National

મધ્યપ્રદેશમાં 108 ફૂટ ઊંચી શંકરાચાર્યની પ્રતિમા સાથે બની રહ્યું છે ‘એકાત્મ ધામ’

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) ખંડવા જિલ્લાના તીર્થધામ ઓમકારેશ્વરમાં (Omkareshwar) આદિગુરુ શંકરાચાર્યની વિશાળ પ્રતિમા આકાર લઈ રહી છે. કન્સ્ટ્રકશન એજન્સી દ્વારા પ્રતિમા બનાવવાની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આ વિશાળ પ્રતિમાનું ઉદ્ઘાટન 18 સપ્ટેમ્બરે થવાનું છે, જેના માટે તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોર અને ઉજ્જૈનમાં મહાકાલ લોક પછી ઓમકારેશ્વરમાં એકાત્મ ધામનો આ ત્રીજો મોટો પ્રોજેક્ટ છે. કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની શિવરાજ સરકાર દ્વારા તેને ગંભીરતાથી પૂર્ણ કરવામાં આવી રહી છે.

ઓમકાર પર્વત પર આધ્યાત્મિક જગત ‘એકાત્મ ધામ’ વિસ્તરી રહ્યું છે. અહીં 28 એકર જમીનમાં ઓમકાર પર્વતને કાપીને તેની સ્થાપના કરવામાં આવી રહી છે. અહીં આદિ ગુરુ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા હશે. પૂર્ણ થયા બાદ આ રાજ્યની સૌથી ઊંચી પ્રતિમા હશે. લગભગ 2 હજાર કરોડ રૂપિયાના બજેટથી બની રહેલી આ જગ્યાના બાકીના ભાગનું કામ ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે.

એવું માનવામાં આવે છે કે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું 12 જ્યોતિર્લિંગમાં ચોથું સ્થાન છે. જ્યાં નર્મદા નદીના કિનારે ભગવાન ઓમકારેશ્વર અને ભગવાન મમલેશ્વર બિરાજમાન છે. હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર તમામ તીર્થયાત્રાઓ કર્યા પછી, ઓમકારેશ્વર તીર્થ પર પહોંચીને માતા નર્મદામાં સ્નાન કરવું અને ભગવાન ઓમકારેશ્વરનો જલાભિષેક કરવો ફરજિયાત માનવામાં આવે છે. અન્યથા તીર્થયાત્રાનું પૂર્ણ ફળ મળતું નથી. આખા વર્ષ દરમિયાન અહીં લાખો લોકો આવતા-જતા રહે છે. તેથી જ સરકારે ઓમકારેશ્વર શહેરને એક વિશાળ આધ્યાત્મિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની યોજના બનાવી છે.

આદિ ગુરુ શંકરાચાર્યની વિશાળ 108 ફૂટ ઊંચી પ્રતિમાની સાથે અહીં અદ્વૈત વેદાંત કેન્દ્ર, યોગ કેન્દ્ર, ધ્યાન કેન્દ્ર જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત શાળાઓ પણ બનાવવામાં આવશે. જ્યાં વિશ્વભરના લોકો આદિ ગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંત અને તેના સિદ્ધાંતોને તેમની જીવનશૈલીમાં જાણી, સમજી અને સામેલ કરી શકશે.

Most Popular

To Top