Charchapatra

જનાદેશ મળ્યા બાદ હવે !!!!

સાવ સામાન્ય સ્થિતીના એક ભાઈ સુરેન્દ્રનગર એસટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવે .બસમાં બધા ની ટિકિટ કાપી લીધા બાદ ફ્રી થાય એટલે તમામ મુસાફરોને બપોરના આકરા તાપમાં ઠંડુ પાણી પાવે. સરકારે આ કામના તેમને કોઈ વધારાના  પગાર કે પ્રશંસાપત્ર નહોતા આપ્યા .

  પણ માનવતાની મહેક ફેલાવતા  હનીફભાઇ બેલીમ નિસ્વાર્થ સેવા કરે .બસમાં નાનુ સિન્ટેક્સ નું બોક્સ રાખતા તેમાં બરફ પણ રાખતા અને નોકરી સાથે મુસાફરોની તરસ બુઝાવતા. વાંચેલ આ પ્રસંગ એટલે યાદ આવ્યો કે ભારતનો એક ભલો માણસ ચૂંટાયા વગર સેવાભાવના થી ઉત્સાહપૂર્વક નોકરી સાથે મુસાફરોની સેવા કરે તો સુરત મનપાની ચૂંટણીમાં ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ પણ સેવાકીય ભાવનાથી જ તો ચૂંટણી લડ્યા છે અને ચૂંટાયા પણ છે !

ત્યારે યાદ રહે, મનપા કે તમારા વોર્ડને માત્ર જીતેલા ઉમેદવારો કે મતદાતાઓ સમક્ષ પાછું ફરીને ક્યારેય ના જોતા નેતાઓની જરૂર નથી. એમને જરૂર છે આમ પ્રજા વચ્ચે જઈ તેમની પ્રાથમિક સમસ્યાઓને સમજે , વાચા આપે એવા લોક સેવકોની. વિજેતા એ ન ભૂલે કે તમારી જીત મતદાતાઓને આભારી છે.  પ્રજા – (મતદાર) બધું જ સમજે છે, જુએ છે અને સમય આવ્યે પોતાના મૂલ્યવાન મત દ્વારા  બદલાવ પણ લાવે છે.

તો આપ સૌ મતદારોને ભૂલી ન  જતા .જીતના કેફમાં ઊંચે આકાશમાં ઉડવા ન માંડશો.આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કહે છે “ જમીન સાથે જોડાયેલા રહી મૂળને મજબૂત કરવાનું છે “ ત્યારે સુરત મનપાની સૂરત હજી વધુ સુંદર બનાવવાની જવાબદારી હવે આપ સૌ ચૂંટાયેલા લોક સેવકોની  છે .

આપની કટિબદ્ધતા અને કાર્યનિસ્થાના આધારે  સુરત શહેરની જનતા તમારી સાથે રહેશે. નાના-મોટા સહારે બેસી રહેવાને બદલે, વાણી વિલાસને સ્થાને તમારી ક્ષમતાઓ, સાચી દ્રષ્ટિ, સેવાની ભાવના, પ્રમાણિકતા અને નિષ્ઠાથી જન જન સુધી પહોંચી સાચા લોક સેવક  બની સતત કામ કરતા રહો એ જ સામાન્ય જનની અપેક્ષા અને વિશ્વાસ. શહેરીજનો આવી અપેક્ષા અને વિશ્વાસ રાખી શકે ને ???

સુરત     -અરૂણ પંડયા     લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top