SURAT

MBBSની થિયરી પરીક્ષામાં 20 માર્ક્સના MCQ માટે OMR શીટ અપાશે

સુરત : હવે પછીની એમબીબીએસની (MBBS) થિયરી પરીક્ષામાં (Exam) 20 માર્ક્સના એમસીક્યૂ (MCQ) માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ઓએમઆર શીટ (OMR Sheet) આપશે. જો કે, આ સુવિધાથી પરિક્ષકનો મુલ્યાંકનનો સમય પણ બચી જશે. તે સાથે સાથે એક ઓએમઆરની સામે પુરવણીના બે પાના પણ બચશે. આ મામલે સેનેટ સભ્ય ડો. વિપુલ ચૌધરીએ કુલપતિ અને કુલસચિવને લેખિતમાં રજૂઆત કરી હતી.

સેનેટ સભ્ય ડો. વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, એમબીબીએસના નવા અભ્યાસક્રમ અનુસાર પહેલા અને બીજા વર્ષની સાથે ત્રીજા વર્ષના પાર્ટ એક અને બેમાં યુનિવર્સિટીની થિયરી પરીક્ષામાં 20 જેટલા માર્ક્સના એમસીક્યૂ આવતા હોય છે. એેના માટે વિદ્યાર્થીઓને ઓએમઆર શીટ આપવામાં આવી તો પછી સચોત મૂલ્યાંક થશે એટલે કે ઓએમઆર રિડિંગ સ્કેનરથી થશે. આમ, પરીક્ષકનો મૂલ્યાંકનનો સમય પણ બચી જશે. હાલમાં એમસીક્યૂ માટે બે પાનની પુરવણી આપવામાં આવે છે. આમ એક ઓએમઆર સામે બે પાના બચાવી શકાશે. વિદ્યાર્થીનો પરીક્ષા તેમજ ઓએમઆર શીટનો ઉત્તરવહી નંબર અને પરીક્ષાલક્ષી જરૂરી માહિતી હોવી જોઇએ. પરીક્ષા બ્લોક સુપરવાઇઝર રિપોર્ટ અને વિદ્યાર્થીની પરીક્ષાની હોલ ટિકિટમાં મુખ્ય ઉત્તરવહી સાથે ઓએમઆર શીટનો ઉત્તરવહી નંબર લખાવવો અને બ્લોક સુપરવાઇઝરની સહી લેવી. જેથી આગામી એમબીબીએસની યુનિવર્સિટીની થિયરીની પરીક્ષામાં ઓએમઆર શીટનો ઉપયોગ કરવામાં આવશે.

Most Popular

To Top