National

અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અન્ના હજારેએ આપી પ્રતિક્રિયા, કહ્યું- બે વાર તેમને ચિઠ્ઠી લખી હતી પણ..

દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અરવિંદ કેજરીવાલની (Arwind Kejriwal) ધરપકડ પર સામાજિક કાર્યકર્તા અન્ના હજારેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. અન્ના હજારેએ કહ્યું કે તેમણે કેજરીવાલને દારૂની નીતિને (Liquor Policy) લઈને બે વાર પત્ર લખ્યા હતા પરંતુ તેઓ સંમત નહોતા થયા. હવે કાયદો કાયદાનું કામ કરશે.

દારૂ કૌભાંડમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર તેમના ‘ગુરુ’ અને સામાજિક કાર્યકર્તા અન્ના હજારેની પ્રતિક્રિયા સામે આવી છે. રાલેગણ સિદ્ધિમાં અણ્ણા હજારેએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યપ્રધાનની ED દ્વારા તેમના ખોટા કાર્યોને કારણે ધરપકડ કરવામાં આવી છે. અણ્ણાનો દાવો છે કે તેમણે કેજરીવાલને દારૂની નીતિ લાગુ ન કરવા માટે બે વખત પત્ર લખ્યા હતા. અણ્ણા હજારેએ તેમને કહ્યું હતું કે અમારું કામ આબકારી નીતિ બનાવવાનું નથી. નાનું બાળક પણ જાણે છે કે દારૂ ખરાબ છે. તેમણે અરવિંદ કેજરીવાલને આનાથી બચવા કહ્યું હતું. તેમણે કહ્યું કે મને દુઃખ છે કે મારી વાત સાંભળવામાં ન આવી અને હવે તેની ધરપકડ કરવામાં આવી છે.

ED દ્વારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ મહારાષ્ટ્રના અહમદનગરમાં કહ્યું કે મને એ વાતનું દુઃખ છે કે મારી સાથે કામ કરતા અને દારૂની વિરુદ્ધ અવાજ ઉઠાવનારા અરવિંદ કેજરીવાલ હવે દારૂની નીતિઓ બનાવી રહ્યા છે. પરંતુ તેઓ શું કરશે કારણ કે સત્તાની સામે કશું જ કામ કરતું નથી. તેની ધરપકડ તેના પોતાના કાર્યોને કારણે થઈ છે. હવે આગળ જે પણ થશે તે કાયદાકીય રીતે થશે.

અણ્ણાએ કહ્યું હતું કે દેશના ભલા માટે કામ કરજો
અણ્ણા હજારેએ શુક્રવારે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલે વિચાર્યું હતું કે તેઓ વધુ પૈસા કમાશે અને તેથી દારૂની નીતિ બનાવી. મને દુઃખ થયું અને મેં તેને બે વાર પત્રો લખ્યા. મને દુ:ખ થયું કે કેજરીવાલ જેવો વ્યક્તિ જેણે એક સમયે મારી સાથે કામ કર્યું હતું અને દારૂ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો, તે દારૂ માટે નીતિ બનાવી રહ્યો છે. જો કેજરીવાલે કંઈ કર્યું ન હોત તો તેમની ધરપકડ કરવાનો પ્રશ્ન જ ન હોત. હવે કાયદો પોતાનો માર્ગ અપનાવશે અને સરકાર જરૂરી પગલાં લેશે. આંદોલન દરમિયાન જ્યારે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા અમારી સાથે આવ્યા ત્યારે મેં બંનેને દેશના કલ્યાણ માટે કામ કરવાનું કહ્યું હતું. પણ બંનેએ મારી વાત પર ધ્યાન ન આપ્યું. આવી સ્થિતિમાં હું તેમને કોઈ સલાહ નહીં આપીશ અને સાથે જ હું કેજરીવાલની હાલતથી દુઃખી પણ નથી. તેમણે કહ્યું કે મને દુઃખ છે કે કેજરીવાલે ક્યારેય મારી વાત સાંભળી નથી.

Most Popular

To Top