Gujarat

ફિઝિયોથેરાપીસ્ટના સહયોગથી ઇન્ડિયા ‘ફીટ અને સુપરહિટ’ રહેશે : વડાપ્રધાન

અમદાવાદ : તબીબી ક્ષેત્રે (Medical Field) ફિઝિયોથેરાપીસ્ટ’ની (Physiotherapist) ભૂમિકા અત્યંત મહત્વની છે. પરિવારના સભ્યોમાં બાળ, યુવાન અને વડીલ એમ દરેક ઉંમરના લોકોની વિવિધ શારીરિક મુશ્કેલીઓના સચોટ નિવારણ માટે સહિયોગી બનતા હોઈ છે. અચાનક અકસ્માતનો ભોગ બનનાર દર્દીને માત્ર શારીરિક તકલીફ જ નહીં પણ માનસિક આઘાતમાંથી ઉગારવાનું કામ પણ ફિઝિયોના હાથે થતું હોય છે. જેને લઇને હવે કેન્દ્ર સરકારે (Central Govt) ફિઝિયોથેરાપીને એક પ્રોફેશનના રૂપમાં માન્યતા આપી દેશભરના ફિઝિયોથેરાપિસ્ટને આઝાદીના અમૃતકાળમાં સૌથી મોટી ભેટ આપી છે.

ફિઝિયોથેરાપીસ્ટ’ની 60મી નેશનલ કોન્ફરન્સ-2023નું ઉદ્ઘાટન
કેન્દ્ર સરકારે ફિઝિયોથેરાપીને એક પ્રોફેશનના રૂપમાં માન્યતા આપી દેશભરના ફિઝિયોથેરાપિસ્ટને આઝાદીના અમૃતકાળમાં સૌથી મોટી ભેટ આપી છે. આ ઉપરાંત આયુષ્યમાન ભારત યોજના સાથે પણ ફિઝિયોથેરાપીસ્ટને જોડવામાં આવ્યા છે. સરકારના આવા વિવિધ પગલાઓથી ભારત સહિત વિદેશમાં ફિઝિયોથેરાપીસ્ટને દર્દીઓની સારવારમાં સરળતા થઈ છે, તેવું અમદાવાદમાં આયોજિત ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપીસ્ટ નેશનલ કોન્ફરન્સ- 2023માં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદીએ તમામ ફિઝિયોથેરાપીસ્ટને આહવાન કરતા કહ્યું કે, આપ સૌ ‘રાઈટ પોશ્ચર, રાઈટ હેબીટ્સ, રાઈટ એક્સરસાઇઝ’ માટે દેશવાસીઓને શિક્ષિત કરો. સાથોસાથ ફિઝિયોથેરાપી સાથે યોગ શીખવાથી સારવારમાં ગતિ આવશે. એમ તેમણે ઉમેરી, ફિઝિયોથેરાપીસ્ટના સહયોગથી ઇન્ડિયા ‘ફીટ અને સુપરહિટ’ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અમદાવાદમાં 11 અને 12 ફેબ્રુઆરીની બે દિવસીય કોંફરન્સનું આયોજન
અમદાવાદમાં 11 અને 12 ફેબ્રુઆરીની બે દિવસીય કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ દરમિયાન ફિઝિયોથેરાપી ક્ષેત્રના તબીબો અને નિષ્ણાંતો વિવિધ વિષયો પર પરામર્શ કરશે. સાથોસાથ ફિઝિયો થેરાપી ક્ષેત્રે વર્તમાન ટેકનોલોજી અને મશીનરીનું નિદર્શન પણ રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપીની 60મી નેશનલ કોન્ફરન્સનું ગુજરાતમાં આયોજન થવા પર તમામ ગુજરાતીઓને ગર્વ છે.

સરકારના દૂરંદેશી નેતૃત્વને પરિણામે આજે 84 કોલેજ અને 4390 સીટ છે
ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતુ કે ભૂતકાળમાં ફિઝિયોથેરાપી આટલી પ્રચલિત ન હતી. 20 વર્ષ પહેલા ગુજરાતમાં માત્ર 8 ફિઝિયોથેરાપી કોલેજ અને 240 સીટ હતી. સરકારના દૂરંદેશી નેતૃત્વને પરિણામે આજે 84 કોલેજ અને 4390 સીટ છે. આમ, ગુજરાત સરકાર પણ ફિઝિયોથેરાપીનું મહત્વ સમજી આગળ વધી રહી છે.

Most Popular

To Top