Vadodara

મારે ફળિયે ચકલી બેસે જે મારું રજવાડું

વડોદરા: 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ ભારતમાં વર્ષ 2010થી આ દિવસને ચકલી બચાવો અભિયાનથી ઉજવવામાં આવે છે. ચકલી જે માણસોના કારણે જ અત્યારે આ લુપ્ત થતી યાદીમાં આવી ગયું છે. ત્યારે પંખીનું મહત્ત્વ સમજીને તેની જાળવણી કરવીએ આપણો ધર્મ છે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને ચકલી ખેડૂતને ખેતીમાં અલગ પ્રકારે મદદ કરે છે.જોકે આ સિવાય અન્ય નાના મોટા પંખીઓ પણ એટલા જ માનવજાત માટે ઉપયોગી ભૂમિકા ભજવે છે.ખેતીમાં થતાં પાકો અને તેમાં નાના જીવજંતુઓ ક્યારેક ખેતીને બહુ મોટું નુકસાન કરે છે.ત્યારે ચકલી આવી જીવાતોનું ભક્ષણ કરી પોતાના બચ્ચા માટેનો ખોરાક બનાવે છે.જે જીવજંતુ, ઈયળ, લારવા ખેતી માટે અભિષાપ છે એ ચકલી માટે આશીર્વાદ બને છે.

ચકલી માનવ માટે ખૂબ જ લાભદાયક પક્ષી છે.હવામાં ફરતા બેકટેરિયા અને વાઈરસ ખાઈ જાય છે.હવાની સાથે આપણે ઘણા વાઈરલ અને બેકટેરિયા શ્વાસમાં લઈએ છીએ.આપણે ભલે એ જોઈ શકતા નથી.પરંતુ ચકલીએ નરી આંખે જોઇ ખાઇ જાય છે.ઘર ચકલી ડોમેસ્ટિકસ કેટેગરીમાં આવતું એક પક્ષી છે.ચકલી યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે.

આ ઉપરાંત જગતભરમાં જ્યાં જ્યાં માણસ ગયો, ત્યાં આ પક્ષીએ એનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટાભાગના સ્થાનો, આફ્રિકાનાં કેટલાંક સ્થાનો, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાના ઘર બનાવી રહેવાનું ચાલુ કર્યું.શહેરી વિસ્તારોમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળી છે.જેમાંથી હાઉસ સ્પેરોને ગુજરાતમાં ચકલી અને હિંદીમાં ગૌરૈયા કહેવામાં આવે છે. આ પક્ષી શહેરી વિસ્તારોમાં પહેલા વધારે પ્રમાણમાં જોવા મળતી હતી પણ હવે સ્થિતિ કંઈક અલગ છે.આજના સમયમાં ચકલી વિશ્વમાં સૌથી અધિક પ્રમાણમાં જોવા મળતાં પક્ષીઓમાંથી એક પક્ષી છે.લોકો જ્યાં પણ ઘર બનાવે છે.

આધુનિક સ્થાપત્યની બહુમાળી ઈમારતોમાં ચકલીઓને રહેવા માટે જુની ઢબના ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી. સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે કરિયાણાવાળાની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણા નથી મળતા. આ ઉપરાંત મોબાઈલ ટાવરોમાંથી નિકળતા તરંગો પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે.આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે.જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઈ રહી છે.

ચકલીને ખોરાક તરીકે ઘાસના બીજ ખુબ જ પસંદ પડે છે.જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં સરળતાથી મળી જાય છે. વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી.પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યુ છે.ખોરાક અને માળાની શોધમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે.તેના કારણે માનવ વસ્તી સાથે હળીભળી ગયેલી ચકલી આપણને હવે રહેણાક વિસ્તારોમાં ખાસ જોવા મળતી નથી.ત્યારે આજે વિશ્વ ચકલી દિવસે આપણે સૌએ આ પક્ષીને બચાવવાનો સંકલ્પ લેવો જરુરી છે.

ચકલી ઘર, પાણીના કુંડાનું શહેરમાં વિતરણ
આજે વિશ્વ ચકલી દિવસ છે તે પૂર્વે પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા શહેર ના વિવિધ વિસ્તારો મા પાણી ના કુંડા, ચકલી ઘર નું મફત મા મોટા પ્રમાણ મા વિતરણ કરાયું હતું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શ્રી સયાજીબાગ ઝૂ ખાતેની ટીમે 19મી માર્ચ 2023ના રોજ શ્રી પ્રતિક લાકડાવાલા (બ્યુટી વિધાઉટ બ્રુટાલિટી)ના સહયોગથી માનનીય અધ્યક્ષ ડૉ. હિતેન્દ્રભાઈની હાજરીમાં મફત નેસ્ટ બોક્સ વિતરણ દ્વારા વિશ્વ સ્પેરો દિવસની ઉજવણી કરી હતી. પટેલ; જે લોકોને તેમના પડોશમાં સ્પેરોનું સંરક્ષણ કરવા પ્રોત્સાહિત કરશે.

Most Popular

To Top