National

નૂંહમાં 28મીએ નિકળશે બ્રજમંડળ શોભાયાત્રા, યાત્રા માત્ર VHPની નહીં સમગ્ર હિન્દુ સમાજની- સુરેન્દ્ર જૈન

નવી દિલ્હીઃ (New Delhi) નૂંહમાં થયેલી હિંસા બાદ પાછલા દિવસોમાં પલવલમાં હિન્દુ સંગઠનો દ્વારા યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 28 ઓગસ્ટે નૂહમાં (Nooh) બ્રજમંડળ શોભા યાત્રા કાઢવામાં આવશે. હિંસાને કારણે જે જલાભિષેક યાત્રા રોકવી પડી હતી તે હવે પૂર્ણ કરવામાં આવશે. વિશ્વ હિંદુ પરિષદના નેતા સુરેન્દ્ર જૈને આ અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે આ યાત્રા માત્ર VHPની નહીં પરંતુ સમગ્ર હિન્દુ સમાજની હશે. તેમણે કહ્યું કે ‘ધાર્મિક યાત્રા માટે પરવાનગી માંગવામાં આવતી નથી પરંતુ જાણ કરવામાં આવે છે. લોકો ઓછા હશે, અમે પોતે કહી રહ્યા છીએ કે મેવાતમાં બહારથી કોઈ નહીં આવે. અમે વહીવટીતંત્ર સાથે વાત કરવા તૈયાર છીએ.

  • નૂંહમાં 28મીએ નિકળશે બ્રજમંડળ શોભાયાત્રા
  • યાત્રા માત્ર VHPની નહીં સમગ્ર હિન્દુ સમાજની- સુરેન્દ્ર જૈન
  • ગયા મહિને નૂહ અને મેવાતમાં થયેલા તોફાનોને કારણે બ્રજમંડલ જલાભિષેક યાત્રાને રોકવી પડી હતી

આ અંગે સુરેન્દ્ર જૈને જણાવ્યું કે બ્રજમંડળ શોભા યાત્રા માટે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. જેમના નામે મેવાત રમખાણોની વાત કહેવામાં આવી રહી હતી તેઓ રમખાણો માટે જવાબદાર નથી. 28 ઓગસ્ટે જલાભિષેક માત્ર મેવાતમાં જ નહીં પરંતુ સમગ્ર હરિયાણાના મંદિરોમાં પણ કરવામાં આવશે. આ યાત્રા નલ્હડથી શરૂ થશે અને પછી ઝીર મંદિર અને શ્રીંગેશ્વર મંદિર સુધી જશે. અમે પોતે ધ્યાન રાખીએ છીએ કે મેવાતમાં ભીડભાડ ન થાય. પંચાયતે નિર્ણય લીધો છે કે 28મીએ યાત્રા કાઢવામાં આવશે. અમે આમાં સંપૂર્ણ સહકાર આપીશું.

સરકાર તોફાનીઓ સામે કાર્યવાહી કરી રહી છે
VHP નેતાએ કહ્યું કે મેવાતમાં મહાભારત કાળના મંદિરો આવેલા છે. પાંડવો અજ્ઞાત વાસના દિવસોમાં અહીં રહેતા હતા. હિંદુઓ દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં જળ ચઢાવવા આવે છે. મેવાતનો હિંદુ સમાજ સંપૂર્ણપણે સંગઠિત છે. બીજી તરફ પ્રશાસન તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. G20 થઈ રહ્યું છે. તાવડુમાં એક કાર્યક્રમ છે. યાત્રાના કદ અને પ્રકાર અંગે વહીવટીતંત્ર સાથે ચર્ચા થઈ શકે છે પરંતુ યાત્રા જરૂર થશે. નોંધનીય છે કે ગયા મહિને નૂહ અને મેવાતમાં થયેલા તોફાનોને કારણે બ્રજમંડલ જલાભિષેક યાત્રાને રોકવી પડી હતી. અધૂરી યાત્રા પૂરી કરવાનો હિંદૂ સંગઠનો દ્વારા નિર્ણય લેવાયો હતો.

Most Popular

To Top