National

મનીષ સિસોદિયા મામલે કોર્ટનો નિર્ણય, 4 માર્ચ સુધી રિમાન્ડ પર

નવી દિલ્હી: દિલ્હી (Delhi) સરકારના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની (Manish Sisodia) લીકર પોલિસી (Leaker policy) મામલે ધરપકડ (Arrest) કરવામાં આવી છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને CBIએ 3:01 વાગ્યે રાઉઝ એવન્યુ કોર્ટમાં (Court) હાજર કર્યા હતા. દિલ્હી લીકર પોલિસી કેસમાં તપાસ એજન્સીએ સ્પેશિયલ CBI જજ એમકે નાગપાલ સમક્ષ સિસોદિયાની 5 દિવસની કસ્ટડીની માંગ કરી હતી. જે કોર્ટે મંજૂર કરી સિસોદિયાને 4 માર્ચ સુધી રિમાન્ડ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

5 દિવસની પોલીસ કસ્ટડી માંગતી CBI
CBI એ કહ્યું છે કે અમે કસ્ટોડિયલ પૂછતાછ માટે 5 દિવસ પોલીસ કસ્ટડી માંગીએ છીએ. 2 લોકો સેવકો સહિત 7 સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી ચુકી છે.  રવિવારે એજન્સીએ લીકર પોલિસી કેસમાં આઠ કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. તેમણે સીબીઆઈ ઓફિસમાં રાત વિતાવી હતી. આ મામલામાં સીબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મનીષ સિસોદિયા તપાસમાં સહકાર આપી રહ્યા નથી, તેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે તેના પર પુરાવાનો નાશ કરવાનો પણ આરોપ છે.

AAP કાર્યકરો અને પોલીસ વચ્ચે અથડામણ
દિલ્હીમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે વિરોધને ગેરકાયદે ગણાવ્યો છે. પોલીસનું કહેવું છે કે કલમ 144 લાગુ છે. જો વિરોધીઓ સંમત નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પોલીસ પર લાઠીચાર્જનો આરોપ લગાવ્યો છે. AAPનો આરોપ છે કે પોલીસે ઓડિયો સિસ્ટમ જપ્ત કરી લીધી છે.

સિસોદિયા જામીન અરજી દાખલ કરી શકે છે
મનીષ સિસોદિયાને થોડીવારમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેના વકીલો કોર્ટમાં પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સિસોદિયા જામીન અરજી દાખલ કરી શકે છે. તે પત્નીની તબિયત ખરાહ હોવાનું જણાવી જામીન માંગી શકે છે. મનીષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વકીલ મોહિત માથુર અને સિદ્ધાર્થ અગ્રવાલ પોતાનો પક્ષ રજૂ કરવા પહોંચ્યા છે. વરિષ્ઠ વકીલ દયાન કૃષ્ણન પણ કોર્ટ પહોંચ્યા છે.

આમ આદમી પાર્ટીના આ બીજા મંત્રી છે જેમને એક વર્ષથી ઓછા સમયમાં કેન્દ્રીય એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી
છે. અગાઉ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મે 2022માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને હજી પણ તે જેલમાં છે.

દિલ્હીમાં પાર્ટી કાર્યાલય પર આમ આદમી પાર્ટીના કાર્યકરો એકઠા થયા છે. અહીંથી તમામ કાર્યકરો અને નેતાઓ CBI ઓફિસ અને બીજેપી ઓફિસ જશે, જ્યાં તેઓ વિરોધ પ્રદર્શન કરશે. ભોપાલમાં પણ AAP કાર્યકરોનો વિરોધ ચાલુ છે. ચંદીગઢમાં પણ AAP કાર્યકર્તાઓ વિરોધ કરવા માટે એકઠા થયા છે. લખનૌમાં બપોરે 2.30 વાગ્યાથી પ્રદર્શન થશે.

ભાજપના સાંસદ રમેશ બિધુરીએ કહ્યું છે કે કેજરીવાલે મનીષ સિસોદિયા પાસેથી રાજીનામું માંગવું જોઈએ. જો કેજરીવાલ સિસોદિયા પાસેથી રાજીનામું નહીં લે તો ભાજપ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે કેજરીવાલને કેવી રીતે ખબર પડી કે તેમના નેતાની ધરપકડ થવા જઈ રહી છે, આ મામલાની પણ તપાસ થવી જોઈએ. જે ભ્રષ્ટાચાર સામે કેજરીવાલ અવાજ ઉઠાવતા હતા, આજે તેમના મંત્રીઓ ભ્રષ્ટાચારમાં ફસાઈ રહ્યા છે.

આ તરફ દિલ્હીના ડેપ્યુટી સીએમ સિસોદિયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી આજે દેશભરમાં મોટું પ્રદર્શન કરશે. આ ક્રમમાં ‘આપ’ કાર્યકર્તાઓ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં વિરોધ પ્રદર્શન કરશે. આ સાથે ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં પણ વિરોધ પ્રદર્શનની યોજના છે. સિસોદિયાની ધરપકડથી એક નવી રાજકીય લડાઈ, નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. જે રીતે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ મનીષ સિસોદિયાની પાછળ ઉંચા ઉભા છે, તે સંકેતો સ્પષ્ટ છે કે દિલ્હી અને પંજાબમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટી આ વખતે આર કે પારના મૂડમાં છે.

દારૂ કૌભાંડ કેસમાં CBI તપાસ અને મનીષ સિસોદિયાની ધરપકડથી જાણે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય રાજનીતિનું કોકટેલ મળી ગયું છે. સિસોદિયાની ધરપકડ બાદ તરત જ આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર અને બીજેપી પર પ્રહારો કર્યા સિવાય પીડિત કાર્ડ પણ રમ્યું હતું. અરવિંદ કેજરીવાલે ધરપકડને ગંદી રાજનીતિ ગણાવીને સિસોદિયાને ઈમાનદાર અને દેશભક્ત ગણાવ્યા હતા. જ્યારે તેમણે કેન્દ્ર સરકાર પર બેંકોના પૈસા લૂંટનારાઓને નોટિસ પણ ન આપવાનો આરોપ લગાવ્યો ત્યારે રાજ્યસભાના સાંસદ સંજય સિંહે આ કાર્યવાહીને સરકારની તાનાશાહી ગણાવી હતી.

સિસોદિયા પર રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાની કાર્યવાહી બહાર
અરવિંદ કેજરીવાલ હોય, સંજય સિંહ હોય કે આમ આદમી પાર્ટીના અન્ય કોઈ નેતા હોય, પ્રત્યક્ષ કે આડકતરી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકાર અને ભાજપ બધાના નિશાના પર હતા. CBIની કાર્યવાહી બાદ અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓએ જે રીતે PM મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે તેને PM મોદી વિરુદ્ધ કેજરીવાલને ઉભો કરવાના પાર્ટીના પ્રયાસ સાથે જોડવામાં આવી રહ્યો છે.

આમ આદમી પાર્ટી પહેલા જ કહી ચૂકી છે કે પીએમ મોદીને માત્ર અરવિંદ કેજરીવાલ જ ટક્કર આપી શકે છે. દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને તમામ રાજકીય પક્ષો ઈલેક્શન મોડમાં આવી ગયા છે. કોંગ્રેસ અને ટીએમસી જેવી પાર્ટીઓ કેન્દ્રને ઘેરી રહી છે અને આરોપ લગાવી રહી છે કે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સામે સીબીઆઈ અને ઈડીનો ઉપયોગ સાધન તરીકે થઈ રહ્યો છે. હવે મનીષ સિસોદિયાની ધરપકડથી આમ આદમી પાર્ટી, વિપક્ષને સરકાર પર પ્રહાર કરવાની વધુ એક તક મળી છે.

Most Popular

To Top