National

માતાએ 37 વર્ષ પછી ફરીથી સ્કૂલમાં ભણવાનું શરૂ કરી 10મું પાસ કર્યું

યુપી: જીવનમાં શીખવાની કોઈ ઉંમર હોતી નથી. એટલું જ નહીં, જેમ શીખવાની કોઈ ઉંમર હોતી નથી, તેવી જ રીતે જીવનમાં ભણવાની કોઈ ઉંમર હોતી નથી. વ્યક્તિ કોઈપણ સમયે કોઈપણ વર્ગમાં પ્રવેશ લઈ શકે છે. મળતી માહિતી મુજબ યુપીની એક માતા, જેની ઉંમર 53 વર્ષની છે, તેણે તાજેતરમાં 10મું પાસ કર્યું છે. તેમના પુત્રએ તેમની પ્રેરણાત્મક વાર્તા સોશિયલ મીડિયા પર શેર કરી છે.

એક જાણીતી કંપનીમાં કામ કરતા સિનિયર સોફ્ટવેર એન્જિનિયર પ્રસાદ જાંભલેએ LinkedIn પર તેની માતાની વાર્તા શેર કરી છે . તેણે જણાવ્યું કે કેવી રીતે 37 વર્ષ પછી તેની માતાએ ફરીથી સ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું અને તે પણ તેમાં પાસ થઈ. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સરકારે પણ એવી શાળાઓ ખોલી છે જેમાં રાત્રે અભ્યાસ થાય છે. તેણે જણાવ્યું કે તેની માતાએ 2021માં આ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ તેણે આ અંગે કોઈને જણાવ્યું ન હતું.

મળતી માહિતી મુજબ પ્રસાદની માતા સાંજના સમયે શાળાએ ભણવા જતી. માતાએ તેના પિતા અને તેના પુત્રને લગભગ એક મહિના સુધી આ શાળા અને અભ્યાસ વિશેની બાબત જણાવી ન હતી.પુત્ર આર્યલેન્ડથી જ્યારે ભારત આવ્યો ત્યારે તે માતાને નોટબુકમાં અંગ્રેજી લખતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. આ ઉપરાંત પુત્રએ શેર કરતા જણાવ્યું હતું કે તેની માતા બીજ ગણિત પણ ખૂબ સારી રીતે સોલ્વ કરી રહી હતી. તેની આટલી મોટી ઉંમરે ભણવા માટેની સમજ બાળકો માટે આશ્ચર્યજનક હતી. આ જોઈને પ્રસાદ પોતે પણ ચોંકી ગયો. તેણે કહ્યું કે તેની માતાનો દિવસ અભ્યાસથી શરૂ થતો હતો. તેની માતાએ તેના પુત્રને એવા લોકોના ફોટા પણ બતાવ્યા જેઓ સંજોગોને કારણે ક્યારેય અભ્યાસ કરી શક્યા ન હતા, પરંતુ હવે ફરીથી અભ્યાસ કરી રહ્યા હતા.

પ્રસાદે જણાવ્યું કે તેની માતા તેના વર્ગની સૌથી હોનહાર વિદ્યાર્થીની હતી. પ્રસાદ લગ્ન કરવા ભારત આવ્યો હતો, તેના લગ્ન ફેબ્રુઆરીમાં હતા અને તેની માતાની પરીક્ષા માર્ચમાં હતી. તેમ છતાં, તેની માતાએ બધું જ સંભાળ્યું અને તેના શિક્ષણને કોઈપણ રીતે અસર થવા ન દીધી. વઘારામાં તેણે જણાવ્યું હતું કે તેની માતા માત્ર પાસ જ નથી થઈ પરંતુ તેઓએ 79.60% માર્ક્સ મેળવ્યા છે. પુત્રએ તેની માતાનું રિપોર્ટ કાર્ડ પણ શેર કર્યું. તેણે તેની માતાના વખાણ પણ કર્યા અને કહ્યું કે તે ખૂબ જ નસીબદાર છે.

Most Popular

To Top