Sports

સંજુ સેમસન વિના ભારત આજે શ્રીલંકા સામે સતત ચોથી T20 સિરીઝ જીતવા મેદાનમાં ઉતરશે

પુણે : આવતીકાલે ગુરૂવારે અહીં રમાનારી બીજી ટી-20માં ભારતીય ટીમ (Indian Team) વર્ષની પહેલી ટી-20 સીરિઝ જીતવાના ઇરાદાથી મેદાને ઉતરશે, જ્યારે શ્રીલંકા (SriLanka) મેચ જીતીને સીરિઝ બરોબરી પર મૂકવાનો ઇરાદો ધરાવતું હશે. ઓપનીંગ માટે પોતાના નજીકના હરીફ ઋતુરાજ ગાયકવાડને પાછળ મૂકવા શુભમન ગીલ પાવર પ્લેમાં બહેતર પ્રદર્શન કરીને ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાનો દાવો મજબૂત કરવાનું લક્ષ્ય ધરાવે છે.

  • શ્રીલંકા સામેની આજની બીજી ટી-20માં શુભમન ગીલના પાવરપ્લે એપ્રોચ અને યુઝવેન્દ્ર ચહલના ફોર્મ પર બધાનું ધ્યાન રહેશે
  • સાંજે 7.00 વાગ્યાથી શરૂ થનારી બીજી ટી-20નું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ અને લાઇવ સ્ટ્રીમીંગ ડિઝની હોટસ્ટાર પર

તાજેતરના સમયમાં દરેક ભારતીય કેપ્ટનની જેમ હાર્દિક પંડ્યાએ પણ ટોચના ક્રમ પર નિર્ભય વલણ રાખવાનું વચન આપે છે, પરંતુ તે દરેક ખેલાડીએ એ વલણ દર્શાવવું પડશે. ટી-20 ફોર્મેટમાં ભારત પાસે ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે. ઋતુરાજ અને રાહુલ ત્રિપાઠી જેવા બેટ્સમેન તેમની તકોની રાહ જોઈ રહ્યા છે. ગિલ અને ઈશાન કિશનને સીરિઝની ત્રણેય મેચોમાં ઇનિંગ્સની શરૂઆત કરવાની તક મળવાની અપેક્ષા છે અને પાવર પ્લેમાં તેમનું જોરદાર પ્રદર્શન પછીના બેટ્સમેનોને નિર્ભયતાથી રમવાનો આત્મવિશ્વાસ આપી શકે છે.

ભારતીય બેટિંગ યુનિટ બીજી મેચમાં વધુ રન બનાવવા પર નજર રાખશે અને નવા વાઇસ-કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર પણ ઘણું નિર્ભર રહેશે, જે પ્રથમ મેચમાં સસ્તામાં આઉટ થયો હતો. સ્પીનર વનિન્દુ હસરાંગા અને મહેશ તિક્શાના પર ખૂબ નિર્ભર એવા શ્રીલંકાના બોલરો સામે રન બનાવવાનો માર્ગ ભારતીય બેટ્સમેનોએ શોધવો પડશે. ફાસ્ટ બોલર શિવમ માવીના યાદગાર ડેબ્યૂથી કેપ્ટન પંડ્યાએ રાહત અનુભવી હશે. જો કે ચિંતાનો મુદ્દો લેગ-સ્પીનર ​​યુઝવેન્દ્ર ચહલ છે, ચહલે પ્રથમ મેચમાં બે ઓવરમાં 26 રન આપ્યા હતા ત્યારબાદ કેપ્ટને તેને ઓવરનો ક્વોટા પૂરો કરવાની તક આપી ન હતી.

Most Popular

To Top