વોચ ગોઠવી હરી સિંધીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી બે મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા મળી આવ્યા હતા. બૂટલેગરને વડોદરા લઇ આવી વધુ કાર્યવાહી માટે છાણી પોલીસને સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top