National

કોરોના કેસ ભલે ઓછા થઈ ગયા હોય પણ નવો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ 8 રાજ્યોમાં પહોચ્યો

ભારતમાં કોરોના (Coronavirus) ની બીજી લહેરનો ( second wave) પ્રકોપ ઓછો થયો છે. પરંતુ આ બધા વચ્ચે કોવિડ-19નો ( covid 19) નવો વેરિએન્ટ ડેલ્ટા પ્લસ પગપેસારો કરવા લાગ્યો છે. દેશમાં કોરોનાના નવા દૈનિક કેસ પાછા 50 હજાર ઉપર આવવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 1321 લોકોના મોત થયા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ સમગ્ર દેશમાંથી 50,848 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે એક દિવસમાં 1,358 લોકોના મૃત્યુ થયા હતા. નવા ડેલ્ટા પ્લસ વેરિએન્ટના અત્યાર સુધીમાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થઈને 40 જેટલા કેસ સામે આવી ચૂક્યા છે.

છેલ્લા 24 કલાકમાં 54 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 54,069 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,00,82,778 પર પહોંચી ગયો છે. એક દિવસમાં 68,885 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. અત્યાર સુધીમાં 2,90,63,740 દર્દીઓ રિકવર થયા છે.

દેશવાસીઓને કોરાનાની બીજી લહેર (Corona Second Wave)માં આંશિક રાહત મળી છે પરંતુ કુલ સંક્રમિતોની સંખ્યા 3 કરોડને પાર થઈ ગઈ છે, જેની સામે 2 કરોડ 90 લાખ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. બીજી તરફ, કુલ મૃત્યઆંક 3 લાખ 91 લાખને પાર પહોંચી ગયો છે. પણ રાહતની વાત એ છે કે દેશમાં એક્ટિવ કેસ ( active case) ની સંખ્યા 6.27 લાખ જેટલા ઓછા થઈ ગયા છે. નોંધનીય છે કે, દેશમાં હાલ રિકવરી રેટ (Covid Recovery Rate) 96.6 ટકા છે. મહત્ત્વનું છે કે દેશમાં 30 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે.

ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 54,069 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,321 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,00,82,778 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 30,16,26,028 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.

Most Popular

To Top