National

MP: ASIએ ભોજશાળામાં સર્વેની કામગીરી શરૂ કરી, મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

નવી દિલ્હી: મધ્યપ્રદેશ હાઈકોર્ટના (Madhya Pradesh High Court) આદેશ અનુસાર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ ધારના વિવાદાસ્પદ ભોજશાળા સંકુલનું (Bhojshala sankul) વૈજ્ઞાનિક સર્વેક્ષણ શરૂ કર્યું છે. ASI એ એવા સમયે ભોજશાળા સંકુલનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ શરૂ કર્યું છે જ્યારે લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા અમલમાં છે. પરંતુ હાઈકોર્ટે ગયા અઠવાડિયે જ આદેશ આપ્યો હતો કે ASI ભોજશાળાનો સર્વે કરે. હાઈકોર્ટના આ આદેશને મુસ્લિમ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

ધારના પોલીસ અધિક્ષક મનોજ કુમાર સિંહે ASI તરફથી આ પત્ર મળ્યાની પુષ્ટિ કરી હતી અને શુક્રવારથી ASIના પ્રસ્તાવિત સર્વેને ધ્યાનમાં રાખીને ભોજશાળા પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હિંદુઓ ASI-સંરક્ષિત ઐતિહાસિક ભોજશાળા સંકુલને વાગદેવી (સરસ્વતી)નું મંદિર માને છે.

જ્યારે મુસ્લિમ સમુદાય તેને કમલ મૌલાની મસ્જિદ કહે છે. હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે 11 માર્ચના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે, “આ કોર્ટ માત્ર એક જ નિષ્કર્ષ પર આવી છે કે ASIની ભોજશાળા મંદિર-કમ-કમાલ મૌલા મસ્જિદ સંકુલનો બને તેટલી વહેલી તકે વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને અભ્યાસ કરવાની બંધારણીય અને કાનૂની જવાબદારી છે.”

કડક સુરક્ષા વ્યવસ્થા
એએસઆઈની ટીમ આજે ટેક્નિકલ સાધનો સાથે પરિસરની અંદર ગઈ છે. આ સર્વેને લઈને કેમ્પસની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ગેટ પર મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે. આ ટીમમાં દિલ્હી અને ભોપાલના ASI નિષ્ણાતો સામેલ છે. આજે રમઝાનના શુક્રવારની નમાજ પણ યોજાવાની છે. તેથી સુરક્ષાને મોટી પ્રાથમિકતા આપવામાં આવી છે. હિંદુ સંગઠનો અનુસાર ધાર સ્થિત કમાલ મૌલાના મસ્જિદ વાસ્તવમાં મા સરસ્વતી મંદિર ભોજનશાળા છે. જેનું નિર્માણ રાજા ભોજે 1034માં સંસ્કૃતના અભ્યાસ માટે કરાવ્યું હતું. પરંતુ બાદમાં મુઘલ આક્રમણકારો દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હતું.

પ્રથમ રિપોર્ટ 29મી એપ્રિલે આપવાનો રહેશે
ભોજશાળાના વૈજ્ઞાનિક સર્વેક્ષણ માટે હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટની ઈન્દોર બેંચે એએસઆઈને ભોજશાળાની અંદર જઈને સર્વે કરવા જણાવ્યું હતું. કોર્ટે ASIને 29 એપ્રિલ સુધીમાં પહેલો રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. આ સર્વે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

જો ભોજશાળાના ઈતિહાસની વાત કરીએ તો લગભગ એક હજાર વર્ષ પહેલા ધાર પર પરમાર વંશનું શાસન હતું. રાજા ભોજે 1000 થી 1055 સુધી અહીં શાસન કર્યું. રાજા ભોજ દેવી સરસ્વતીના પ્રખર ભક્ત હતા. તેમણે 1034 એડીમાં અહીં એક ગુરુકુળની સ્થાપના કરી હતી. જે પાછળથી ‘ભોજશાળા’ તરીકે જાણીતી થઈ. હિન્દુઓ તેને સરસ્વતી મંદિર પણ માનતા હતા.

Most Popular

To Top