Gujarat

હજીરામાં જોખમી કચરો નાંખવા બદલ આર્સેલર મિત્તલ ગ્રુપને એન.જી.ટી.ની નોટિસ

GANDHINAGAR : સુરત (SURAT) ના હજીરા (HAJIRA) માં સીઆરઝેડમાં આવતી જમીન પર અત્યંત જોખમી કચરો નાંખી પર્યાવરણને ગંભીર નુક્સાન કરવા બદલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ની પૂણે બ્રાંચે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ (AMNSIL) અને અન્યોને નોટિસ ફટકારી છે. આ કેસની વધુ સુનાવણી 4 ફેબ્રુઆરીએ હાથ ધરાશે. NGTએ નોટિસ ફટકારતા જીપીસીબીએ તપાસ હાથ ધરી વિગતવાર પોતાનો અહેવાલ સુપરત કરી દીધો છે. આ તપાસ રિપોર્ટમાં આર્સેલરની મેટલ ડસ્ટ ઉડતી હોવાની ગામવાસીઓની ફરિયાદ સહિતની અન્ય ગંભીર ક્ષતિઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.


હજીરામાં સર્વે નંબર 434 પૈકી 1-એ વાળી જમીન પર આર્સેલર મિત્તલ અને હજીરા ફ્રેટ કન્ટેનર સ્ટેશન કંપની દ્વારા મોટા પ્રમાણમાં જોખમી ઔદ્યોગિક કચરાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો. હજીરા ફ્રેટ કન્ટેનર કંપનીએ 25 હેક્ટર જમીન પર કન્ટેનર યાર્ડ અને પોર્ટ બેકઅપ સુવિધાઓ માટે ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનના નકશા પ્રમાણે સીઆરઝેડ-1બી વિસ્તારમાં આવે છે, તેથી સીઆરઝેડનું ક્લિયરન્સ લેવાનું થાય છે. પરંતુ કંપનીએ સી.એફ઼.એસ. લીધું નથી.

આ વિસ્તારમાં જોખમી કચરો જેવો કે ચૂનો, સ્લેગ, કોરેક્સ પ્લાન્ટનો હેવી મેટલ, બેરિંગ વેસ્ટ સહિતનો ઝેરી કચરો ઠાલવતા પર્યાવરણને નુકસાન થયું હતું. આ કચરો નાંખી નેશનલ હાઈવેની લગોલગ પુરાણ કરી દેવામાં આવ્યું હતું. પર્યાવરણને નુકસાન પહોંચવા સાથે આસપાસના ગ્રામજનોના સ્વસ્થ્યને પણ અસર થતાં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં પર્યાવરણ એક્ટિવિસ્ટ રોશની પટેલે ફરિયાદ કરી દંડ ફટકારવા માંગણી કરી હતી. પર્યાવરણને ગંભીર નુકસાન થતાં NGTએ આર્સેલર મિત્તલ અને હજીરા ફ્રેટ કન્ટેનર સ્ટેશન કંપનીને નોટિસ ફટકારી હતી, આ સાથે જ GPCBને પણ નોટિસ ફટકારી હતી.


નવી જમીન જુના સસ્તા ભાવે ખરીદવા કંપનીનું સરકાર પણ દબાણ
અત્રે ઉલ્લેખનીય છે કે એએમએનએસ કંપની તાજેતરમાં જમીન ફાળવણીને લઈ વિવાદોમાં છે. 35000 કરોડના વિસ્તરણની યોજના બતાવીને તે હયાત જમીનો નજીવા દરે રેગ્યુલરાઇઝ કરાવવા માગે છે અને નવી જમીન પણ જૂના ભાવે માગવા રાજ્ય સરકાર પર દબાણ વધાર્યું છે. 72 હેક્ટર્સ મહેસૂલી જમીન નિયમિત કરવામાં આવે તો રાજ્ય સરકારની તિજોરીને 5000 કરોડ રૂ.નું નુક્સાન થાય એમ છે. આ તો માત્ર મહેસૂલી જમીન પણ વન વિભાગને આશરે 86 હેક્ટર જમીન તો અલગ અને વનવિભાગની જમીનો પર દબાણ કરીને કંપનીએ કાયદા મુજબ બેવડી જમીન વનીકરણ કરીને આપવાની હોય છે પણ એય હજી આપી નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top