Business

શેરબજારમાં ડીપ કરેક્શન નહીં આવે: વર્ષે આટલો ગ્રોથ જળવાશે તો સેન્સેક્સ 1 લાખ પર પહોંચી જશે: દેવેન ચોક્સી

સુરત: (Surat) શહેરના જાણીતા એડ્વોકેટ (Advocate) શ્રેયસ દેસાઇની ઓફિસની મુલાકાતે આવેલા ઇક્વિટી માર્કેટના (Equity market) એક્સપર્ટ (Expert) અને કે.આર.ચોક્સી સિક્યોરિટી (K R Choksi Security) ફર્મના પ્રમોટર્સ દેવેન ચોક્સીએ (Deven Choksi) પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાકાળ (Corona) છતાં સૌથી વધુ કમાણી રોકાણકારોએ (Investors) શેરબજારમાંથી (Share market) કરી છે તેનું એક કારણ એવું છે કે, કોરોનાકાળમાં ગ્લોબલ માર્કેટમાં (Global Market) 25 ત્રિલિયનની એક્સેસ ઇકોનોમી (Economy) ઊભી થઇ હતી. અને તેના રોકાણકારો દ્વારા ભારતના (India) ઇન્ફ્રાસ્ટ્રક્ચરના (Infrastructure) પ્રોજેક્ટોને (Project) ધ્યાનમાં રાખી મોટા પાયે મૂડી રોકાણ કરવામાં આવ્યું છે. તેના લીધે સેન્સેક્સ (Sensex) 60000 પર પહોંચ્યો હતો. 75 વર્ષમાં ભારતની ઇકોનોમી ટ્રાન્સફોર્મ થઇ રહી છે. અત્યારે ભારતની ઇકોનોમીની સાઇઝ 2.8 થી 3.5 ત્રિલિયન ડોલરની (Dollar) છે.

indian economy: CRISIL sees Indian economy shrinking to 5% in FY'21, Auto  News, ET Auto

મોટા બદલાવનું કારણ એ છે કે, સરકારે ચીન, (China) જાપાન, (Japan) સાઉથ કોરિયા (South Korea) જેવા દેશોની જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિષેશ ધ્યાન આપ્યું છે. ભારતમાલા પ્રોજેક્ટ, (Bharatmala) સાગરમાલા (Sagarmala) પ્રોજેક્ટ અને ગતિશક્તિ (Gatishakti) પ્રોજેક્ટને લીધે રોડવેઝ, (Roadways) એરવેઝ, (Airways) રેલવેઝ, (Railways) પાવર, (Power) ગેસ, (Gas) ઓપ્ટિકલ ફાયબર, (Optical Fiber) વોટર સપ્લાય, (Water Supply ) સુએઝ અને એવિએશન (Aviation) ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિષેશ મહત્ત્વ આપતા રોકાણકારોનું ધ્યાન આકર્ષાયું છે. 6 લેન એક્સપ્રેસ-વે, (Express Way) દિલ્હી-મુંબઇ ફ્રેડ કોરિડોર, (Delhi Mumbai Fried corridor ) બુલેટ ટ્રેન (Bullet train) પ્રોજેક્ટ સહિતના પ્રોજેક્ટ ઉપરાંત દરિયાઇ ટ્રાન્સપોર્ટેશનની (Sea Transportation) દિશામાં પોર્ટ ડેવલપમેન્ટનાં (Port Devlopment) કામ થતાં આગામી વર્ષોમાં 10 ટકાનો ગ્રોથ જોવા મળશે. અને જો આ 10 ટકાનો ગ્રોથ પ્રત્યેક વર્ષે જળવાઇ રહેશે તો ભારતની ઇકોનોમીની સાઇઝ 13થી 15 ત્રિલિયન ડોલરની થશે અને મજબૂત ઇકોનોમીના લીધે શેરબજારમાં ડીપ કરેક્શન નહીં આવે અને વર્ષે 10 ટકાનો ગ્રોથ જળવાશે તો સેન્સેક્સ 1 લાખ પર જોવા મળશે.

અત્યારે સેન્સેક્સ 60000 પર છે. જો 24 માર્ચ-2020 જેવી કટોકટીના કોવિડના નકારાત્મક અહેવાલો આવે તો પણ સેન્સેક્સ મહત્તમ 10 ટકા સુધી તૂટી શકે છે. 2014થી ભારતના શેરબજારનો સેન્સેક્સ 16 ટકા ગ્રોથ સાથે આગળ વધી રહ્યો છે. દેવેન ચોક્સીએ વધુમાં જણાવ્યું હતું કે, કન્ઝમ્શન, રિટેઇલ ટ્રેડિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઇટી અને ફાર્મા-હેલ્થકેરમાં મૂડીરોકાણ નફો આપી જશે.

Stocks to buy: Deven Choksey on 2 fresh themes for investing in broader  market - The Economic Times

ઇકોનોમીના નવા મોડેલમાં મોટો વધારે મોટો થતો જશે

ભારતમાં ડોમેસ્ટિકની (Domestic) સાથે ગ્લોબલ ઇન્વેસ્ટરો મૂડીરોકાણ કરી રહ્યા છે. સરકારે પૂઅર અને રૂરલ ઇકોનોમીમાં ડાયરેક્ટ બેનિફિટ ખાતાંમાં આપવાનું શરૂ કર્યું છે. ઇકોનોમીના આ નવા મોડેલમાં પૈસાદાર વધુ પૈસાદાર બનશે. જ્યારે મધ્યમ વર્ગની આવક વધશે, પરંતુ તેને કોઇ મોટો લાભ થશે નહીં. જીવન સારી રીતે જીવી શકશે. રિયલ એસ્ટેટમાં રેરા અને ડિજિટલ ડેટા સિસ્ટમ ઊભી થવાથી બિનજરૂરી ભાવો વધશે નહીં. અને લોકોને અફોડેબલ હાઉસિંગ મળી રહેશે. તેમણે કહ્યું હતું કે, ઇક્વિટીમાં ફંડ જોખમને અનુકૂળ હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજરો શેરબજારના આઇપીઓમાં નાણાં રોકે છે કે બીજા કોઇ સેક્ટરમાં તેની તપાસ કર્યા પછી રોકાણ કરવું જોઇએ. માર્કેટમાં લિક્વિડિટી હોવાથી ફ્રેન્કલીનની 6 સ્કીમો વાઇન્ડ અપ થયા પછી પણ રોકાણકારોનાં નાણાં તે કારણોસર બચી શક્યાં હતાં.

Most Popular

To Top