National

યોજના, ટ્રોફી, સ્ટેડિયમ પર ગાંધી-નહેરુ પરિવાર, પહેલા જ ઘણા નામ બદલી ચૂકી મોદી સરકાર

નવી દિલ્હી: ખેલ રત્ન એવોર્ડનું નામ બદલવાની જાહેરાત થતાં જ ગાંધી-નહેરુ પરિવાર ફરી સમાચારોમાં છે. રાજીવ ગાંધી (Rajiv Gandhi) ખેલ રત્ન એવોર્ડ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ (Major Dhyanchand khel ratna award) તરીકે જાણીતો થશે.

દેશમાં હજુ પણ ગાંધી-નહેરુ પરિવાર (Gandhi nehru family)ના નામે સેંકડો યોજનાઓ ચાલી રહી છે. ઓછામાં ઓછી 600 સરકારી યોજનાઓ (Government scheme), સંસ્થાઓ, સ્થળના નામ, શિષ્યવૃત્તિ, સંગ્રહાલયો અને પુરસ્કારો જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના નામ પર છે. 2014 પહેલા કેન્દ્ર સરકારની 16 યોજનાઓ એકલા રાજીવ ગાંધીના નામે ચાલતી હતી. આવી 27 જેટલી યોજનાઓ ઇન્દિરા ગાંધીના નામે ચાલી રહી હતી. 2014 માં મોદી સરકાર (Modi govt) સત્તામાં આવ્યા બાદ આમાંથી ઘણી યોજનાઓના નામ બદલવામાં આવ્યા છે.

યુપીએના બીજા કાર્યકાળમાં સંસદને કહેવામાં આવ્યું હતું કે સરકાર પ્રતિષ્ઠિત લોકોના નામે 58 યોજનાઓ ચલાવે છે. તેમાંથી 16 યોજનાઓ રાજીવ ગાંધીના નામે છે. તેમાં રાજીવ આવાસ યોજના, રાજીવ ગાંધી ઉદ્યમી મિત્ર યોજના, રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ અભિયાન, રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતકરણ યોજના, એસટી વિદ્યાર્થીઓ માટે રાજીવ ગાંધી રાષ્ટ્રીય ફેલોશિપનો સમાવેશ થાય છે. આ સિવાય ઈન્દિરા ગાંધીનું નામ આઠ યોજનાઓમાં છે. તેમાં ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના, ઇન્દિરા આવાસ યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન વગેરેનો સમાવેશ થાય છે.

ઘણી યોજનાઓના નામો બદલવામાં આવ્યા

2014 માં મોદી સરકાર સત્તામાં આવતા જ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ ભૂતકાળમાં મોદી સરકારને તેમની યોજનાઓના નામ બદલીને શરૂ કરવા માટે ફરિયાદ કરતી રહી છે. તેઓ પોતે કહે છે કે કેન્દ્ર સરકારે રાજીવ આવાસ યોજનાને સરદાર પટેલ નેશનલ મિશન ફોર અર્બન હાઉસિંગ, ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજનાની પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના, જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશનમાંથી દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના તરીકે નામ આપ્યું છે. ઇન્દિરા આવાસ યોજનાનું નામ બદલીને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના કરવામાં આવ્યું છે.

સેંકડો જગ્યાએ હજુ પણ નામ ચાલી રહ્યું છે
જો કે, તમામ રાજ્યોમાં હજુ પણ સેંકડો યોજનાઓ, શિષ્યવૃત્તિઓ, સ્થાનો, ટ્રોફીઓ નેહરુ-ગાંધી પરિવારના નામ પર છે. રાજીવ ગાંધીની જ વાત કરીએ તો કેરળમાં રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ, દેહરાદૂનમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, રોહતકમાં રાજીવ ગાંધી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, મિઝોરમમાં રાજીવ ગાંધી સ્ટેડિયમ વગેરે તેમના નામ પરથી રાખવામાં આવ્યા છે.

ગાંધી-નેહરુના નામે સેંકડો રમત-ગમત કાર્યક્રમો, ટુર્નામેન્ટ, સ્ટેડિયમ

શુક્રવારે જ, પ્રખ્યાત લેખક આનંદ રંગનાથને ટ્વિટ કરીને એક યાદી બહાર પાડી જેમાં તેમણે ગાંધી-નહેરુ પરિવારના નામે રમત-ગમતના કાર્યક્રમો, ટુર્નામેન્ટ, સ્ટેડિયમનો ઉલ્લેખ કર્યો છે. જેમાં જવાહરલાલ નેહરુ ગોલ્ડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટ, જવાહરલાલ નહેરુ હોકી ટુર્નામેન્ટ, રાજીવ ગાંધી ગોલ્ડ કપ કબડ્ડી ટુર્નામેન્ટ, રાજીવ ગાંધી સદભાવના રન, રાજીવ ગાંધી ફેડરેશન કપ બોક્સિંગ ચેમ્પિયનશિપ, રાજીવ ગાંધી રોડ રેસનો સમાવેશ થાય છે. 

એ જ રીતે, ઘણા સ્ટેડિયમનો ઉલ્લેખ રાજીવ અને ઇન્દિરા ગાંધીના નામે કરવામાં આવે છે. જેમાં દિલ્હીનું ઇન્દિરા ગાંધી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ, પુડુચેરીનું રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમનું રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ સામેલ છે.

Most Popular

To Top