Charchapatra

ઉંમર સૂચવતા સંબોધન જરૂરી છે?

કેટલીક વ્યકિત અદભુત ખુમારી (અભિમાન નહીં) ધરાવતી  હોય છે, જેમકે સુપ્રસિદ્ધ સદાબહાર મહાન અભિનેતા દેવાનંદ (દેવસાહેબ) એમના એક નવા પિકચર માટે પસંદગી પામેલ નવી હિરોઇનનો પહેલો જ દિવસ. શૂટીંગ પૂરું કરીને વિદાય લેતાં તેણે કહ્યું ‘દેવ અંકલ, મૈં જાતી હૂં.’ તરત જ એક જોરદાર અવાજ, ‘ઠહેરો! તુમને મેરી ઇમેજ બિગાડ ડાલી. ‘દેવ’સાબ’ બોલો’ અને એ નવી-સવી હિરોઇનનું પત્તું કપાઇ ગયું. દેવાનંદ બાંધછોડ કરતા નહીં. તેઓ હંમેશાં દેવસાબ તરીકે જ ઓળખાવાનું પસંદ કરતા. આવો જ અદભુત ખુમારીનો બીજો કિસ્સો આપણા ‘ગુજરાતમિત્ર’ના જાણીતા એન ચર્ચિત કટાર લેખક (રમણ-ભ્રમણવાળા જ તો) મુ. રમણ પાઠકનો. તેઓ અદભુત વિચારક હતા. રમણ પાઠક કદી પણ રમણભાઇ, રમણકાક તરીકે ઓળખાયા નથી. રમણદાદા તો નહીં જ. ‘રમણ નું મરણ’ થયું ત્યાં સુધી રમણ પાઠક રમણ તરીકે જ ઓળખાયા હતા. 93 વર્ષની ઉંમર સુધી સદા યુવાન તરીકે જ જીવ્યા અને ઓળખાયા આને ખુમારી કહેવાય!
પાલ-ભાઠા, સુરત      -રમેશ એમ. મોદી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top