Charchapatra

નામ તેનો નાશ

કેહવાય છે કે નામ તેનો નાશ,, પ્રખ્યાત સાહિત્યકાર શેકસપિયર ના કથન મુજબ નામમાં શું બાળ્યું છે. સામાન્ય રીતે વ્યવહારમાં આ શક્ય બન્યું છે ખરું? સદીઓથી ચાલી આવ્યું છે તેમ નામના અર્થના લીધે જ રમખાણો થયાના અસંખ્ય દાખલા મળી આવશે. પછી તે નામો જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય કે ચોક્કસ જ્ઞાતિના ફળિયાના અથવા વ્યક્તિ વિશેષના હોઈ, પરંતુ એક વાત તો સાચી કે ભારતના બંધારણ ના આમુખ નો અભ્યાસ કરતા બધા જાણતા જ હશે કે દેશનું બંધારણ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા ની આશાઓ સાથે લોકશાહી ઢબે વહીવટ ચાલી રહ્યો છે.

તાજેતરમાં દેશની સૌથી મોટી લોકશાહી નો મહા ઉત્સવ “ચૂંટણી” યોજવા માટેની પ્રકિયા નીભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરાઈ છે ત્યારે કોઇપણ હરિફ ઉમેદવાર ચોક્કસ ધર્મ, જ્ઞાંતી, સંપ્રદાય ના નામ ઉપર મતદાન કરવા જણાવે તો ચૂંટણી પંચ દ્વારા લાદવામાં આવેલ આચારસંહિતાનો ભંગ થયેલો ગણાય તેમ છતાં કેટલાક હરિફ ઉમેદવાર દ્રારા ચોક્કસ જ્ઞાતિ વિશે શબ્દો ઉચ્ચારવામાં આવે ત્યારે જે તે જ્ઞાતિના આગેવાનો દ્વારા વિરોધ કરવામા આવે છે.

ભૂતકાળમાં કોંગ્રેસના માનનીય રાહુલ ગાંધી દ્રારા કોઇ જ્ઞાતિ વિરૂદ્ધ ઉચ્ચારણ કરતા માનહાનિ નો કેસ દાખલ કરવામાં આવેલ. હવે અમુક જ્ઞાતિ માટે તો રાજકારણ સિવાય સામાન્ય વ્યવહારમાં પણ ગેર બંધારણીય શબ્દ ઉચ્ચારવામા આવે ત્યારે “atrocity act”નો કાયદો હોવા છતાં છેવટે સમાધાન થઈ જાય અને સાચા કિસ્સામાં પણ કેટલાને સજા થઈ? માની લઈએ કે ખોટી ફરીયાદ દાખલ થતી હશે તો સાચા કિસ્સામાં? ટૂંકમાં નામ તેનો નાશ તો પછી ઉપર ઉલેખ્યાયા મૂજબ અમુક નામો તો યથાવત જ છે તેનું શુ?
સુરત     – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top